ઈસ્ટ-વેસ્ટને જોડતા બ્રિજની દુર્ઘટના માટે કોણ જવાબદાર - રેલવે કે સુધરાઈ?

રાજકારણીઓએ સેન્ટ્રલ લાઇનનાં અન્ય સ્ટેશનોના બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવા માટેની તેમ જ મુલુંડમાં સમારકામ બાદ ફરી શરૂ થયેલા બ્રિજના રિપોર્ટની માગણી કરી

mulund


અંકિતા સરીપડિયા

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટને કનેક્ટ કરતા ફુટઓવર બ્રિજનો અમુક ભાગ નબળો પડતાં ગુરુવારે રાતે ૯.૩૦ વાગ્યે તૂટી પડ્યો હતો, જેનું રાતોરાત રેલવે દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું અને શનિવારે બ્રિજ પબ્લિક માટે ખુલ્લો મુકાયો હતો. રેલવે અને સુધરાઈએ જણાવ્યા પ્રમાણે આ બ્રિજને રેલવે દ્વારા મેઇન્ટેઇન કરવામાં આવે છે અને આ બ્રિજને લગતો ખર્ચ સુધરાઈ દ્વારા કરવામાં આવે છે.

રેલવેએ વર્ષો જૂના આ બ્રિજનું રેગ્યુલર સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યું ન હોવાથી બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટના બની હોવાનું નગરસેવક મનોજ કોટકે મિડ-ડે LOCALને જણાવ્યું હતું. સંસદસભ્ય કિરીટ સોમૈયાએ બ્રિજની દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની અને તાબડતોબ અન્ય રેલવે-સ્ટેશનોના બ્રિજનો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ કરાવવાની તેમ જ મુલુંડના બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજના સમારકામના રિપોર્ટની માગણી પણ રેલવેને કરી હતી. ઈસ્ટ અને વેસ્ટનો જોડતો વર્ષો જૂનો આ બ્રિજ રેલવેના બ્રિજથી પણ કનેક્ટેડ છે અને આ બ્રિજ પર ટિકિટ-બુકિંગ ઑફિસ પણ આવેલી છે. એથી દિવસના હજારો લોકો આ બ્રિજ પરથી પસાર થાય છે. રેલવેએ ૨૦૧૨-૧૩માં ફક્ત બ્રિજના દાદરાનું કામ કરાવ્યું હતું. આ બ્રિજ વિશે નગરસેવક મનોજ કોટકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૧૯૭૩માં બનેલા બ્રિજનો ખર્ચ સુધરાઈ દ્વારા કરવામાં આવે છે અને રેલવે દ્વારા આ બ્રિજને મેઇન્ટેઇન કરવામાં આવે છે,દુર્ઘટના માટે કોણ જવાબદાર?

પરંતુ રેલવે દ્વારા બ્રિજનું રેગ્યુલર સ્ટ્રક્ચરલ ઑડિટ ન થયું હોવાને કારણે બ્રિજનો અમુક ભાગ તૂટી ગયો હતો. સમયસર બ્રિજને ખાલી કરાવતાં નસીબજોગે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. રેલવે દ્વારા જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ સબમિટ કરવામાં આવતા એ પણ બોગસ (ખોટા) છે.’આ બાબતે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ‘સંસદસભ્ય કિરીટ સોમૈયાએ બ્રિજ તૂટી પડવાનું કારણ શું છે એની તપાસની માગણી કરી છે અને દોષી અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી છે. એ સિવાય મુલુંડમાં બ્રિજ-દુર્ઘટનામાં જે ભાગ તૂટી પડ્યો એના કરેલા સમારકામના રિપોર્ટની માગણી પણ કરી છે. ઉપરાંત સેન્ટ્રલ રેલવેના દરેક બ્રિજનો સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ માગ્યો છે.’આ વિશે મુલુંડના સ્ટેશન-માસ્ટર એમ. ડૅનિયલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈ દ્વારા ઇન્સ્પેક્શન રિપોર્ટ બાબતે રેલવેના એન્જિનિયરોને જાણ કરવામાં આવે છે. અમને એ બાબતે કોઈ જાણ કરવામાં આવતી નથી અને રિપોર્ટ અમને આપતા નથી. એથી ક્યારે શું કામ થયું છે અને એની મને કોઈ જાણ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK