રામ રતન ત્રિવેદી રોડ પર સ્થાનિક રહેવાસીઓ માટે નડતરરૂપ બનેલા ફેરિયાઓ સામે સુધરાઈ ક્યારે ઍક્શન લેશે?

ફેરિયાઓનો પથારો વધારે ન ફેલાય એ માટે પ્રશાસન ફુટપાથ પર રેલિંગ લગાડતાં અચકાય છે

feriya



મુલુંડ-વેસ્ટમાં રામ રતન ત્રિવેદી રોડ પરની સદાશિવ ભવન સોસાયટી પાસેની ફુટપાથ પરના ફેરિયાઓને કારણે અહીંના રહેવાસીઓ ત્રાસી ગયા છે. સોસાયટીના ગેટ સામે જ ફેરિયાઓ પોતાનો ધંધો લગાડીને બેસતા હોવાથી અહીં રહેતા લોકોને અવરજવર માટે થોડીક પણ જગ્યા મળતી નથી. ફેરિયાઓનો પથારો વધારે ન ફેલાય એ માટે સુધરાઈ અહીંની ફુટપાથ પર રેલિંગ લગાડતાં  અચકાય છે.

આ બાબતે વધુ માહિતી આપતાં સદાશિવ ભવન સોસાયટીમાં રહેતા ભરતભાઈએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ફેરિયાઓ એવી રીતે ફુટપાથ પર બેસે છે કે સોસાયટીમાં આવવા-જવા માટે પણ રસ્તો શોધવો પડે. સોસાયટીમાં રહેનારાઓનાં વાહનોને અવરજવર કરવા કે ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સ માટે પણ જગ્યા નથી બચતી. ખાસ કરીને ફેરિયાઓને લીધે મહિલાઓ અને સિનિયર સિટિઝનોને વધુ સમસ્યા ઊભી થઈ છે. થોડા સમય પહેલાં સુધરાઈએ ફુટપાથ પર રેલિંગ લગાડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ફેરિયાઓનો પથારો વધારે ન ફેલાય એ ડરથી ફુટપાથ પર રેલિંગ લગાડવા પણ અચકાય છે. સુધરાઈને ઘણી ફરિયાદ કરી પણ ફરક પડ્યો નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK