રેઇન-રેડી મુલુંડના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે

જૂન મહિનાની શરૂઆત પહેલાં મિડ-ડે LOCALએ રેઇન-રેડી મુલુંડ શીર્ષક હેઠળ એક અહેવાલ છાપ્યો હતો જેમાં મુલુંડના T વોર્ડના અધિકારી પ્રશાંત સકપાળે મુલુંડમાં ચોમાસામાં કોઈ સમસ્યા ન સર્જાય એ માટેની બધી જરૂરી ઍક્શન લીધી હોવાનો દાવો કર્યો હતો.

mulund

મહાત્મા ગાંધી રોડ પર તૂટી ગયેલું ગટરનું ઢાંકણું અઠવાડિયા બાદ રિપેર કરવામાં આવ્યું. 


કાજલ ગોહિલ-વિલ્બન



પ્રશાંત સકપાળે મુલુંડની બધી ગટરો સાફ તો કદાચ કરાવી દીધી, પણ એનાં ઢાંકણાં લગાવતાં ભૂલી જવાયાં છે જેને લીધે મુલુંડમાં બે બાળકો ગટરમાં પડી જતાં એકનું મુત્યુ થયું અને બીજાને હૉસ્પિટલમાં સારવાર લેવાનો સમય આવ્યો છે. તો બીજી તરફ વૃક્ષોની કાપણીનો પણ દાવો કર્યો હતો, પરંતુ એની તો કદાચ BMCએ તસ્દી જ લીધી નથી એટલે બિચારાં વૃક્ષો પોતાની જાતે જ પડવા લાગ્યાં છે.


mulund

મુલુંડ-ઈસ્ટમાં સ્ટેશન પાસે વૃક્ષ પડતાં બે રાહદારીઓ જખમી થયા અને ચાર વાહનો દબાઈ ગયાં હતાં.


mulund

માલવિયા રોડ પર LBS માર્ગથી MTNL તરફ જતા રસ્તાની વચ્ચે આવેલા ડ્રેનેજનું ઢાંકણું ખખડી ગયું છે, એના પરથી વાહન પસાર થતાં અવાજ કરે છે.


mulund

મહાત્મા ગાંધી રોડ પરનાં વૃક્ષો કાપ્યા બાદ એનો કચરો રસ્તા પર જ પડી રહેતાં લોકોએ ત્યાં સાર્વજનિક કચરાપેટી બનાવી દીધી હતી. મિડ-ડે LOCALએ BMCને આ બાબતે જાણ ક્ર્યા બાદ વૃક્ષોના કચરાને ત્રીજે દિવસે ત્યાંથી હટાવવામાં આવ્યો હતો.


mulund

માલવિયા રોડ જ્યાં LBS માર્ગને મળે છે ત્યાં બંધ પડેલા પેટ્રોલ-પમ્પ પાસે ગટરોની હાલત કથળેલી.



મિડ-ડે LOCALએ પણ કેટલીક ખુલ્લી ગટરોની જાણકારી પ્રશાંત સકપાળને આપી અને અઠવાડિયાનો સમય પણ આપ્યો હતો, પરંતુ એના પર કોઈ ઍક્શન ન લેવાતાં એનો અહેવાલ પણ છાપ્યો હતો. આ વર્ષે પણ લાગે છે કે મુલુંડવાસીઓ માટે તકલીફો ઓછી નથી થવાની.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK