સુધરાઈની હૉસ્પિટલ પાસેની ફુટપાથ પર જ ગટરનાં ઢાંકણાં તૂટેલાં

મુલુંડ-વેસ્ટમાં ડૉ. RP રોડ પર આવેલી સુધરાઈની MT અગ્રવાલ હૉસ્પિટલ પાસેની ફુટપાથની ગટરનાં બધાં જ ઢાંકણાંઓ છેલ્લા ઘણા મહિનાઓથી ગાયબ છે તેમ જ તૂટેલી હાલતમાં છે. એને કારણે ખુલ્લી ગટરોમાં પડી જવાના ભયથી રાહદારીઓ તેમ જ દરદીઓ ફુટપાથનો ઉપયોગ કરતા નથી અને તેમને રસ્તા પરથી ચાલવું પડે છે.

hospital


અંકિતા સરીપડિયા


આ બાબતે મુલુંડની રહેવાસી કિંજલ સોનિગ્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા અનેક મહિનાઓથી હૉસ્પિટલ પાસેની ફુટપાથની ગટરનાં બધાં જ ઢાંકણાંઓ તૂટેલી હાલતમાં છે તો અમુક ગટરનાં તો ઢાંકણાં જ ગાયબ છે. આમ એક જ ફુટપાથ પર લાઇનમાં રહેલી ખુલ્લી ગટરોને કારણે રાહદારીઓને ફૂટપાથ પરથી ચાલતા સમયે ગટરમાં પડી જવાનો ભય રહે છે છતાં જીવના જોખમે ત્યાંથી ચાલે છે અથવા રસ્તા પરથી ચાલે છે. આ બાબતે સુધરાઈને જાણ હોવા છતાં ગટરનાં ઢાંકણાંઓ રિપ્લેસ કરવામાં આવતાં નથી કે ખુલ્લી જોખમી ગટરો ઢાંકવામાં આવતી નથી. ફુટપાથની પાસે જ સુધરાઈની હૉસ્પિટલ હોવાને કારણે દરદીઓની સંખ્યા પણ વધુ રહે છે અને દરદીઓને પણ ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી થાય છે. ખુલ્લી ગટરોને કારણે અનેક નાના અકસ્માતો થયા છે અને અનેક નાગરિકો જખમી પણ થયા છે. એથી સુધરાઈએ આ બાબતે જલદી જ યોગ્ય પગલાં લેવાં જોઈએ જેથી ગંભીર ઘટના બનતી અટકાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK