હજી ત્રણ મહિના ભાંડુપમાં ટ્રાફિકની સમસ્યા રહેશે

ભાંડુપ-વેસ્ટના સોનાપુર પાસે ચાલી રહેલા નાળાના રિનોવેશનમાં અનેક બાધાઓ આવતી હોવાથી આ કામ પૂર્ણ થતાં હજી ઓછામાં ઓછા ત્રણ મહિના થશે એવો નિર્દેશ આ કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરના સાઇટ સુપરવાઇઝરે આપ્યો હતો. આથી આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોએ હજી માર્ચ મહિનાના અંત સુધી ટ્રાફિક જૅમની સમસ્યા સહન કરવી પડશે.


રોહિત પરીખ


નાળાનું રિપેરિંગ શરૂ થતાં આ વિસ્તારમાં અને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર સુધરાઈ દ્વારા ઑક્ટોબર પછી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલા સોનાપુરની મસ્જિદ અને સૃષ્ટિ સ્ક્વેર બિલ્ડિંગની બહાર નાળાનું રિપેરિંગ શરૂ કર્યું છે, જેને પરિણામે ૨૪ કલાક ટ્રાફિક જૅમ રહેવાની ફરિયાદો મળી રહી છે. લોકો કહે છે કે આવા રાજમાગોર્ પર કામમાં સ્પીડ રાખવી જોઈએ, જેથી લોકોને અસુવિધા ઓછી થાય.

આ બાબતને સમજાવતાં સાઇટ સુપરવાઇઝરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ નાળાનો અમુક ભાગ ખૂબ જ ડેન્જરસ છે. એને તોડવામાં આવે તો કદાચ રસ્તા પર મોટો ખાડો પડવાની શક્યતા કૉન્ટ્રૅક્ટરને દેખાઈ રહી હોવાથી કામ સંભાળીને કરવું પડે એમ છે. એ સિવાય આ નાળામાંથી ઇલેક્ટિÿક, ગૅસ જેવી અનેક કેબલોની લાઇન જઈ રહી છે. આ લાઇનો એની એજન્સીઓ તરફથી બંધ કરવામાં ન આવે ત્યાં સુધી એ જગ્યા પર કામ કરવું મુશ્કેલીભર્યું છે.’

તેમને નડતી અન્ય મુસીબતોની વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘અમે નાળામાં સિમેન્ટની વૉલ બનાવવાનું શરૂ કર્યું, પણ એના અમુક ભાગમાંથી વિવિધ એજન્સીઓના કેબલો પસાર થતા હોવાથી અમારે એટલો ભાગ છોડીને વૉલ બનાવવી પડી. અમે અહીં કામ કરી શકતા નથી, લેબરનો ઉપયોગ કરવો પડે છે. આવી તો અનેક બાધાઓ અમને આ કામમાં આવી રહી છે જેને લીધે કામમાં વિલંબ થઈ રહ્યો છે. આમ છતાં અમે આ કામ માર્ચ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાની પૂરતી કોશિશમાં છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK