LBS માર્ગ પરનું કિલર સ્પીડબ્રેકર હટાવવાની જોરદાર માગણી

હાઈ ર્કોટના ચુકાદા પ્રમાણે મુખ્ય કોઈ પણ રસ્તાઓ પર સ્કૂલ અથવા ધાર્મિક સ્કૂલો સિવાય ક્યાંય પણ સ્પીડબ્રેકર હોવા જોઈએ નહીં તેમ છતાં સુધરાઈએ મુલુંડ-વેસ્ટમાં LBS માર્ગ પર ઘ્ફ્ઞ્ પેટ્રોલ-પમ્પ પાસે બનાવેલું બિનજરૂરી સ્પીડબ્રેકર અનેક લોકોનો ભોગ લઈ રહ્યું છે.


અંકિતા સરીપડિયા

 સ્પીડબ્રેકરને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાતા હોવા છતાં સુધરાઈએ કયા આધાર પર અહીં સ્પીડબ્રેકર બનાવ્યું છે? શું આમાં સ્થાનિક રાજકારણીઓનો કોઈ હાથ છે? LBS માર્ગ પર ઘ્ફ્ઞ્ પેટ્રોલ-પમ્પ પાસે બનાવવામાં આવેલા સ્પીડબ્રેકરને કારણે જઈ રહેલા એક યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું એથી હવે સ્થાનિક રહેવાસીઓએ આ બિનજરૂરી સ્પીડબ્રેકરને હટાવવાની જોરદાર માગણી કરી છે. એ સિવાય થોડાક સમય પહેલાં રસ્તો ક્રૉસ કરતી વખતે એક મહિલા રાહદારીનો અકસ્માત થતાં તે મૃત્યુ પામી હતી. એને પગલે સ્લમ વિસ્તારના રહેવાસીઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું અને આ આંદોલન બાદ સુધરાઈએ અહીં ઝીબ્રા ક્રૉસિંગ, સાઇનર્બોડ અને સિગ્નલ વગરનું આ થૂંકપટ્ટીવાળું સ્પીડબ્રેકર બનાવી દીધું હોવાનો સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો. વધુ પડતી હાઇટવાળું સ્પીડબ્રેકર બનાવવામાં આવતાં વાહન ઊછળવાને કારણે વાહનચાલકોને સમસ્યા થાય છે અને અકસ્માત સર્જાય છે.

આ સ્પીડબ્રેકરને કારણે ૨૦ દિવસ પહેલાં થયેલા અકસ્માતનો ભોગ બનેલા મુલુંડના મહેશ ગોરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સ્પીડબ્રેકર બનાવ્યાના બીજા દિવસે હું ટૂ-વ્હીલર પર જઈ રહ્યો હતો એ સમયે વધુ પડતી ઊંચાઈવાળા સ્પીડ બ્રેકરને કારણે મારી મોટરબાઇક ઊછળતાં હું પડી ગયો હતો અને મારા બન્ને પગના ઘૂંટણમાં તેમ જ જાંઘમાં ઈજા થઈ છે, જેની પીડા આજે પણ સતાવે છે અને બરાબર ચાલી શકાતું નથી. એ સિવાય બેસ્ટની બસ અને ટ્રક જેવાં ભારે વાહનોને પણ પસાર થવામાં પ્રૉબ્લેમ થાય છે. એથી પેવર બ્લૉક્સ અને સિમેન્ટનું બનાવવામાં આવેલું સ્પીડબ્રેકર બને એટલું જલદી અહીંથી હટી જાય એવી અમારી સ્થાનિકોની માગણી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK