ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મહિનાઓથી ચાલતી આગને લીધે હરિઓમનગરના રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર

રહેવાસીઓ કહે છે કે હવે તો વરસાદ આવશે ત્યારે જ આ આગ બુઝાશે

aag


અંકિતા સરીપડિયા

મુલુંડ-ઈસ્ટમાં ૨૫ એકરમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાના ઢગલાઓમાં વારંવાર આગના બનાવો બનતા હોવાને કારણે આગનો ધુમાડો પાસે આવેલી હરિઓમનગરની સોસાયટીઓ સુધી ફેલાય છે. એને પગલે રહેવાસીઓમાં અસ્થમા, કૅન્સર, દમ જેવી સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ રહી છે. આ બાબતે રહેવાસીઓએ ભૂતકાળમાં અનેક આંદોલનો કર્યા હોવા છતાં કોઈ નિકાલ આવી રહ્યો નથી અને દિવસે-દિવસે વધી રહેલી હેલ્થની સમસ્યાઓને કારણે રહેવાસીઓને નાકે દમ આવી ગયો છે. ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ થાય એ જ હવે એકમાત્ર ઉપાય રહ્યો છે. એ સિવાય એકરોમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગની ઘટનાઓ પર કાબૂ લાવી શકાય એમ નથી એવું રહેવાસીઓનું માનવું છે. રહેવાસીઓએ એ પણ આક્ષેપ કર્યો હતો કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ડમ્પ થતા કચરામાં કેટલાક લોકો ભંગાર વીણવા આવે છે. ત્યાં તેઓ પોતાના એન્જૉયમેન્ટ માટે કચરો બાળતા હોય છે. એને કારણે આગ વધતી જાય છે અને એની ગંભીર અસર રહેવાસીઓ પર થાય છે.

આ વિશે હરિઓમનગરમાં આવેલા કામધેનુ કૉમ્પલેક્સના સેક્રેટરી વિશાલ ફાલેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સોસાયટી ડમ્પિંગ ગ્રાઉન્ડથી એકદમ નજીક આવેલી છે. એને કારણે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ લાગતાં ધુમાડો સૌથી પહેલાં અમારી સોસાયટીના ઘરોમાં ફેલાય છે. દરેક વર્ષે આગની ઘટના બને છે અને એને કારણે ધુમાડાથી પ્રૉબ્લેમ થાય છે. એમાંય ગરમીમાં આ સમસ્યા વધુ થાય છે. ડમ્પિંગ ગ્રાઉન્ડના એન્જિનિયરોને ફરિયાદ કરીએ તો તેઓ એમનાથી બનતી કોશિશ કરી રહ્યા હોવાનું જણાવી વાતને દબાવી છે. કચરામાં લાગતી આગને કારણે ફેલાતા ધુમાડાથી રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર વર્તાઈ રહી છે. લોકોને અસ્થમા, કૅન્સર જેવી બીમારીઓના ભોગ બનવું પડે છે. હવે તો ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ થશે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે. ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ થયા વગર આગની ઘટનાઓ પર કન્ટ્રોલ કરી શકાય એમ નથી. કચરામાંથી ભંગાર ને પ્લાસ્ટિક વીણવા આવતા લોકો જ કચરામાં આગ લગાવે છે અને એને કારણે આગ દૂર દૂર સુધી ફેલાય છે અને કચરાના ઢગલામાં એક વાર આગ લાગ્યા પછી એને કાબૂમાં લેવી શક્ય નથી. કામધેનુ કૉમ્પલેક્સમાં ૧૪ બિલ્ડિંગના ૬૦૦થી વધુ પરિવારો રહે છે. ત્રણ-ચાર મહિનાથી ધીમી-ધીમી ચાલી રહેલી આ આગ વરસાદ આવવાથી જ બુઝાશે.’

આ વિશે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં હાજર એક એન્જિનિયરે નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા એક-બે અઠવાડિયામાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરામાં પેદા થતા ગૅસને કારણે બે વાર આગ લાગી છે. એને રોકવા માટે અમે હજી પણ બનતા પ્રયત્નો કરી રહ્યા છે અને સાવચેતીના પગલા માટે ગ્રાઉન્ડમાં હંમેશાં પાણીનાં ૮થી ૧૦ ટૅન્કરો હાજર હોય જ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK