મુલુંડમાં હેલ્મેટ વગર સ્કૂટર ચલાવનાર ડૉક્ટરે જીવ ખોયો

ડૉ. પ્રકાશ વઝેએ હેલ્મેટ હૅન્ડલ પર લટકાવવાને બદલે માથા પર પહેરી હોત તો તેઓ કદાચ હયાત હોત

accident1

મમતા પડિયા

મહારાષ્ટ્રના ડૉક્ટરોને સ્પોટ્ર્સમ માટે પ્રોત્સાહન આપનાર અને બુદ્ધિબળ વધારવા માટે સૌપ્રથમ મુલુંડમાં સ્પોર્ટ્સ ક્લબ અને અસોસિએશનની સ્થાપના કરનાર ૬૭ વર્ષના ડૉ. પ્રકાશ વઝે માર્ગઅકસ્માતનો ભોગ બનતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પ્રકાશ વઝેએ સ્કૂટરના હૅન્ડલ પર હેલ્મેટ લટકાવવાને બદલે માથા પર પહેરી હોત તો તેઓ અકસ્માતનો ભોગ ન બન્યા હોત એવું સ્થાનિક ટ્રાફિક-પોલીસ અને પોલીસનું કહેવું છે. પ્રકાશ વઝે શનિવારે યોજાનારી રૅપિડ રેટિંગ ટુર્નામેન્ટ માટે શુક્રવારે ટ્રોફી લઈને થાણેથી બજાજ સ્કૂટર પર મુલુંડ પાછા ફરી રહ્યા હતા. બપોરે ૨.૪૦ વાગ્યે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના આનંદનગરના જકાતનાકા પાસે પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા ટેમ્પોએ તેમના સ્કૂટરને ઉડાડ્યું ત્યારે અસમથળ રસ્તાને કારણે સંતુલન ગુમાવતાં તેઓ નીચે પટકાયા અને એ જ ટેમ્પોની નીચે આવી જતાં તેમનું માથું કચડાઈ ગયું અને તેમના કમ્પાઉન્ડર હનુમંત હેગડેના હાથ પરથી ટેમ્પો ફરી વળ્યો હતો. ડૉ. પ્રકાશ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે હનુમંત હેગડે પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. નવઘર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેમ્પો-ડ્રાઇવર નીલકંઠ ચવાણની ધરપકડ કરી છે.

ડૉ. પ્રકાશ વઝેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પ્રકાશ વઝેના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા. શુક્રવારે મોડેથી પ્રકાશ વઝેની અંતિમવિધિ પાર પાડવામાં આવી હતી. લાખો સ્પોર્ટ્સપર્સનના પ્રેરણાસ્ત્રોત બનેલા ડૉ. પ્રકાશ વઝેની વિદાયથી કલા-ક્રીડા જગતમાં શોક ફેલાઈ ગયો છે.

accident

હેલ્મેટ પહેરવી જરૂરી

ટ્રાફિકના નિયમો તર્કવિતર્ક મેળવ્યા બાદ જ ઘડવામાં આવે છે એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર માધવ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેલ્મેટ માત્ર ટ્રાફિક-પોલીસને દેખાડવા માટે જ નહીં, ઉપયોગ કરવા માટે હોય છે. આ એક ભૂલને કારણે આનંદનગર જકાતનાકા નજીક થયેલા માર્ગઅકસ્માતમાં એક મૂલ્યવાન વ્યક્તિત્વ ગુમાયું છે. અકસ્માતમાં પ્રકાશ વઝે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પામેલા હનુમંત હેગડેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. એ અનુસાર ટેમ્પોએ તેમના સ્કૂટરને ઉડાડ્યું હતું અને એ જ ટેમ્પો તેમના પર ફરી વળ્યો હતો.’

ઘટનાસ્થળે હવે બોર્ડ લાગશે

વિક્રોલી ટ્રાફિક-પોલીસ કાયગુડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભવિષ્યમાં આવો ખતરનાક બનાવ ન બને એ માટે ઘટનાસ્થïળે ઍક્સિડન્ટ-પોઇન્ટ લખેલું બોર્ડ મૂકવામાં આવશે. બોર્ડ બેસાડવાનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.’

prakash

ડૉ. વઝે સ્પોર્ટ્સપર્સન હતા

ડૉક્ટરો માત્ર પેશન્ટની સારવાર જ નહીં, સ્પોર્ટ્સમાં પણ સારું પ્રદર્શન કરી શકે એ બાબત પ્રકાશ વઝેએ પુરવાર કરી છે એમ જણાવતાં ડૉ. વઝે સાથે અભ્યાસ કરતા અને તેમની સાથે કારર્કિદી શરૂ કરતા એક ડૉક્ટરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશ ડૉક્ટર ન હોત તો ભારતના ટોચના ક્રિકેટરોમાં તેમનું નામ હોત. યુવાનીના સમયથી સ્વભાવના તેઓ ખૂબ શાંત અને સિદ્ધાંતવાદી હતા. તેઓ નિવૃત્તિ બાદ ફુલફ્લેજ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં રચ્યાપચ્યા રહેતા હતા. રણજી ટ્રોફીમાં અમ્પાયરની ભૂમિકા ભજવતાં અને ટેલિવિઝનની ટેસ્ટ-મૅચ સુધી તેઓ પહોંચી ગયા હતા તેમ જ નિ:શુલ્ક અમ્પાયર કોચિંગ કૅમ્પ લેતા હતા. ઇનડોર ગેમ્સ અને ક્રિકેટનો તેમને ભારે શોખ હતો. પરિવારમાં પત્ની છે અને એક દીકરી ૧૦ વર્ષ પહેલાં અવસાન પામી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK