મુલુંડ ઇઝ રેડી ફૉર રેઇન

ચોમાસામાં સૌથી વધુ પ્રૉબ્લેમ થાય છે એવાં સ્થળોએ પગલાં લીધાં હોવાનો T વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરનો દાવો

gutter

મુલુંડ-વેસ્ટના રેલવે-સ્ટેશનની બહાર ગટરોની ચાલી રહેલી સફાઈ. 



કાજલ ગોહિલ-વિલ્બન

જૂન મહિનાથી ચોમાસાની સીઝન ભારતમાં ચાલુ થઈ જતી હોવાનું માનવામાં આવે છે અને ૧૫ જૂન કે ત્યાર બાદ મુંબઈમાં પહેલો વરસાદ ક્યારેય વરસતો હોય છે. કેટલાંક સ્થળો એવાં છે જ્યાં કાયમી ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતાં મુલુંડવાસીઓ માટે ઘણી તકલીફો ઊભી થતી હોય છે. આ વર્ષે મુલુંડવાસીઓ માટે ચોમાસામાં તકલીફ ઊભી ન થાય એ માટે કેવી તકેદારીઓ લેવામાં આવી છે એ મુલુંડના T વૉર્ડના અધિકારી  પ્રશાંત સકપાળ પાસેથી જાણવાનો પ્રયત્ન મિડ-ડે LOCALએ કર્યો છે.

T વૉર્ડના અસિસ્ટન્ટ-કમિશનર પ્રશાંત સકપાળે ચોમાસા માટે મુલુંડ પૂરી રીતે તૈયાર હોવાનો દાવો કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સંજય ગાંધી ઉદ્યાનનો બીજો ભાગ મુલુંડમાં આવતો હોવાથી અહીં ચોમાસામાં હેવી રેઇન થાય છે. અમે આખા મુલુંડમાં એવાં છ સ્થળો ઓળખી કાઢ્યાં છે જ્યાં સૌથી વધુ તકલીફો ચોમાસામાં ઊભી થતી હોય છે. લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા ઑક્ટ્રૉય નાકા પાસે, જૉયઅલુસ્કા શોરૂમની બહાર, સોનાપુર જંક્શન પર, ઝવેર રોડ પર અને અન્ય બે સ્થળો પર ચોમાસામાં ખૂબ પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે એટલે આ જગ્યાઓનું ખાસ એન્જિનિયરો બોલાવીને પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ માટે આવેલા એન્જિનિયરો અને T વૉર્ડના અધિકારીઓએ મળીને ચોમાસામાં મુલુંડવાસીઓને સુરક્ષિત રાખવા માટે નીચે મુજબ કેટલાંક પગલાંઓ લીધાં છે.


tree cutting

માલવિયા રોડ પર ચાલી રહેલું ટ્રી-ટ્રિમિંગ. 



એન્જિનિયરિંગ સૉલ્યુશન : એન્જિનિયરો સાથે મળીને અમે નીચાણવાળા ભાગોમાં રોડની સાઇડમાં ડ્રેનેજની લાઇનો વધારી દેવામાં આવી છે અને પાણી તરત નીકળી જાય એવી વ્યવસ્થા પૂરી રીતે કરવામાં આવી છે. જરૂર પડતાં પમ્પિંગ સૉલ્યુશન વાપરીને તરત જ પાણી ત્યાંથી કાઢી નાખવામાં આવશે.

વૃક્ષોની કાપણી : અમે આખા મુલુંડમાંથી ૧૦૨ જેટલાં કીડા લાગવાથી નષ્ટ થઈ ગયેલાં વૃક્ષો શોધી કાઢ્યાં છે જેને આખેઆખાં કાપી નાખવામાં આવશે. એ ઉપરાંત મુશળધાર વરસાદને લીધે વૃક્ષની ડાળીઓ પડી જવાથી રસ્તા બ્લૉક થઈ જતા હોય છે કે વાહનો અને લોકોને નુક્સાન થતું હોય છે એ અટકાવવા માટે અમે ૭૦૦ જેટલાં અતિશય વધી ગયેલાં વૃક્ષોનું ટ્રિમિંગ કરી રહ્યા છીએ.


meghani chowk

ઝવેરચંદ મેઘાણી રોડ પર ચાલી રહેલું ગટર પહોળી કરવાનું કામ.



ગટરોની સફાઈ : મુલુંડની બધી જ ગટરોની લગભગ સફાઈ થઈ ગઈ છે. અનેક જગ્યાઓ જેમ કે મુખ્ય રોડ કે હાઇવે પર અને જ્યાં ચોમાસામાં પાણીનો ભરાવો વધુ થાય છે એવા અનેક રસ્તાઓ પર નવી અને પહોળી ગટરો કરવામાં આવી છે જેથી રસ્તા પરનું પાણી તરત ગટરમાં વહી જાય.

બિલ્ડરોને નોટિસ : મોટા ભાગે ચોમાસામાં ખાલી પડેલા જૂના ભંગારમાં પાણી ભરાતાં ડૅન્ગી, મલેરિયા જેવી બીમારીનો ભોગ લોકો વધારે બનતા હોય છે. મુલુંડના ૧૦૦ જેટલા અન્ડર-કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટના બિલ્ડરોને નોટિસ આપવામાં આવી છે કે કન્સ્ટ્રક્શનના સામાન કે સાધનોમાં વરસાદનું પાણી જમા થતું જોવામાં આવશે તો તેમના પર કારવાઈ કરવામાં આવશે. બિલ્ડરને ત્યાં કામ કરતા મજદૂરોને મચ્છરદાની આપવાની પણ તાકીદ આપવામાં આવી છે. જો કોઈ બિલ્ડર અમારી નોટિસની અવગણના કરશે તો અમે તેનું કામ પણ અટકાવી દેવા માટે સમર્થ છીએ. 

ડિઝૅસ્ટર કન્ટ્રોલ : અમારા તરફથી સાવચેતીનાં બધાં પગલાંઓ તો લેવામાં આવ્યાં જ છે. એમ છતાં કોઈ અઘટિત ઘટના વધુ વરસાદને લીધે બને તો આ વખતે વિવિધ ડિપાર્ટમેન્ટના પાંચ હજાર જેટલા વર્કરોને પોતાનાં બધાં કામો છોડીને ચોમાસામાં ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમ તરીકે કામ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK