ઈસ્ટ-વેસ્ટને જોડતા FOB પર લાઇટોની હાલત દયનીય

મુલુંડ-ઈસ્ટ અને વેસ્ટને જોડતા FOB (ફુટઓવર બ્રિજ) પર છેલ્લા કેટલાય મહિનાઓથી સ્ટ્રીટલાઇટો તૂટેલી હાલતમાં છે તો અમુક લાઇટો બંધ પડેલી છે, જ્યારે અમુક લાઇટોના થાંભલા વળી ગયેલા છે.


FOB


એને કારણે રાતના સમયે બ્રિજ પર અંધારું રહે છે અને પ્રવાસીઓને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી થાય છે. અંધારાને કારણે રાતના સમયે ક્રાઇમના બનાવોમાં પણ વધારો થાય છે. આ બાબતે સુધરાઈ કે મહાવિતરણ વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને આંખ આડા કાન કરવામાં આવે છે.

આ વિશે મુલુંડના પૂર્વેશ કારાણીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફુટઓવર બ્રિજની હંમેશાં કોઈ ને કોઈ બાબતે સમસ્યા ચાલતી હોય છે. ક્યારેક બ્રિજનું તૂટી જવું તો ક્યારેક અંધારું તો ક્યારેક બ્રિજના દાદરાઓની પરિસ્થિતિ ખરાબ હોય છે. હવે અહીંની લાઇટો બંધ છે તો અમુક તૂટેલી હાલતમાં હોવાને કારણે કાર્યરત નથી. હાલમાં રાતના સમયે --ઈસ્ટ-વેસ્ટને જોડતા ફુટઓવર બ્રિજ પર અંધારાને કારણે ચેઇન-સ્નૅચિંગ, લૂંટફાટ, પૉકેટમારી, મહિલાઓની છેડતી જેવા અનેક ક્રાઇમને કારણે મહિલાઓ અથવા યુવતીઓ એકલી નીકળી શકતી નથી. મહિલાઓ શું, અમને પુરુષોને પણ ઘણી વાર ડર લાગે છે.

આ બાબતે પહેલાં મહાવિતરણ અને સુધરાઈને અનેક ફરિયાદો કરેલી છે, પરંતુ કોઈ ધ્યાન આપી રહ્યું નથી. લાઇટોના થાંભલા તૂટી જવા પાછïળનું એક કારણ ફેરિયાઓ પણ છે. તેઓ પોતાનો ધંધો લગાવવા અને તાડપત્રી બાંધવા લાઇટના થાંભલા સાથે છેડખાની કરે છે. એને કારણે સરકારી મિલકતને નુકસાન થાય છે. તેમ છતાં કોઈ પગલાં લેવાઈ રહ્યાં નથી. ઊલટું દિનદહાડે લાઇટો ચાલુ હોય છે અને રાતના સમયે કાર્યરત હોતી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK