ચારે તરફ ચાલી રહેલા ખોદકામથી કંટાળ્યા છે લોકો

મુલુંડ-વેસ્ટનો લગભગ કોઈ પણ ખૂણો એવો નહીં હોય જ્યાં આજની તારીખમાં ખોદકામ ચાલુ નહીં હોય. આખા મુલુંડમાં MSEBનું નવા કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત કેટલાક રસ્તાઓ નવા બનાવવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાઓ પર ગટરો પહોળી કરવામાં આવી રહી છે અને જો અન્ય કોઈ રસ્તા બાકી રહી ગયા હોય તો ત્યાં મહાનગર ગૅસની પાઇપલાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે.

digging

માલવિયા રોડ

કાજલ ગોહિલ-વિલ્બન

આવામાં મુલુંડમાં રાહદારીઓ અને વાહનચાલકો બન્ને માટે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. આથી મિડ-ડે LOCALએ મુલુંડવાસીઓની તકલીફને અધિકારીઓની સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો છે.

માલવિયા રોડ

પંડિત મદનમોહન માલવીય રોડ પર MTNLની સામે આવેલી એક ટીચર્સ પેટ નામની પ્લેસ્કૂલના ગેટ પર MSEBનું નવા કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું હોવાથી એક મોટો ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે. પ્લેસ્કૂલનાં માલિક બિંદી ગડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આમ તો સ્કૂલોમાં સમર-વેકેશન શરૂ થઈ ગયું છે, પરંતુ અમારી પ્લેસ્કૂલમાં સમર-કૅમ્પ ચાલુ હોવાથી બાળકો આવે છે. છેલ્લા ૧૫-૨૦ દિવસથી અમારી પ્લેસ્કૂલના ગેટની બરાબર સામે ખાડો ખોદીને મૂકી દીધો છે. હજી સુધી કોઈ કામ કરવા માટે આવ્યું નથી. મને ડર છે કે આ ખાડામાં કોઈ બાળક આવતાં-જતાં પડી જશે તો તેને ખૂબ ઈજા થશે.’

મોરાર રોડ

મુલુંડ-વેસ્ટના મોરાર રોડ પર પણ પ્લ્ચ્ગ્ના કેબલ નાખવાનું અને આખો રોડ નવો બનાવવામાં આવી રહ્યો હોવાથી કામ લગભગ દોઢ મહિનાથી ચાલી રહ્યું છે જેને લીધે લોકોની પરેશાની પણ લાંબી ચાલી રહી છે. મોરાર રોડ પર અંતરિક્ષ ટાવરમાં રહેતા શરદરામ સેજપાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘તકલીફ તો ઘણી થાય છે. આખો દિવસ ધૂળ-માટી ઊડે છે. બિલ્ડિંગની બહાર ગાડી કાઢવામાં અને લાવવામાં રસ્તા પર જગ્યા ન હોવાથી તકલીફ પડે છે. સૌથી ત્રાસદાયક વાત તો એ છે કે રાતના ૧૦ વાગ્યા પછી પણ રસ્તાનું કામ ચાલતું હોવાથી ઘોંઘાટ થતો રહે છે, પણ કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હૈ.’ 

મહાકવિ કાલીદાસ રોડ


digging



T વૉર્ડની ઑફિસની બરાબર બાજુમાં આવેલા મહાકવિ કાલીદાસ રોડની સમસ્યા વર્ણવતાં બીના ઠક્કરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રોડ લાંબો ભલે હોય, પણ આજકાલની લાંબી ગાડીઓના જમાનામાં આ રસ્તા પરથી એકસાથે બે લાંબી ગાડીઓને પસાર થવું કેટલીયે વાર મુશ્કેલીભર્યું સાબિત થતું હોય છે. આ રોડ પર મહાનગર ગૅસનું કામ ચાલી રહ્યું છે. ખાડો ખોદીને એમાંથી કાઢવામાં આવેલી માટી, પથ્થર એક જ બાજુએ બનાવવામાં આવેલી ફુટપાથ પર નાખવામાં આવ્યા હોવાથી રાહદારીઓને ખૂબ તકલીફ થાય છે અને કેટલીયે વખત રસ્તા પર ગાડી પાર્ક કરીને જતા રહેતા વાહનચાલકોને લીધે સાંજના ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થાય છે.’  

મેઘાણી ચોક


digging



રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી ચોક પર મળતા એકસાથે બે રસ્તાઓ પર કામ ચાલી રહ્યું છે. એક તરફ આર.પી. રોડ પર ગટર પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ ધનવંતરી હૉસ્પિટલ પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેના વિશે જણાવતાં ભરત દનાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેઘાણી ચોક પર આવેલી ડૉ. તન્મય ક્લિનિકમાં જાઉં છું. તેઓ મારા ફૅમિલી-ડૉક્ટર છે. આ રોડ પર જે રીતે કામ ચાલી રહ્યું છે એ જોઈને મને અચરજ થાય છે. સ્ટેશન તરફથી આખો રોડ છોડીને ફક્ત ધનવંતરી હૉસ્પિટલ પાસે જ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. શું BMC પા-પા પગલી ભરીએ એ રીતે થોડો-થોડો રોડ બનાવી રહી છે? સ્ટેશન રોડ પરથી આવતી-જતી મુલુંડની અને મુલુંડથી બહાર જતી બધી બસ અહીંથી જ ફંટાય છે જેનું વજન કદાચ બીજી તરફ વાહનો માટે ખુલ્લો રાખવામાં આવેલો રોડ સહન ન કરી શકતાં એના પરના પેવર બ્લૉક્સ નીચે બેસી ગયા છે જેને લીધે અકસ્માત થવાની પણ શક્યતા વધી ગઈ છે.’

અધિકારીઓ શું કહે છે?


મુલુંડમાં બધા જ રસ્તાઓ પર ચાલી રહેલાં કામોને લીધે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એના વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે T વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સકપાળે મિડ-ડે LOCALને કહ્યું હતું કે આખા મુલુંડમાં જે MSEBનું નવા કેબલ નાખવાનું કામ ચાલી રહ્યું છે એનાથી લોકોની જ લાઇટ જવાની સમસ્યા ઘટવાની છે અને જ્યાં સુધી કામની સ્પીડનો સવાલ છે તો બધા જ ડિપાર્ટમેન્ટમાં પહેલાં જ નોટિસ મોકલાવી આપી હતી કે ૧૫ મે ૨૦૧૬ પછી મુલુંડમાં ક્યાંય પણ એક નાનો એવો ખાડો ખોદવાની પણ પરવાનગી આપવામાં આવશે નહીં અને જે પણ કામ કરવામાં આવી રહ્યાં છે એ ૩૧ મે ૨૦૧૬ સુધીમાં પૂરાં થઈ જવા જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK