ફેરિયાઓની સાન ઠેકાણે

સુધરાઈનું કામ હોવા છતાં એણે દાદ ન દેતાં સુધરાઈને પોતાના આ કામમાં પણ ઝીરો માક્ર્સ મળ્યા



feriya



અંકિતા સરીપડિયા


મુલુંડ-વેસ્ટમાં સ્ટેશનની નજીક આવેલા ય્ય્વ્ રોડ અને લ્ન્ રોડ પર વર્ષોથી ફેરિયાઓની રામાયણ ચાલી રહી હતી. આ રોડ પર ફેરિયાઓ ફુટપાથ, રસ્તા અને એની આગળ હજી એક એમ ત્રણ-ત્રણ લાઇનમાં બેસતા હતા. એને કારણે વાહનચાલકો, રાહદારીઓને અનેક સમસ્યા થઈ રહી હતી તેમ જ ચાલવા માટેની જગ્યા પણ રહેતી નહોતી, પરંતુ છેલ્લા ૧૦-૧૫ દિવસથી મુંબઈ હૉકર્સ યુનિયન-મુલુંડે મુલુંડ પોલીસ સાથે મળી ફેરિયાઓ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ ફેરિયાઓ આખરે ડિસિપ્લિનમાં આવ્યા છે, જેને પગલે દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓમાં ઘણી રાહત જોવા મળી રહી છે.

રસ્તા પર ત્રણ લાઇનમાં બેસતા ફેરિયાઓને કારણે સવારથી રાત સુધી અવાજનું પ્રદૂષણ રહેતું હતું. ફેરિયાઓ વિરુદ્ધ સ્થાનિક લોકોએ સુધરાઈમાં અનેક ફરિયાદો કરી હતી, પરંતુ સુધરાઈના પેટનું પાણી હજી પણ હલ્યું નથી. છેલ્લે હૉકર્સ યુનિયને કરેલી કાર્યવાહીને પગલે અસર દેખાતાં સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ સુધરાઈને એના પોતાના કામ માટે ઝીરો માક્ર્સ જ આપ્યા હતા.

ફેરિયાઓ પર કરેલી કાર્યવાહી વિશે મુંબઈ હૉકર્સ યુનિયન-મુલુંડના સેક્રેટરી હિરામણ સંસારેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કપડાંવાળા હૉકર્સ ઉપર સુધી કપડાં ડિસ્પ્લે કરતા હતા તેમ જ ભાજીવાળા, કપડાંવાળા ને કટલરીવાળા ફેરિયાઓના ફુટપાથ પર મૂકેલા સામાનને કારણે પાછળના ભાગના દુકાનદારોને અનેક પ્રૉબ્લેમ્સ થતા હતા અને તેમના ધંધા પર અસર થતી હતી. એ સિવાય લૂંટફાટ, ચેઇન-સ્નૅચિંગ, મહિલાઓની છેડતી જેવા ક્રાઇમ પણ વધે છે.

એને કારણે દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓ ફેરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરતા હતા. ગેરકાયદે ફેરિયાઓ વિરુદ્ધ સુધરાઈ કાર્યવાહી કરશે એવા ભરોસે અમે હતા, પરંતુ વર્ષોની લોકોની સમસ્યા પર સુધરાઈએ ધ્યાન ન આપતાં આખરે અમે મુલુંડ પોલીસની મદદથી શરૂઆત કરી હતી. કાર્યવાહી દરમ્યાન અમે ફેરિયાઓને ત્રણ-ત્રણ લાઇનમાં ન બેસવા સમજાવ્યા હતા તેમ જ તેમને કારણે દુકાનદારો, સ્થાનિક રહેવાસી કે સિનિયર સિટિઝનોને પણ સમસ્યા ન થવી જોઈએ એ વિશે સમજણ આપી હતી અને એમાંય જે માનતા નહોતા તેમને ડરાવી-ધમકાવીને હટાવ્યા હતા. દુકાનદારોને ïપણ તેમના ધંધા માટે રસ્તો આપવો જોઈએ, વધુ ઊંચાઈ સુધી કપડાં ડિસ્પ્લે ન કરવાં જેથી દુકાનદારોને હેરાનગતિ ન થાય. એ બાબતે ધ્યાન રાખવું આપણી ફરજ છે. એથી ફેરિયાઓ શિસ્તથી એક લાઇનમાં બેસી રહ્યા છે.’

કાર્યવાહી બાદ સ્થાનિક લોકોને થયેલી રાહત વિશે તેમણે ઉમેર્યું હતું કે ‘ફેરિયાઓની ડિસિપ્લિનને કારણે હાલમાં રોડ ક્લિયર થતાં રાહદારીઓ અને દુકાનદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી અને તેમનામાં જોવા મળેલી રાહતને કારણે અમે આ ડિસિપ્લિન કાયમ રહે એવી કોશિશ કરી રહ્યા છીએ, જેથી ક્રાઇમના બનાવો પર પણ કાબૂ મેળવી શકાશે. આ કાર્યવાહીના મિશનમાં સુધરાઈએ અમને કોઈ જ પ્રકારની મદદ કરી નથી, જ્યારે મુલુંડ પોલીસના અધિકારીઓ અને મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વ્હાનમાનેએ ખૂબ જ સારો સાથ-સહકાર આપી મદદ કરી છે અને એથી અમે તેમના આભારી છીએ. ફેરિયાઓ ડિસિપ્લિનમાં છે કે નહીં એની તપાસ કરવા માટે હાલમાં તેઓ દિવસમાં એક રાઉન્ડ પણ મારે છે. એ સિવાય બીટ-માર્શલો પણ વાયરલેસ સાથે કાર્યરત હોય છે.

આને કારણે વાહનો પણ હવે સરળતાથી અવરજવર કરી શકે છે.’ આ વિશે સ્થાનિક દુકાનદાર કિશોર જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા ૧૦-૧૨ દિવસથી ફેરિયાઓની સમસ્યાથી અમને ઘણી રાહત મળી છે. ફેરિયાઓ ફુટપાથ અને રસ્તો રોકીને બેસતા હોવાથી અમારી દુકાનો ઢંકાઈ જાય છે અને અમારા ધંધા પર માઠી અસર થતી હતી તેમ જ રાહદારીઓ અને ગ્રાહકો ફુટપાથનો ઉપયોગ પણ કરી શકતા નહોતા. પરંતુ હવે ફેરિયાઓ એક લાઇનમાં બેસતા હોવાથી અને અમુક ફેરિયાઓને હટાવવામાં આવતાં તેમની ભીડ તો ઓછી થઈ છે સાથોસાથ ધ્વનિ-પ્રદૂષણ પણ ઘણું ઓછું થયું છે. સુધરાઈ જે કામ કરવામાં નિષ્ફળ રહી છે એ હૉકર્સ યુનિયનના સભ્યોએ જ કરી બતાવ્યું. આશા છે કે આ પરિસ્થિતિ કાયમ રહેશે, જેથી અમારી સાથે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવા માટે માર્ગ મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK