કાલિદાસ રોડ સિમેન્ટનો બનશે, પણ ક્યારે એ કહેવું મુશ્કેલ છે

૨૦૧૫માં મુલુંડ-વેસ્ટમાં આવેલા મહાકવિ કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવા માટેનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હોવા છતાં હજી સુધી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી અને આ કામ ક્યારે શરૂ કરવામાં આવશે એનો પણ પ્રશાસન પાસે કોઈ જવાબ નથી. 


kalidas road

 મહાકવિ કાલિદાસ રોડ.



મહાકવિ કાલિદાસ રોડ નજીક રહેતા નર્મિલ ઠક્કરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કાલિદાસ રોડ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીએ તો ખૂબ જ મહત્વનો છે. એમ. જી. રોડ, દેવીદયાલ રોડ અને પી. કે. રોડ એમ ત્રણે રોડને કનેક્ટિંગ રોડ હોવાથી અન્ય રોડનાં વાહનો આ રોડ પર આવતાં હોય છે. હાલમાં કાલિદાસ રોડ પેવર બ્લૉક્સથી બનેલો છે જે ખૂબ જ અસમથળ હોવાથી ટ્રાફિકની મૂવમેન્ટ સ્મૂધલી થતી નથી. જો રોડ સિમેન્ટનો બની જાય તો ટ્રાફિકની મૂવમેન્ટ સ્મૂધ થઈ જશે અને સાથે ફુટપાથની ગટરનું રિપેરિંગ કામ પણ થઈ જશે અને રાહદારીઓને રોડ પર ચાલવું નહીં પડે. સાથે-સાથે જે લોકો કાલિદાસ રોડ પર ગાડીઓ પાર્ક કરીને ચાલ્યા જાય છે એ પણ બંધ થઈ જશે.’

કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવાનું કામ ક્યાં સુધી પહોંચ્યું એ માટે T વોર્ડની સુધરાઈમાં વારંવાર ધક્કા ખાનારા અરવિંદ મોદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૨૦૧૫ના અંતમાં મહાકવિ કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૬માં પણ જ્યારે રોડનું કામ શરૂ ન થયું ત્યારે અમે ચંદા જાધવ જે એ વખતે T વોર્ડના કમિશનર હતાં તેમને મળવા ગયા હતા. તેમણે કહ્યું હતું કે હા, અમારી પાસે ફન્ડ નથી એટલે કામ નથી શરૂ કરાયું. બાદમાં ફરી બે વાર મળવા ગયા તો એક વાર કહ્યું કે આ મૅટર વરલીના રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના હાથમાં છે તો બીજી વાર કહ્યું કે ઘાટકોપરના રોડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું કામ છે. આમ બદલાતા જવાબ મળતાં અમે ત્યાં જઈને સાચા જવાબ મળશે એવી અપેક્ષા જ છોડી દીધી છે. સામાન્ય રીતે ગ્પ્ઘ્ને નજર સામે રાખી કામ ચાલતું હોય તો એ ૩૧ મે સુધી ચોમાસાને ધ્યાનમાં રાખીને પૂરું કરી દેવાનો કાયદો છે. જો BMC આ વર્ષમાં કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવાનું કામ કરવાની હોત તો અડધું વર્ષ તો નીકળી ગયું છે અને હવે ચોમાસું બેસી જતાં ૩૦ ઑક્ટોબર પછી જ કામ શરૂ કરી શકશે એ પણ કરવાની હશે તો, નહીં તો જોઈએ ૨૦૧૭માં પણ તેમની પાસે પૂરતું ફન્ડ આવે છે કે નહીં આ રોડને ડેવલપ કરવા માટે.’ 

કાલિદાસ રોડના મુદ્દા પર એક અલગ જ પ્રકારનો પ્રકાશ પાડતાં બિરજુ મુન્દ્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુલુંડના લોકોની વ્યથા એ છે કે તેમને જે પ્રશાસન- અધિકારીઓ અને પૉલિટિશ્યનો મળ્યા છે તે સાવ નકામા છે કામ કરવાની બાબતમાં. જો તેઓ કામ કરતા હોત તો શું જોઈતું હતું. જો પૉલિટિશ્યનો કામ કરતા હોત તો લોકોની મદદથી મહાકવિ કાલિદાસ રોડને સિમેન્ટનો ક્યારનો બનાવી ચૂક્યા હોત. અમે મુલુંડના સામાન્ય નાગરિક તરીકે ગ્પ્ઘ્ના ધક્કા ખાઈને થાકી ગયા છીએ તેમને પૂછીને કે એક વર્ષ થવા આવ્યું છતાં કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવાનું કામ ક્યારે શરૂ થશે? અમને તો BMC પાસેથી એક જ જવાબ મળે છે કે અમને પણ નથી ખબર.’

મિડ-ડે LOCALએ T વોર્ડના અધિકારીને પૂછ્યું કે ‘કાલિદાસ રોડને સિમેન્ટનો બનાવવાનું કામ શા માટે શરૂ નથી થયું ત્યારે અધિકારીએ કહ્યું હતું કે મને આ વિષયમાં કોઈ જ જાણકારી નથી. શું નિર્ણય લેવાયો હતો, ક્યારે કામ શરૂ થશે અને જો કામ ક્યાંય અટકેલું છે તો શેને લીધે અટકેલું છે આઇ ડોન્ટ હેવ ઍની આઇડિયા.

ટૂ-વે પણ બનશે?

મહાકવિ કાલિદાસ રોડનું ફક્ત કૉન્ક્રીટાઇઝેશન નથી થવાનું, એને વન-વે રોડથી ટૂ-વે રોડમાં કન્વર્ટ કરવાની વાત પણ ચાલી રહી છે. મુલુંડના ટ્રાફિક-પોલીસ ઇન્સ્પેક્ટર કૈલાશ ચોહાણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ટ્રાફિક-પોલીસ અધિકારી તરીકે મેં જોયું છે કે પીક-અવર્સમાં એમ. જી. રોડ, દેવીદયાલ રોડ અને પી. કે. રોડ આ ત્રણે રોડનો ટ્રાફિક મહાકવિ કાલિદાસ રોડ પર ડાઇવર્ટ થતો હોય છે જેને લીધે આ રોડ પર ગાડીઓની એક પાછળ એક લાઇન લાગી જતી હોય છે. જો આ રોડને ટૂ-વે કરી દેવામાં આવે તો ત્રણે રોડ પરનો ટ્રાફિક આરામથી ડાઇવર્ટ કરીને મુલુંડમાં વધી રહેલી મુખ્ય રોડ પરની ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થઈ શકે એમ છે. અમે મુલુંડના કેટલાક લોકો સાથે મળીને મહાકવિ કાલિદાસ રોડને ટૂ-વે રોડ જાહેર કરવાની અરજી વરલીની RTOમાં ઉપરી અધિકારીઓને કરી છે. અમે એની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK