કોઈ તો MTNLના મહિનાઓથી તૂટીને પડેલાં આ ઢાંકણાંઓને રિપેર કરાવો

મુલુંડમાં JN રોડ પર અપના બઝારની બાજુમાં આવેલા રોડ પર જ્યાંથી ઈસ્ટ-વેસ્ટને કનેક્ટેડ બ્રિજ આવેલો છે ત્યાં અનેક મહિનાઓથી MTNLના ઢાંકણાં તૂટેલી હાલતમાં છે.



આ બાબતે સ્થાનિકોએ અનેક વાર અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં અને મિડ-ડે LOCALમાં અહેવાલ પણ પ્રકાશિત થયો હોવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને દિવસે-દિવસે આ ઢાંકણાંઓની હાલત ખરાબ થઈ રહી છે. આ વિશે સ્થાનિક રહેવાસી યોગેશ ફુરિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કેટલાય મહિનાઓથી રસ્તાની વચ્ચોવચ રહેલા આ MTNLના ઢાંકણાં તૂટેલી હાલતમાં છે.

પહેલાં તો ઢાંકણાં અંદરની તરફ દબાયેલાં હતાં. ત્યાર બાદ ઢાંકણાં તૂટેલી હાલતમાં હતાં અને હવે તો છમાંથી એક ઢાંકણું એકદમ ખરાબ હાલતમાં થઈ જતાં કોઈ રાહદારીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે જે ડેન્જર હાલતમાં છે. ત્યારે ડેન્જરનો સંકેત આપવા ભગવાન જાણે કોણે ઢાંકણા પર બામ્બુ લગાવ્યું છે જેથી અહીંથી ચાલતા લોકો અથવા વાહનોનું ધ્યાન દોરી શકાય. જો ભૂલમાં આના પરથી વાહન પસાર થાય તો નક્કી એમાં પડીને ફસાઈ જાય એવી હાલત છે.

હાલમાં તો વરસાદને કારણે રસ્તા પર કાંકરી ફેલાઈ ગઈ છે જે સમસ્યામાં ઉમેરો કરે છે, જેને કારણે ટૂ-વ્હીલરો સ્લિપ થવાનો ભય રહે છે. આ રસ્તા પર આગળ જતાં ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ આવેલો છે, જ્યાંથી દિવસના ઘણા નાગરિકો પસાર થાય છે. એમને પણ રસ્તા પર વચ્ચોવચ તૂટેલી હાલતમાં રહેલા MTNLના ઢાંકણાંની મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે સુધરાઈ અને MTNLના અધિકારીઓ બન્નેએ ધ્યાન આપવું જોઈએ જેથી કોઈ પણ નાગરિકને હાનિ થતા અટકાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK