દુકાનદારોની ફરિયાદ: ફેરિયાઓને કારણે ધંધો મુશ્કેલ

મુલુંડ-વેસ્ટના RRT રોડ પરના ફેરિયાઓથી દુકાનદારોને એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કે કેટલીયે વાર મહિનાને અંતમાં તેમને પોતાની દુકાનનું ભાડું ભરવાનું કે દુકાન મેઇન્ટેન કરવાનું પણ ભારે પડતું હોય છે. આવા જ કેટલાક દુકાનદારોની વેદનાને વાચા આપવાનું કામ મિડ-ડે LOCALએ કર્યું છે. 


hawkers

હસ્તકલાની બહાર સામાન લઈને બેસેલા ફેરિયાઓ.



RRT રોડ પર આવેલી હસ્તકલા દુકાનના માલિક નવીન સત્રાએ ફેરિયાઓ સાથેના તેમના અનુભવો જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી દુકાનનું ભાડું સવા લાખ રૂપિયા છે, પરંતુ ઘણી વાર બચતમાંથી એ કાઢવું પડતું હોય છે; કારણ કે દુકાનની અંદર આવવા માટે ગ્રાહકોને રસ્તો જ નથી. મારી દુકાન સામે બેસતા ફેરિયાઓ દુકાનમાં આવવા માટે જગ્યા જ નથી રાખતા અને તેમને કંઈ કહીએ એટલે ગાળો બોલે છે. મારી દુકાન લેડીઝવેઅરની છે. પુરુષો એક વાર ધક્કો મારીને જગ્યા કરીને દુકાનમાં આવી જાય, પણ લેડીઝ કેટલીયે વાર અમારી નજરની સામે જ દુકાનમાં આવતાં-આવતાં પાછી ચાલી જતી હોય છે અને અમે કંઈ કરી શકતા નથી. મેં દુકાનની બહાર બેસતા ફેરિયાની ચાર વાર મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ તેને ત્યાંથી હટાવે છે, પણ પાછો આવીને બેસી જાય છે. હવે તો પોલીસવાળા પણ કહે છે કે સાહેબ, કેટલી વાર ફરિયાદ કરશો તમે?’  

RRT રોડ પર ચશ્માંની એક દુકાનના માલિકે તેમની ઓળખ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ દુકાન આમ તો મારી પોતાની માલિકીની છે, પરંતુ મારી ચશ્માંની દુકાન છે. મારી દુકાન સામે બેસતો ફેરિયો ઊંચા સ્ટૅન્ડ પર દુકાન લગાવે છે એથી આવતા-જતા રાહદારીઓને મારી દુકાન દેખાતી જ નથી. જૂના ગ્રાહક કોઈ આવી જાય તો દિવસનો ખર્ચ નીકળી જાય, નહીં તો ૨-૩ દિવસ કામ વગર બેસી રહેવું પડતું હોય છે. ચશ્માં ખરીદવા કરતાં રિપેરિંગનું કામ વધુ આવતું હોય અને એમાં પણ ગ્રાહક દુકાનમાં આવીને કહે કે તમારી દુકાનમાં આવવા માટે જગ્યા જ નથી, ક્યાંથી આવીએ? હું જો ફેરિયાને એનો માલ થોડો નીચે લગાડવા કહું તો કહે, અંકલ સઠીયા ગએ હૈં. કાં તો કહેશે કે અંકલ, હમે પતા હૈ આપ કહાં સે આતે-જાતે હૈં, સહીસલામત પહોંચને કા હૈના ઘર પે. આ તો મારી ઉંમર થઈ છે એટલે બધું સહન કરું છું. ભરઉનાળે કેટલીયે વાર પંખો બંધ કરીને બેસું છું એટલે મેઇન્ટેનન્સ નીકળી શકે દુકાનનું.’


hawkers

રીસ્ટાઈલની બહાર પાંઉભાજીવાળા



RRT રોડ પરની ચગપાર ખીમજી બિલ્ડિંગમાં એક લાખના ભાડે રીસ્ટાઇલ નામની દુકાન ચલાવતા દુકાનદારની મુસીબત તો પાંઉભાજીની છે જેના વિશે જણાવતાં ખોડિદાસ કોટકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં દુકાન ખરીદી એના પહેલાં ત્રણ લોકો આ દુકાન ચલાવવાનો પ્રયત્ન કરીને છોડીને ચાલ્યા ગયા હતા, તેમાંનો એક દુકાનનો ખરો માલિક છે. આ દુકાનની સામે પાંચથી છ પાંઉભાજીવાળા સાંજ પડતાં ડાઇનિંગ ટેબલ ગોઠવીને લાઇનથી ધંધો કરે છે. તેમનાં વાસણો પણ અહીં જ સાફ કરે છે જેને લીધે દુકાન સામેના રોડ પરથી સારા ઘરના લોકો અને મારા ગ્રાહકો ચાલી શકતા નથી. મારા ગ્રાહકો બે-ત્રણ દુકાન આગળ જઈ ત્યાંથી ફુટપાથ ઊતરી મારી દુકાન સુધી પહોંચે છે. આ ફેરિયાઓને કહીએ કે અમારા ગ્રાહકોને આવવા માટે જગ્યા રાખ તો કહેશે, ગ્રાહકો ક્યાં જશે? મેં જ્યારે આ દુકાન લીધી હતી ત્યારે મારી સામેના પાંઉભાજીવાળાએ મને ચૅલૅન્જ કરી હતી કે સેઠ, દેખતે હૈં કૈસે દો મહિને ભી દુકાન ચલા સકતે હો? હું મારી દુકાન ચલાવી શકું એ માટે સસ્તામાં સસ્તી અને મોંઘામાં મોંઘી એમ બધી વરાયટી રાખું છું, પરંતુ મને ઘણી વાર મારી દુકાનનું ભાડું કે પગાર ઍડ્જસ્ટમેન્ટ કરવાનું ભારી પડતું હોય છે. જો તેઓ પણ અમને થોડું સમજી લે તો અમને કોઈ પર્સનલ દુશ્મની નથી. તેઓ પણ પોતાનું પેટ ભરવા બેઠા છે ને હું પણ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK