નવજાત શિશુને ત્યજી દેવા બદલ દંપતીની ધરપકડ

ઓડિશામાં રહેતી પત્ની પ્રેગ્નન્ટ થતાં આરોપીએ આ બાળકનો પિતા પોતે નથી એમ કહીને નવજાત બાળકને મુલુંડમાં પાર્ક કરેલી બસ નીચે તરછોડ્યું

couple arrest

બેરહેમ પેરન્ટ્સ : આરોપી જગન્નાથ સાહૂ અને તેની પત્ની સપના સાહૂ



મુલુંડ-ઈસ્ટમાં નવઘર પોલીસે પોતાનું દસ દિવસનું બાળક પાર્ક કરેલી બસની નીચે ત્યજી ત્યાંથી ભાગી જવા બદલ એક દંપતીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલાના પતિને શંકા હતી કે આ બાળક તેનું નથી, કારણ કે પત્ની તેનાથી જુદી રહેતી હતી ત્યારે આ બાળકનું ગર્ભાધાન થયું હતું.

જગન્નાથ સાહૂ અને સપનાએ ચાર વર્ષ પૂવે લગ્ન કર્યા હતાં અને આ લગ્નથી તેમને દોઢ વર્ષની પુત્રી છે. સપના લાંબા સમયથી ઓડિશામાં હતી અને જ્યારે તેણે જગન્નાથને પોતે ગર્ભવતી હોવાની વાત કરી ત્યારે જગન્નાથ ગુસ્સે થઈ ગયો હતો. ૨૬ ઑક્ટોબરે સપનાએ બાળકને જન્મ આપ્યો હતો. સપનાની ગર્ભાવસ્થા દરમ્યાન જગન્નાથ અને સપના વચ્ચે વારંવાર આ બાળકને લઈને ઝઘડા થતા હતા. એથી ૬ નવેમ્બરે આ દંપતીએ મુલુંડમાં અપના બઝાર રોડ પાસે પાર્ક કરેલી એક બસની નીચે નવજાત શિશુને ત્યજી દીધું હતું.

પોલીસને બાળક મળ્યા પછી તપાસ શરૂ કરી હતી. મુલુંડ અને થાણેમાં તમામ હૉસ્પિટલોમાં તપાસ કરવા છતાં કોઈ કડી મળી નહોતી એથી પોલીસે માની લીધું હતું કે આ બાળકની સુવાવડ ઘરે થઈ હશે. ત્યાર બાદ પોલીસે ચાલમાં તપાસ કરવાનું શરૂ કર્યું હતું અને તપાસમાં જાણ થઈ હતી કે એક ઘરે ઑક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં બાળક જન્મ્યું હતું. પોલીસ એ ઘરે પહોંચતાં ત્યાંના રહેવાસીઓએ આ બાબતે ઇનકાર કર્યો હતો, પરંતુ પોલીસે પોતાના સૂત્ર પાસેથી ખાતરી કરી ઘરના રહેવાસીઓને અટકમાં લીધા હતા. પૂછપરછમાં જાણ થઈ હતી કે બાળક ગૌશાળા રોડ પર આવેલા સપનાની માતાના ઘરે જન્મ્યું હતું. ત્યાર બાદ જગન્નાથને અટકમાં લેતાં તેણે પોતાના ગુનો કબૂલ્યો હતો. શુક્રવારે સપનાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગઈ કાલે મુલુંડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને જામીન મળી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK