મુલુંડની સ્ટ્રીટ-લાઇટ્સ એટલે દીવા તળે અંધારું

અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ-લાઇટ્સ પ્રકાશ ફેંકતી જ નથી

streetlight

LT માર્ગ પરની સ્ટ્રીટ-લાઇટ્સ સાંજના બંધ હોય ત્યારની સ્થિતિ.


મુલુંડના કેટલાક રસ્તા એવા છે જ્યાં સ્ટ્રીટ-લાઇટ્સના ઇલેક્ટ્રિક પોલ્સ તો દેખાશે, પણ એમાંથી લાઇટ આવતી ભાગ્યે જ દેખાય છે. થોડા સમય પહેલાં બોરીવલીથી કલવા સુધીની ઇલેક્ટ્રિસિટીની મેઇનલાઇનનો વાયર બદલવામાં આવ્યો હતો જેના માટે મુલુંડના દરેક રોડને ખોદી નાખવામાં આવ્યો હતો અને એ વખતે અધિકારીઓનું કહેવું હતું કે આ હાઈ-કૅપેસિટીનો વાયર નાખવાથી મુલુંડવાસીઓને વારંવાર લાઇટ જવા જેવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પણ થઈ રહ્યું છે એનાથી ઊલટું જ. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે અધિકારીઓની આ વાત સત્યથી વેગળી છે. આજે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ-લાઇટ્સ પ્રકાશ ફેંકતી જ નથી.

મુલુંડ-વેસ્ટના LBS માર્ગ પરના રુણવાલમાં રહેતા યતિન મહેતાએ મિડ-ડે LOCALને ક્હ્યું હતું કે ‘LBS માર્ગ પર એક બિલ્ડરનો વિસ્પરિંગ વુડ્સ નામનો પ્રોજેક્ટ  આકાર લઈ રહ્યો છે. એની આસપાસની સ્ટ્રીટ-લાઇટ્સ કાયમ બંધ જ હોય છે. છેલ્લા એકાદ મહિનાથી તો હું આ લાઇટ્સ બંધ જોઈ રહ્યો છું. LBS માર્ગ કોઈ નાની ગલી નથી કે ત્યાં સ્ટ્રીટ-લાઇટ્સ બંધ હોય તો નજીકનાં ઘરોની લાઇટ રસ્તા પર પડતાં અજવાળું થઈ જાય. આ પ્રોજેક્ટ પહેલાં વષોર્થી વિવાદમાં ફસાયેલું એક પેટ્રોલ-પમ્પ પડે છે જ્યાંની ગટર તૂટી ગઈ છે અને જો ધોધમાર વરસાદ પડતો હોય તો આમ પણ રસ્તા પર કંઈ દેખાતું નથી એવામાં સ્ટ્રીટ-લાઇટ્સ બંધ રાખવી મૂર્ખામી છે.’

મુલુંડ-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન બહારના LT માર્ગ પરની સ્ટ્રીટ-લાઇટ્સની હાલત જણાવતાં મંડપ હોટેલના માલિક હેમંત જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લગભગ મહિનો થવા આવ્યો હશે ઈસ્ટમાં રેલવે-સ્ટેશનમાંથી બહાર નીકળતાંની સાથે જ તમને રસ્તા પર લાઇટો નથી દેખાતી. ઉપરથી ફેરિયાઓ રસ્તાની વચ્ચે બેઠા હોય છે. અમારી હોટેલમાં કાયમ આવતી એક મહિલા-ગ્રાહકે એક વાર મારી પાસે આવીને જીદ કરતાં જણાવ્યું હતું કે તમે મને આગળ જ્યાં લાઇટ છે ત્યાં સુધી છોડી જાઓ. મેં ના પાડી છતાં આજીજી કરતી રહી. હોટેલમાં કાયમ આવતી હતી અને અંધારું હતું એટલે માણસાઈ તરીકે પણ તેને હું રસ્તાના બીજા છેડે જ્યાં લાઇટ હતી ત્યાં સુધી મૂકી આવ્યાં પછી મને જણાયું કે રસ્તામાં એક દારૂડિયો અંધારાનો લાભ લઈ ઊભો હતો જે એ મહિલાને હેરાન કરી રહ્યો હતો.’

બીજી તરફ ભક્તિ માર્ગ પર રહેતા રજનીકાન્ત કારિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લાંબા સમયથી અમે BMCને ફરિયાદ કરી રહ્યા છીએ કે અહીંનાં વૃક્ષો ખૂબ જ વધી ગયાં છે જેને લીધે સ્ટ્રીટ-લાઇટ્સ હોવા છતાં રોડ પર પ્રકાશ પડતો નથી અને મહિલાઓની છેડતી, ચેઇન-સ્નૅચિંગ જેવા ખોટા કામ કરનારા સરળતાથી તેમનો મકસદ પાર પાડી શકે છે, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી. અત્યારે તો એક ઇલેક્ટ્રિક પોલ રિપેર કરાવીએ તો બીજો બંધ થઈ જાય છે. MSEBમાં ફોન કરો તો પોલ બીજે-ત્રીજે દિવસે આવીને રિપેર કરી જાય છે, પરંતુ વૃક્ષોને લીધે લાઇટો હોવા છતાં અમને ઉપયોગી નથી થતી.’

મોરાર રોડના રહેવાસીઓની ફરિયાદ પણ ભક્તિ માર્ગના રહેવાસીઓ જેવી જ છે. ગણેશ ગાવડે રોડ, વાલજી લધા રોડ પર પણ ઘણી વાર સાંજ અને રાતના સમયે સ્ટ્રીટ- લાઇટ્સ કામ કરતી નથી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK