મુલુંડના ગુજરાતી ટ્રેકરોએ પરિવાર સાથે કરી છે બે દિવસમાં માત્ર બે મિનિટ વાત

ટ્રેકિંગના શોખીન ૭૨ વર્ષના અશ્વિન પોપટ સાતમી વાર નેપાલ ગયા છે અને આ વખતે તેમના બે ભત્રીજા રવિ પોપટ અને નમન શેઠિયાને પણ લઈને ગયા છે : અત્યારે તેઓ કાઠમાંડુથી સાત કલાકના રસ્તે આવેલા ધુન્ચેમાં ફસાયા છે : રસ્તા ખરાબ હોવાથી તેમને ઍરલિફ્ટ કરવા સિવાય વિકલ્પ નથી : બે દિવસથી તેઓ લશ્કરી સહાય માટે તડપી રહ્યા છે : ત્રણેયના પરિવાર ચિંતામાં


mulund gujarati

અશ્વિન પોપટ, રવિ પોપટ, નમન શેઠિયા


રોહિત પરીખ

મુલુંડના ૭૨ વર્ષના ટ્રેકર અશ્વિન પોપટ અગાઉ છ વાર નેપાલમાં ટ્રેકિંગ પર જઈ આવ્યા છે અને આ વખતે સાતમી વાર ૨૧ એપ્રિલે રવાના થયા ત્યારે સાથે બે ભત્રીજાને પણ લઈ ગયા છે, પણ ભૂકંપને કારણે ફસાઈ ગયા છે અને તેઓ લશ્કરી સહાય માટે તડપી રહ્યા છે.

અશ્વિન પોપટ સાથે બે કઝિન ભાઈઓ ૨૯ વર્ષનો રવિ પોપટ અને ૧૯ વર્ષનો નમન શેઠિયા છે. તેઓ ધુન્ચેમાં ફસાયા છે અને તેમની સાથે આશરે ૫૦૦ જણ બે દિવસથી લશ્કરની સહાય મળે અને બહાર નીકળી શકે એ માટે ઝઝૂમી રહ્યા છે. તેમણે ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે તેમના પરિવાર સાથે કાઠમાંડુથી ૫૦ કિલોમીટર દૂર ધુન્ચેથી ફોન પર વાત કરી હતી. તેમની સાથે તેમના પરિવારની ફક્ત બે દિવસમાં ટોટલ બે મિનિટ માટે જ વાત થઈ હતી, જેને લીધે પોપટ અને શેઠિયા પરિવાર માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા છે.

ટ્રેકિંગમાં અનેક વાર આફતો જીરવી ચૂકેલા અને બબ્બે વખત મોતના મુખમાંથી પાછા ફરેલા અશ્વિન પોપટ આ વખતે તેમની સાથે તેમના બે ભત્રીજાઓને માઉન્ટ એવરેસ્ટ ટ્રેકિંગ માટે લઈ ગયા હતા. શનિવારે નેપાલમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે માઉન્ટ એવરેસ્ટના બેઝ કૅમ્પમાં અનેક લોકો ફસાયા છે, જેમાં મુલુંડના સિનિયર સિટિઝન અશ્વિન પોપટ અને તેમના બે ભત્રીજાઓ પણ છે.

તેમણે ઑલમોસ્ટ ૮૦ ટકા પ્રવાસ ખેડી લીધો હતો ત્યારે લૌરી બિનાયક પાસે તેમને ભૂકંપનો અનુભવ થયો હતો. ત્યાંથી તેઓ રવિવારે બપોરે ધુન્ચેના બ્રવા કૅમ્પ સુધી પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે એક મિનિટ માટે પોપટપરિવાર સાથે વાતચીત કરી હતી. પછી છેક ગઈ કાલે સાંજે વાત કરી હતી. તેઓ અત્યારે જ્યાં ફસાયેલા છે ત્યાંથી કાઠમાંડુ સાત કલાકનો રસ્તો છે. રસ્તાઓની કથળેલી હાલતને લીધે તેઓ આગળ વધવાની હિંમત કરી શકે એમ નથી. વ્યવસાયે આર્કિટેક્ટ અશ્વિન પોપટ છ વાર નેપાલ ટ્રેકિંગ માટે જઈ આવ્યા છે, પણ તેઓ અગાઉ ક્યારેય આવી મુસીબતમાં ફસાયા ન હોવાથી તેમને પણ અત્યારે કેમ મદદ મેળવવી એ સૂઝતું નથી.

નમનની મોટી બહેન ભક્તિ શેઠિયાએ આ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી તેઓ ફસાયા છે ત્યારથી તેમને ખાવાનું પણ નથી મળ્યું. અંકલ તેમના મોબાઇલમાંથી માંડ બે દિવસમાં બે મિનિટ વાત કરી શક્યા છે. એમાં પણ અંકલ જ વાત કરે છે. હજી સુધી બધા ક્ષેમકુશળ છે એવા સમાચાર મળે છે, પણ જ્યાં સુધી તેઓ મુંબઈ પહોંચે નહીં ત્યાં સુધી ત્રણે પરિવારોના જીવ અધ્ધર છે. ગઈ કાલે સાંજે અંકલે તેમના પરિવાર સાથે માંડ એક સેકન્ડ વાત કરી હતી. ત્યાંનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે એટલે અમારી ચિંતા પણ વધી રહી છે. અમે તો અમારા બધા જ પ્રયાસો કરી રહ્યા છીએ કે તેમને વહેલામાં વહેલી તકે લશ્કરી સહાય મળે, પરંતુ અમને એમાં સફળતા નથી મળી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK