ફ્રિજમાં લાગેલી આગમાં ફ્લૅટ ખાખ

મુલુંડની ચોંકાવી દેનારી ઘટના : ફાયર-બ્રિગેડના અધિકારીએ પરિવારને કહ્યું કે આવી આગની ઘટના રોજિંદી છે, અમે કંઈ દરેક સ્થળે પહોંચી શકીએ નહીં


Except for a room, the entire flat was damaged


The fridge was bought in  2009 and was working fine till Sunday. Pics/Sharad Vegda



મુલુંડ (વેસ્ટ)માં હીરાનગરના રજનીગંધા બિલ્ડિંગમાં રવિવારે રાત્રે સાડાનવ વાગ્યે સાતમા માળે રહેતા દિલીપ તાંબે નામના સિનિયર સિટિઝનના ઘરમાં ફ્રિજમાં લાગેલી આગને લીધે આખા ઘરની ઘરવખરી બળી ગઈ હતી અને પરિવારને મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે મમ્મી-પપ્પા અને ત્રણ સંતાનોનો આ પરિવાર આગમાં બચી ગયો હતો.

એક કલાકે ફાયર-બ્રિગેડ આવી

થ્રી બેડરૂમ-હૉલ-કિચનના ફ્લૅટમાં રહેતા તાંબેપરિવારના ઘરમાં ડબલ ડોરનું ફ્રિજ હૉલમાં મૂકવામાં આવ્યું હતું. એમાં સ્પાર્ક થતાં એને બંધ કરી દેવામાં આવ્યું, પણ ત્યાં સુધીમાં એમાં આગ લાગી હતી એટલે પરિવારના મેમ્બરો મેઇન સ્વિચ બંધ કરીને નીચે ઊતરી ગયા હતા. સ્થાનિક લોકોએ ફાયર-બ્રિગેડને બોલાવી હતી, પણ તેઓ સાડાદસ વાગ્યે પહોંચ્યા હતા.

જવાબથી આઘાત

ફાયર-બ્રિગેડને આવતાં લાગેલી વાર વિશે જ્યારે દિલીપ તાંબેની દીકરી નિશિગંધાએ પૂછ્યું ત્યારે તેને મળેલા જવાબ વિશે બોલતાં તેણે કહ્યું હતું કે ‘ફાયર-બ્રિગેડના અધિકારીએ અમને એમ જણાવ્યું કે આવી આગ તો રોજ લાગતી હોય છે; અમે દરેક જગ્યાએ પહોંચી શકીએ નહીં, તમારે મેઇન સ્વિચ બંધ કરીને પાણી નાખવું જોઈએ.’

ફ્રિજની કંપની સામે કેસ કરશે


તાંબેપરિવાર હવે ફ્રિજની કંપની સામે કેસ કરવાનું વિચારી રહ્યો છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK