મુલુંડની સ્કૂલનું પરાક્રમ, ભારતના નકશામાંથી કાશ્મીર જ ગાયબ

ગંભીર ભૂલ, પણ દોષનો ટોપલો ગૂગલ પર ઢોળ્યો


india map



અંકિતા સરીપડિયા


મુલુંડ (ઈસ્ટ)માં આવેલી સૌ. લક્ષ્મીબાઈ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજના KG સેક્શનનાં બાળકોને ૧૫ ઑગસ્ટે સ્વાતંત્ર્યદિન નિમિત્તે ક્રાફ્ટવર્કમાં ભારતના નકશામાં તિરંગાનો કલર કરવાનું અસાઇનમેન્ટ આપવામાં આવ્યું હતું. આ અસાઇનમેન્ટમાં ચોંકાવનારી વાત એ છે કે ભારતનો અતિ મહત્વનો એવો કાશ્મીરનો ભાગ ભારતના નકશામાંથી ગાયબ હતો. એને લીધે પેરન્ટ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે આ બાબતનો તીવ્ર વિરોધ કર્યો હતો. જોકે પેરન્ટ્સની ફરિયાદ બાદ આ નકશાને રીકરેક્ટ કરીને સ્કૂલના શિક્ષકોએ ફરીથી કાશ્મીરના ભાગ સાથેનો નકશો વિદ્યાર્થીઓને પેઇન્ટિંગ માટે આપ્યો હતો.

આ સામે સ્કૂલે કહ્યું હતું કે ‘આ નકશો ગૂગલમાંથી ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને ત્યાંથી જ ડિફૉલ્ટ છે એટલે ટેક્નૉલૉજીના કારણે આ ભૂલ થઈ છે. આમાં સ્કૂલનો કોઈની લાગણીને કે દેશભક્તિને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો.’

સ્કૂલના KG સેક્શનનાં ઇન્ચાર્જ પ્રજ્ઞાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૨ ઑગસ્ટે બાળકોને કલરિંગ માટેના અસાઇનમેન્ટનો નકશો પેરન્ટ્સને ઈ-મેઇલ કર્યો હતો અને ઘરેથી આ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી લાવવા કહ્યું હતું. અસાઇનમેન્ટ આપ્યા બાદ આ બાબતે અમને એક પેરન્ટ્સની ફરિયાદ મળી હતી કે નકશામાં કાશ્મીરનો ભાગ નથી. એ સમયે અમે તરત જ ઈ-મેઇલ કરેલો નકશો ચેક કર્યો હતો અને ફરીથી ભૂલ સુધારીને ૧૩ ઑગસ્ટે પેરન્ટ્સને કરેક્ટેડ નકશાવાળી મેઇલ કરી હતી. વિદ્યાર્થીઓએ ગઈ કાલે આ અસાઇનમેન્ટ સારી રીતે કમ્પ્લીટ કરીને સબમિટ કર્યું હતું. શિક્ષકોએ આ નકશો ડ્રૉ કર્યો નહોતો પણ ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો છે. ગૂગલના આવા નકશાની અમને જાણ ન હોવાથી આ ભૂલ થઈ હતી. અમારો ઉદ્દેશ કોઈની વિરુદ્ધમાં જવાનો કે કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો.’

આ વિશે KG સેક્શનમાં ભણતા એક વિદ્યાર્થીના પેરન્ટ્સે કહ્યું હતું કે ‘હું થ્થ્ સ્કૂલ ઑફ આર્ટમાં આર્ટિસ્ટ છું એટલે ભારતનો નકશો જોતાં જ એમાં કાશ્મીરનો ભાગ ન હોવા બાબતે મારું ધ્યાન દોરાયું હતું. આ ખૂબ જ ગંભીર ભૂલ કહેવાય. કાશ્મીરને બચાવવા અને એની સુરક્ષા કરવા માટે આપણા જવાનો બૉર્ડર પર શહીદ થઈ રહ્યા છે અને આ જ કાશ્મીરનો ભારતના નકશામાં ઉલ્લેખ ન હોય તો દેશભક્ત અથવા કોઈ પણ સામાન્ય નાગરિકને ઠેસ પહોંચશે જ. એ જ રીતે મને ઠેસ પહોંચી એટલે મેં સ્કૂલમાં ફરિયાદ કરી હતી. સાથે પોલીસમાં પણ જાણ કરી હતી. જોકે આ ભૂલનો શિક્ષકોએ પણ સ્વીકાર કર્યો હતો અને નકશો અમને ફરીથી રીકરેક્ટ કરીને આપ્યો હતો.’

આ વિશે નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રામદાસ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ બાબતની ઍપ્લિકેશન મળી છે અને અમે તપાસ કરી રહ્યા છીએ. હજી સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK