SL રોડની ફૂટપાથની ખુલ્લી ગટરમાં પડી જવાથી એક જણ જખમી

મુલુંડ-વેસ્ટમાં ડૉ. RP રોડ અને સરોજિની નાયડુ રોડને કનેક્ટ કરતા SL રોડની બન્ને બાજુની ફૂટપાથનું સમારકામ દસ દિવસ પહેલાં સુધરાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

ફૂટપાથના સમારકામ દરમ્યાન ચારથી પાંચ ફૂટ જેટલી ઊંડી ગટર પર ઢાંકણું બેસાડવામાં આવ્યું ન હોવાથી તેમ જ ત્યાં કોઈ પણ પ્રકારના બૅરિકેડ્સ કે ડેન્જરની સાઇન દર્શાવતાં ર્બોડ પણ લગાડવામાં ન આવતાં ફક્ત હલકા વજનનું પ્લાયવુડ મૂકી દેવામાં આવ્યું હતું. એને પગલે ગુરુવારે ૨૭ નવેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ ફૂટપાથ પરથી પસાર થઈ રહેલો ૪૮ વર્ષનો વિજય ભાલેરાવ ગટરમાં પડી ગયો હતો અને ગંભીર રીતે જખમી થયો હતો. આ ઘટનામાં વિજયને માથામાં તેમ જ આંખમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. SL રોડની બન્ને બાજુની ફૂટપાથોનું દોઢ વર્ષ પહેલાં જ સમારકામ કરવામાં આવ્યું હતું અને હાલમાં ફૂટપાથ એકદમ સારી કન્ડિશનમાં હોવા છતાં સુધરાઈ અને નગરસેવિકા પોતાનાં કાર્યો દર્શાવવા એક જ ફૂટપાથને વારંવાર તોડી એનું સમારકામ કરાવતાં હોવાનો સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં સ્થાનિક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘દોઢથી પોણા બે વર્ષના સમયગાળામાં એક જ અને એ પણ સારી પરિસ્થિતિવાળી ફૂટપાથને તોડીને વારંવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તૂટેલી અને ખરાબ ફૂટપાથોની હાલત હજી એમ જ છે. આમ સુધરાઈ દ્વારા ગમેતેમ ફંડ વેડફવામાં આવી રહ્યું છે. આને પગલે અમને રહેવાસીઓને અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. સમારકામ શરૂ કરી મહિનાઓ સુધી ખોદકામ કરી મૂકવું, ખોદકામ કરી કોઈ પ્રકારનાં સેફ્ટી પગલાં કે સાઇન ર્બોડ ન મૂકવાં જેવી અનેક બેદરકારીઓ સુધરાઈ દ્વારા દાખવવામાં આવી રહી છે; જેનો ભોગ સ્થાનિક રહેવાસીઓ, સ્થાનિક દુકાનદારો અથવા રાહદારીઓને બનવું પડે છે. આવી જ એક ઘટના ગુરુવારે સાંજે વિક્રોલીમાં રહેતા અને મુલુંડ ર્કોટમાં કામ કરતા વિજય સાથે બની હતી. વિજય ફૂટપાથ પરથી પસાર થઈ રહ્યો હતો એ સમયે અંધારાને કારણે અચાનક તેનો પગ ખુલ્લી ગટર પર મૂકેલા પ્લાયવુડ પર પડતાં તે પ્લાયવુડ સાથે ગટરમાં પડી ગયો હતો અને માથા તેમ જ આંખમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બાદ લોહીલુહાણ થઈ ગયેલા વિજયને તરત જ સુધરાઈની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આટલી મોટી ઘટના બાદ પણ હજી સુધી કૉન્ટ્રૅક્ટર દ્વારા ગટરની આજુબાજુ ડેન્જરની સાઇન દર્શાવતાં ર્બોડ કે બૅરિકેડ્સ બેસાડવામાં આવ્યાં નથી.’

આ વિશે સ્થાનિક નગરસેવિકા ભાવના જોબનપુત્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફૂટપાથો ડૅમેજ થઈ ગઈ હોવાને કારણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે અને ૧૫ દિવસમાં કામ પૂરું થાય એવી શક્યતા છે. ખુલ્લી ગટરની આજુબાજુ કૉન્ટ્રૅક્ટરે બૅરિકેડિંગ કર્યું ન હોવાને કારણે એક માણસ જખ્ામી થયો હોવાનો મને મેસેજ મળ્યો હતો અને ઘટના બની એના બીજા દિવસે જ મેં સેન્ટ્રલ એજન્સીમાં કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પોલીસ-ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું. કામ પૂરું થતાં આ ઘટના માટે જવાબદાર કૉન્ટ્રૅક્ટરને દંડ પણ ફટકારવામાં આવશે.’

ઘૂંટણની ઢાંકણીના ત્રણ ટુકડા અને ત્રણ મહિનાનો બેડ-રેસ્ટ

આ પહેલાં ઑગસ્ટ ૨૦૧૩માં SL રોડ અને ય્ણ્ગ્ રોડના જંક્શન પર અસમતળ ગટરના ઢાંકણા પરથી પસાર થતી વખતે પગ સ્લિપ થઈ જતાં મુલુંડના ૩૮ વર્ષના પ્રશાંત શાહના પગમાં ગંભીર રીતે ઈજા થતાં તેની ઘૂંટણની ઢાંકણીના ત્રણ ટુકડા થઈ ગયા હતા. એને કારણે તેને ઑપરેશન કરાવવું પડ્યું હતું અને ત્રણ મહિનાનો બેડ-રેસ્ટ કરવો પડ્યો હતો. એમ છતાં સુધરાઈ કે નગરસેવિકા દ્વારા SL રોડની નાની પરંતુ ગંભીર સમસ્યાઓ બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK