પોલીસ-કેસ હેઠળ નોંધાયેલાં વાહનો કરે છે રોડ પર ટ્રાફિક જૅમ

પોલીસે જપ્ત કરેલાં વાહનોને લીધે થતો ટ્રાફિક જૅમ.


પોલીસે જપ્ત કરેલાં વાહનોને લીધે થતો ટ્રાફિક જામ


traffic


કાજલ ગોહિલ-વિલ્બન

મુલુંડ-વેસ્ટમાં NS રોડ પર આવેલા પોલીસ-સ્ટેશનને લીધે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે. એક તરફ પોલીસ-ઑફિસરોની પર્સનલ બાઇક-કારો, DCP-ACPની ગાડીઓ, પોલીસ-જીપ, બીટ-ઑફિસરની વૅન, બાઇક્સ બધું તો પોલીસ-સ્ટેશન પાસે પાર્ક થતું હોય છે; પરંતુ પોલીસ-કેસમાં પકડાયેલાં વાહનો, બેનામી વાહનો પણ અહીં જ પાર્ક થતાં હોવાથી NS રોડ પર કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે.

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર-ઇન્સ્પેક્ટર રાજારામ વ્હનમાનેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશન નજીક હોવાથી લોકોને સુરક્ષિત હોવાની ભાવના તો મનમાં રહે જ છે, પરંતુ રાત-બેરાત ત્રાસ પણ ભોગવવો પડતો હોય છે. અમારાં વાહનો પાર્ક કરવા અમને કોઈ જગ્યા તો ફાળવવામાં આવી નથી એટલે અમે પોલીસ-સ્ટેશનની બહાર રોડ પર જ પાર્ક કરતાં હોઈએ છીએ અને જે બેનામી અને પોલીસ-કેસમાં પકડાયેલાં વાહનો પણ અમારી દેખરેખમાં પોલીસ-સ્ટેશનની સામે આવેલા બિલ્ડિંગમાં પાર્ક કરવામાં આવે છે.’

પોલીસ-સ્ટેશનની સામે આવેલું પિતૃવંદના બિલ્ડિંગ જે પૂરી રીતે ખાલી છે અને ગમે ત્યારે ઢળી પડે એમ છે ત્યાં પોલીસ-કેસમાં રજિસ્ટર કરવામાં આવેલાં વાહનો રાખવામાં આવ્યાં છે. આ વાહનો ઘણા સમયથી અહીં ભંગારની જેમ જ પડેલાં છે તો એનો કોઈ યોગ્ય નિકાલ લાવી શકાય એમ છે કે નહીં એના વિશે જણાવતાં રાજારામ વ્હનમાનેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વાહનો માટેનું જે ડમ્પિંગ યાર્ડ છે ત્યાં આ ગાડીઓ લઈ જવા માટેની અમે અરજી કરી હતી એ મંજૂર તો થઈ ગઈ છે, પરંતુ હાલમાં ડમ્પિંગ યાર્ડમાં પણ આ વાહનો પાર્ક કરવા જગ્યા ન હોવાથી એ કામ ઘણા સમયથી અટકેલું પડ્યું છે. પહેલાં ડમ્પિંગ યાર્ડનાં વાહનો  ભંગારમાં જશે અને ત્યાં જગ્યા થશે તો જ આ વાહનો અહીંથી હટાવવામાં આવશે.’

પિતૃવંદના બિલ્ડિંગમાં પાર્ક કરેલાં વાહનોએ ઘણોખરો રોડનો ભાગ કવર કરી લીધો છે. ઉપરાંત પોલીસ-સ્ટેશનની સમાંતર લાઇનમાં રોડની એન્ડમાં આવી જ એક પોલીસ-કેસમાં રજિસ્ટર થયેલી બ્લૅક કલરની કાર પાર્ક કરવામાં આવી છે જેના લીધે શહીદ મંગલ પાંડે રોડ પરથી કોઈ વાહન આવીને NS રોડ પર ટર્ન લેવા માગતું હોય તો એને રોડની વચ્ચે આવીને ટર્ન લેવું પડતું હોવાથી પણ NS રોડ પર ટ્રાફિક જૅમ થઈ જાય છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK