બહેનનાં લગ્ન માટે ભત્રીજાએ કાકાને નવડાવી નાખ્યા

ગીરવી મૂકેલી જમીન પણ છોડાવવાની હતી : ATM દ્વારા ધીમે-ધીમે કરીને ૧૧ લાખ રૂપિયા તફડાવી લીધા

o p soni



રોહિત પરીખ અને મેહુલ જેઠવા


બૅન્કનું ડેબિટ કાર્ડ અને એનો સિક્યૉરિટી પિન સેફમાં મૂકવાને બદલે ખુલ્લામાં રાખવાની અને બૅન્ક-ટ્રાન્ઝૅક્શનની માહિતી SMS દ્વારા ન મેળવવાની બેદરકારી મુલુંડના એક જ્વેલરને ભારે પડી હતી. આ આદતનો ગેરલાભ લઈને જ્વેલરના જ ભત્રીજાએ કાકાની બૅન્કના ATMમાંથી અગિયાર લાખ રૂપિયાની ઉઠાંતરી કરી નાખી હતી, પરંતુ ભત્રીજાની આખી રમત ATMના CCTV કૅમેરાના ફુટેજમાં ઝડપાઈ જતાં મુલુંડ પોલીસ ભત્રીજાની ધરપકડ કરવામાં સફળ થઈ હતી.

બનાવ એવા બન્યો હતો કે મુલુંડ (વેસ્ટ)ના NS રોડ પર આવેલી ઓ. પી. સોની જ્વેલર્સ નામની દુકાનના માલિક હીરાંચદ અગરચંદ સોનીની બૅન્કમાંથી ધીમે-ધીમે કરીને અગિયાર લાખ રૂપિયાની તેમના જ ભત્રીજાએ ઉઠાંતરી કરી હતી. ATMના કૅમેરાના ફુટેજમાં ભત્રીજાનું આ કારસ્તાન ઝડપાઈ જતાં મુલુંડ પોલીસે આ કેસ ઉકેલીને હીરાચંદ સોનીના નાના ભાઈના પુત્ર ૨૫ વર્ષના લક્ષ્મણચંદ હુકમચંદ સોનીની ધરપકડ કરી હતી. લક્ષ્મણ સોનીએ આ ઉઠાંતરી તેની બહેનનાં લગ્ન માટે અને ગીરવી મૂકેલી જમીન છોડાવવા માટે કરી હતી. ગઈ કાલે મુલુંડ પોલીસની એક ટીમ લક્ષ્મણની વાતમાં કેટલું તથ્ય છે એ શોધવા અને વધુ તપાસ માટે રાજસ્થાન રવાના થઈ હતી.

આ બનાવમાં લક્ષ્મણ સોની ૨૦૧૪ના મેથી હીરાચંદ સોનીના સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર ઍન્ડ જયપુરના ATMમાંથી સમયે-સમયે વીસ હજાર રૂપિયાથી લઈને ૪૦ હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડતો હતો, પણ ઉંમરલાયક હીરાચંદ સોનીને એનો સહેજપણ ખ્યાલ નહોતો આવતો. તેમણે મોબાઇલમાં બૅન્ક-ટ્રાન્ઝૅક્શન વિશેની SMS સિસ્ટમ પણ નહોતી રાખી કે જેનાથી તેમને સમયે-સમયે ઉપાડવામાં આવતી રકમની માહિતી મળે. અચાનક થોડા દિવસ પહેલાં તેમને બૅન્ક-બૅલૅન્સમાં શંકા જતાં તેમણે બૅન્કમાં જઈને તપાસ કરી હતી. ત્યારે તેમને ખબર પડી કે તેમના ખાતામાંથી મે ૨૦૧૪થી અત્યાર સુધી ૧૧.૧૦ લાખ રૂપિયાની રકમ ઉપાડવામાં આવી છે. તેમણે બૅન્ક-સ્ટેટમેન્ટ ચેક કરતાં આ રકમ ATMમાંથી ઉપાડવામાં આવી હોવાની જાણ થઈ હતી.

આ બાબતમાં મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હામણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હીરાંચદ સોની ક્યારેય ATMનો ઉપયોગ કરતા જ નહોતા. આ વાતની તેમણે પહેલાં બૅન્કને જાણ કરી, પછી પોલીસને જાણ કરીને તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરી હતી. અમે આ બાબતની તપાસ શરૂ કરતાં અમને ખબર પડી કે સઘળી રકમ મુલુંડ ચેકનાકા પાસેના પંજાબ નૅશનલ બૅન્કના ATMમાંથી ઉપાડવામાં આવી છે. એટલે અમે ત્યાંના CCTV કૅમેરાનું ફુટેજ ચેક કર્યું હતું. આ ફુટેજ હીરાચંદ સોનીએ જોતાં તેઓ ઝાટકો ખાઈ ગયા હતા. CCTV કૅમેરાના ફુટેજમાં દેખાતો માણસ બીજો કોઈ નહીં પણ તેમના જ નાના ભાઈનો પુત્ર લક્ષ્મણ સોની હતો. અમે તરત જ લક્ષ્મણ સોની અને દુકાનના અન્ય કર્મચારી કુશાલ જયંતીલાલ સેનને અટકમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ રકમ લક્ષ્મણે તેની બહેનનાં લગ્ન માટે અને તેની ગામમાં ગીરવી મૂકેલી જમીન છોડાવવા માટે લીધી હોવાનું કહ્યું હતું.’

ગઈ કાલે આ કેસની તપાસ કરી રહેલા એક તપાસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લક્ષ્મણના એક સાથીદારે લક્ષ્મણને થાણેના એક લેડીઝ બારમાં જવાની આદત હોવાની જાણકારી આપી હતી. એથી અમે એ ઍન્ગલ પર પણ તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK