ભાંડુપમાં સ્કાયવૉક નીચેની નડતરરૂપ સીડી અને બૅરિકેડ્સ ક્યારે હટશે?

ભીડના સમયે રાહદારીઓ અને મોટરિસ્ટોને પરેશાની


bhandup


અંકિતા સરીપડિયા

ભાંડુપ-વેસ્ટમાં સ્ટેશન-રોડ પરના સ્કાયવૉકની નીચે સુધરાઈએ અમુક મહિનાઓ પહેલાં રસ્તાનું કામ શરૂ કર્યું હતું એ વખતે ડિવાઇડર પાસે સીડી અને બૅરિકેડ્સ મૂકી દીધાં હતાં, જે હજી સુધી હટાવવામાં આવ્યાં નથી. એને પગલે ત્યાંથી જતા રાહદારીઓ સિવાય બસ જેવાં મોટાં વાહનો, રિક્ષાઓ, પ્રાઇવેટ વાહનચાલકોને વાહન લાવવા-લઈ જવામાં તકલીફ થઈ રહી છે. ઘણી વાર તો ભીડના સમયે વાહનોની સીડી અને બૅરિકેડ્સ સાથે અથડામણ થતાં વાહનો ડૅમેજ પણ થાય છે. એમ છતાં અનેક દિવસોથી પડેલાં બૅરિકેડ્સ અને સીડી સુધરાઈ દ્વારા ઉપાડાયાં નથી. આ વિશે ભાંડુપના કિશન દરજીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી સુધરાઈએ સ્ટેશન-રોડ પર ડિવાઇડર પાસે સીડી અને બૅરિકેડ્સ મૂકી દીધાં છે એને કારણે પ્રવાસીઓ અને રાહદારીઓને ચાલવામાં તેમ જ રસ્તો ક્રૉસ કરવામાં મુશ્કેલી પડે છે.

એમાંય પીક-અવર્સ  દરમ્યાન વાહનો ટકરાય છે અને ડૅમેજ થાય છે તથા નાગરિકોને એ વાગી જાય છે. સવાર અને સાંજના સમયે અહીં ચાલવાની જગ્યા રહેતી નથી ત્યારે નડતરરૂપ બનેલાં બૅરિકેડ્સ અને સીડી સમસ્યામાં વધારો કરે છે. એક બાજુ ફેરિયાઓ, એક બાજુ વાહનોનું ગેરકાયદે પાર્કિંગ, લોકોની ભીડ અને અધૂરામાં પૂરું આ વણજોઈતાં બૅરિકેડ્સ અને સીડી છે એટલું જ નહીં, ભાંડુપના સ્ટેશન-રોડ પર બનાવવામાં આવેલા સ્કાયવૉકનો રાહદારીઓ ઉપયોગ કરતા નથી, પરંતુ સ્કાયવૉકના પિલર પર જાહેરાત માટેનાં સ્ટિકરો લગાવવાની મનાઈ હોવા છતાં અઢળક જાહેરાતો લગાવવામાં આવી છે અને સ્કાયવૉકની દશા બદલી નાખી છે. એમ છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK