હરિઓમનગરમાં સુધરાઈના મેદાનની બહાર કચરાનો ઢગલો

મુલુંડ-વેસ્ટમાં આવેલા હરિઓમનગર વિસ્તારમાં સુધરાઈનું મેદાન આવેલું છે. ત્યાં ઘણા યુવાનો રમવા માટે આવે છે.

dump



આ મેદાનની બહાર અને હરિઓમનગરના એન્ટ્રસમાં પડેલા કચરાના ઢગલાને કારણે ત્યાંથી પસાર થતા લોકોએ દુર્ગંધ સહન કરવી પડે છે. ઉપરાંત અહીં પડેલા કચરાના ઢગલાને પગલે બીજા લોકો પણ અહીં કચરો નાખી જાય છે. હરિઓમનગરની બાજુમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ આવેલું છે. એમ છતાં અહીં કચરાના ઢગલા પડેલા છે. એને કારણે અહીં પણ ડમ્પિંગ ગ્રાઉન્ડ બની રહ્યું હોય એવું લાગે છે એવું જણાવતાં હરિઓમનગરનાં રહેવાસી ઉષા સોલંકીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હરિઓમનગરનો વિસ્તાર ખૂબ જ ક્લીન હોય છે.

સુધરાઈએ શા માટે અહીં કચરાનો ઢગલો કર્યો છે એ સમજાતું નથી. અહીં પડેલા કચરાના ઢગલાને કારણે કચરાપેટી બની ગઈ હોય એવું લાગે છે. એમાં પણ આ ઢગલો હરિઓમનગરના એન્ટ્રસમાં હોવાથી આવતા-જતા લોકોએ દુર્ગંધ સહન કરવી પડે છે. સુધરાઈએ જલદી આ કચરો ઉપાડવો જોઈએ જેથી નાગરિકોને સમસ્યા થાય નહીં અને આ વિસ્તાર ક્લીન રહે. જો વરસાદ આવી જશે તો બાજુમાં આવેલા નાળાને કારણે ગંદું પાણી ઊભરાય એવી શક્યતા છે. એને પગલે પૂરો વિસ્તાર ગંદો થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK