મુલુંડના કચ્છી પરિવારના ઘરમાંથી બાકી રહેલો કચરો સુધરાઈએ હજી નથી ઉપાડ્યો

સુખીસંપન્ન સાવલાપરિવાર ભિખારી કરતાં બદતર જિંદગી જીવી રહ્યો છે એ મિડ-ડે દ્વારા જાણીને તેમના એક સ્વજન હતપ્રભ

savla family


મુલુંડ (વેસ્ટ)ના ઝવેર રોડ પર આવેલી ગાઇડ સોસાયટીમાં રહેતો સાવલાપરિવાર આર્થિક રીતે સુખીસંપન્ન હોવા છતાં એને ભીખ માગીને લોકો પાસેથી લાવેલાં કપડાં અને ખાવાની વસ્તુ ઘરમાં વર્ષોથી સંગ્રહ કરવાની કુટેવ પડી ગઈ હતી અને એના કારણે ઘરમાં તીવ્ર દુર્ગંધ મારતા કચરાનો આઠ ટ્રક ભરીને નિકાલ BMCએ પોલીસની હાજરીમાં કર્યો હતો, પરંતુ હજી રૂમો ભરીને રાખવામાં આવેલા દુર્ગંધ મારતા કચરાને BMCએ દૂર કરવાની તસ્દી નથી લીધી. આ મામલે સોસાયટી તરફથી લેખિતમાં અનેક વખત જાણ કરવા છતાં BMCનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાં છે. વાસ્તવિકતા એ છે કે આના કારણે સોસાયટીમાં ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે.

આ વિશે ‘મિડ-ડે’એ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ભાંડુપમાં રહેતા સાવલાપરિવારના રિલેટિવ શાંતિ સાવલાએ આ સમાચાર વાંચીને સોસાયટીના સભ્યો અને તેમના કઝિન ભાઈઓ હરિ સાવલા અને ચુની સાવલા વચ્ચે મધ્યસ્થી કરાવી હતી.

આ વિશે વિગતે વાત કરતાં શાંતિભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છના મુંદ્રા તાલુકાના ગુંદાળા ગામના વીરજી ખીમજી પરિવારનાં ૮૬ વર્ષનાં મણિબહેન વીરજી તેમનાં બે પુત્રો અને બે પુત્રી સાથે ગાઇડ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એમ્પ્લૉઈઝ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહે છે. તેમને ભગવાને સુખ-સંપત્તિ આપ્યાં હોવા છતાં આ રીતે લોકો પાસેથી ભીખ માગીને ઘરમાં આટલી હદે કચરો ભેગો કરતાં હશે એની અમને ખબર જ નહોતી. આ પરિવાર સાથે અમારે આવન-જાવનનો સંબંધ નહોતો, પરંતુ ‘મિડ-ડે’માં આ અહેવાલ વાંચીને હું મારાં કાકી મણિબહેનની તબિયત પૂછવા હૉસ્પિટલમાં ગયો હતો. ત્યાં ખબર પડી કે કાકીને તેમનાં દીકરા-દીકરી જમવાનું આપવા સવારથી આવ્યાં જ નથી. હૉસ્પિટલમાં આવેલા દરદીઓ તેમને ભોજન કરાવે છે. મેં એ માટેની વ્યવસ્થા કરી આપી હતી. સોસાયટીના સભ્યો અને મારા કઝિન ભાઈઓ વચ્ચે મીટિંગ કરી અને મેં તેમના ઘરમાંથી બાકીનો દુર્ગંધ મારતો કચરો સાફ કરાવી દેવાની તૈયારી બતાવી. કાયમ માટે આ ફ્લૅટમાં સાફસફાઈ રહે અને તેમને ભોજન મેં મોકલવાની તૈયારી બતાવી હતી, પરંતુ ભીખ માગવાની કુટેવ આ લોકોના મગજમાં ઘર કરી ગઈ છે. તેઓ સુધરવા નથી માગતાં. ૮૬ વર્ષનાં મારાં કાકી મણિબહેનની હાલત તેમનાં ચાર સંતાન હોવા છતાં દયનીય કરી નાખવામાં આવી છે. એથી મેં સોસાયટીના પદાધિકારીઓને કહી દીધું છે કે તમે મને હવે આ મામલમાં વચ્ચે નહીં લાવતા.’

બીજી તરફ ગાઇડ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એમ્પ્લૉઈઝ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ચૅરમૅન ચિરાગ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘BMCના T-વૉર્ડના અધિકારીને અમે વારંવાર લેખિતમાં અમારી સમસ્યા વિશે વાત કરી છે. આ રીતે જો સાવલાપરિવાર દુર્ગંધ મારતો કચરો સાફ નહીં કરે તો અમારી સોસાયટીમાં આગામી મૉન્સૂનની સીઝનમાં રોગચાળો ફેલાય એવી શક્યતા છે, જેની જવાબદારી BMCના અધિકારીની રહેશે. મુલુંડ પોલીસને એક પત્ર લખ્યો છે જેમાં પોલીસ-બંદોબસ્ત સાથે બાકીની કાર્યવાહી પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK