મુલુંડની ગૌશાળાને બચાવવા જૈન અને હિન્દુ સંતો એક મંચ પર

ગૌશાળાની જમીન બિલ્ડરના હાથમાં ન જવા દેવાનો નર્ધિાર, અન્યત્ર સ્થળાંતર પણ નહીં કરવા દેવામાં આવે : દેવેન્દ્ર ફડણવીસ પણ મુલાકાત લેશે


jainરોહિત પરીખ


મુલુંડના LBS રોડ પર આવેલી નથુલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ ગૌશાળાના એક ભાગને બિલ્ડરને વેચી દીધા પછી ૯૦ વર્ષ જૂની ગૌશાળાને દયનીય પરિસ્થિતિમાં બહાર લાવવા અને એને સુવ્યવસ્થિત કરવા માટે ગૌભક્તો અને પ્રેમીઓ તેમ જ મુલુંડ ગૌસેવા બચાવ સમિતિ તરફથી હિન્દુ તેમ જ જૈન સમાજના સંતોની ઉપસ્થિતિમાં મુલુંડ (વેસ્ટ)ના તાંબેનગરમાં આવેલા નેમીસૂરિ આરાધના ભવન (જૈન દેરાસર)માં ગઈ કાલે બપોરે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાડાત્રણ કલાક ચાલેલી આ સભામાં જૈન અને હિન્દુ સંતોએ સોગંદ લઈને આ ગૌશાળાને બિલ્ડરના હાથમાં નહીં જવા દઈએ અને એમાં રહેતી ગાયોને પણ મુલુંડની બહાર નહીં જવા દઈએ એવી ઘોષણા કરી હતી. આ સંતોએ કહ્યું હતું કે જો ગૌશાળાના ટ્રસ્ટીઓ આ મુદ્દે કોઈ બળજબરી કરશે તો એનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આ જાહેર સભામાં તાંબેનગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન સાગર સમુદાયના આચાર્ય લબ્ધિચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ, હિન્દુ સંત દયાનંદસાગરજી, મુલુંડના તિરુપતિ બાલાજી મંદિરના પચીસથી વધુ સંતો, આ આખા આંદોલનના મુખ્ય પ્રણેતા મુલુંડના બાલરાજેશ્વર મહાદેવ મંદિરના ગૌભક્તો સહિત ૧૨૦૦થી ૧૩૦૦ ગૌપ્રેમીઓ અને ભક્તોએ હાજરી આપી હતી. મુલુંડના ભારતીય જનતા પાર્ટીના સરદાર તારા સિંહ પણ સભામાં પહેલેથી છેલ્લે સુધી હાજર રહ્યા હતા. આ સિવાય ઘાટકોપરથી પણ ગૌરક્ષા દળના અનેક કાર્યકરોએ હાજરી આપી હતી.

મુલુંડના LBS રોડ પર આવેલી નથુલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ ગૌશાળાના ગૌવંશની અગવડ અને દુર્વ્યવસ્થા દૂર કરીને સુવ્યવસ્થિત કરવા માટે મુલુંડથી લઈને ઘાટકોપર સુધીના ગૌવંશપ્રેમીઓ ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. અનેક રાજકારણીઓ પણ આ ગૌશાળાની મુલાકાત લઈ ગયા છે, પરંતુ એ માટે જરૂરી પગલાં લેવાતાં નથી. આ ગૌશાળાના એક જ શેડમાં ત્રણસોથી વધુ ગાયો રાખવામાં આવતી હોવાથી આ ગાયો બીમાર પડી ગઈ હતી અને મરવાના વાંકે જીવી રહી હતી.

સાડાત્રણ કલાક ચાલેલી સભામાં આક્રોશભરી ભાષામાં સંતોએ કહ્યું હતું કે ‘આ ગૌશાળાની રક્ષા માટે એક ટીમ બનાવવામાં આવશે જે સંતોના માર્ગદર્શન હેઠળ અહીં રહેતી ગાયોની માવજત કરશે અને એમની બધી જરૂરિયાતો પર ધ્યાન આપશે. ચૅરિટેબલ કમિશનર અને ટ્રસ્ટીઓએ ગાયો પ્રત્યે ક્રૂરતા દાખવવા માટે રમેલી રમત સામે આપણે લડીશું. જમીનની એક ઇંચ કોઈ બિલ્ડરના હાથમાં જવા દેવામાં નહીં આવે. ગૌશાળામાં રહેતો ગૌવંશ મુલુંડની આ જ ગૌશાળામાં રહેશે.’

સ્થાનિક વિધાનસભ્ય સરદાર તારા સિંહે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લીધો હતો. તેમણે જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ ગૌશાળાની મુલાકાત લેશે. તેમણે પણ વચન આપ્યું છે કે જરૂર પડ્યે સરકાર આમાં મધ્યસ્થી કરીને ગાયોને બચાવશે. ગૌશાળાની જમીન પર કોઈ બિલ્ડરને બાંધકામ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે.’

ગૌરક્ષા બચાવ સમિતિના એક સક્રિય કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગઈ કાલની સભા પહેલાં ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જૈન સાધુને મળવા આવ્યા હતા એવા સમાચાર છે, પણ આ સાધુના રોષને જોઈને અને તેમની શરતો સાંભળીને ટ્રસ્ટીઓ જતા રહ્યા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK