આ મહિલા તો ગજબનાક જ્વેલ-થીફ

મુલુંડની ભારતી જ્વેલર્સમાં કામ કરતી હતી ત્યારે કીર્તિદા કોટેચાએ દોઢ વર્ષ સુધી રોજનો એક દાગીનો તફડાવ્યો : કુલ ૪૬.૬ લાખ રૂપિયાનાં ઘરેણાંની ઉઠાંતરી કરી એની સામે ૨૭ લાખ રૂપિયાની લોન લીધી


kirtida kotecha


સાગર રાજપૂત

મુલુંડ (વેસ્ટ)માં ભારતી જ્વેલર્સ નામની જ્વેલરી શૉપમાં નોકરી કરતી અને એ જ દુકાનમાંથી ઝવેરાત ચોરીને ગિરવી મૂકતી ૪૯ વર્ષની કીર્તિદા કોટેચાની મુલુંડ પોલીસે ધરપકડ કરી છે. કીર્તિદા દોઢ વર્ષથી ઝવેરાત સરકાવીને ગિરવી મૂકવાની પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધીમાં કીર્તિદાએ ૪૬.૪ લાખ રૂપિયાનાં ઘરેણાં ચોરીને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનૅન્સ લિમિટેડ (IIFL)માં ગિરવી મૂક્યાં છે.

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વનમાનેએ એ કેસ વિશે જણાવ્યું હતું કે ‘આરોપી કીર્તિદા કોટેચા અગાઉ એક પ્રખ્યાત શોરૂમમાં કામ કરતી હતી અને ગત બે વર્ષથી ભારતી જ્વેલર્સમાં નોકરી કરે છે. આ મહિલા અગાઉ મોટા શોરૂમમાં કામ કરી ચૂકી હોવાથી માલિકને અન્ય કર્મચારીઓ કરતાં કીર્તિદા પર વધારે વિશ્વાસ હતો. દિવસના અંતે વેચાણ, માલ અને ગલ્લામાં રોકડ રકમની ગણતરી કરીને એ કાગળ પર કીર્તિદાની સહી ચાલતી હતી. વિશ્વાસુ વ્યક્તિ તરીકેનાં અનેક કામકાજ કીર્તિદાને સોંપવામાં આવ્યાં હતાં.’

મોડસ ઑપરૅન્ડી


પોલીસે કહ્યું હતું કે રાતે દાગીનાની ગણતરી કરતી વખતે કીર્તિદા ૧૦૦માંથી એકાદ ઘરેણું સરકાવી લેતી હતી અને તરત IIFLની મુલુંડ બ્રાન્ચને જાણ કરીને એ ઘરેણું ગિરવી મૂકીને રોકડ રકમ લઈ લેતી હતી.

મુલુંડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રદીપ દુપ્તેએ જણાવ્યું હતું કે દુકાન બંધ કરતાં પહેલાં અંદરનાં માલ-ઘરેણાંની ગણતરી કરતી વખતે તે એક ઘરેણું સરકાવી લઈને બધાં ઘરેણાં સંખ્યામાં પૂરેપૂરાં હોવાનું લખતી હતી.

મુલુંડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ઘાડગેએ જણાવ્યું હતું કે ‘કીર્તિદા કોટેચાએ ગિરવી મૂકેલાં બધાં ઘરેણાં સુપરત કરવા જણાવતો પત્ર અમે IIFLને લખ્યો છે. કીર્તિદાએ ૪૬.૪ લાખ રૂપિયાના દાગીના સામે ૨૭ લાખ રૂપિયા લીધા છે.’

કેવી રીતે ઝડપાઈ કીર્તિદા?

મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વનમાનેએ કીર્તિદા ઝડપાઈ જવાનું કારણ સમજાવતાં કહ્યું હતું કે ‘ભારતી જ્વેલર્સના માલિકે તેમના મુલુંડ બ્રાન્ચના કૅરટેકર-કમ-પાર્ટનરને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ગયા ગુરુવારે મુલુંડની દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો ત્યાર પછી આ ચોરીનું ભોપાળું પ્રકાશમાં આવ્યું હતું. દુકાન બંધ કરતી વખતે માલનો હિસાબ કર્યો ત્યારે કાગળ પર નોંધાયેલાં ઘરેણાં સાથે દુકાનમાંનાં ઘરેણાંની સરખામણી કરતાં અનેક ઘરેણાં ઓછાં હોવાનું જણાયું હતું. એથી તેમણે તે મહિલાની પૂછપરછ કરી હતી. કીર્તિદાએ ગુનો કબૂલ કરતાં તેને પોલીસ-સ્ટેશન લાવવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરતાં મૅજિસ્ટ્રેટે તેને પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK