બિયર પાર્ટીમાં ઝગડો થતા એક મિત્રે બીજાના પેટમાં બોટલ ધુસાડી

બિયર-પાર્ટીમાં મિત્રો ઝઘડી પડ્યા : એકે બૉટલ ફોડીને બીજાના પેટમાં ઘુસાડી દીધી

મુલુંડમાં ગોરેગામ લિન્ક રોડ પર આવેલા સુધરાઈના ઓપન પ્લે-ગ્રાઉન્ડમાં ૧૫ મિત્રો બિયર-પાર્ટી કરવા ગયા હતા ત્યારે મશ્કરી કરતાં-કરતાં વાત ઝઘડા સુધી પહોંચી જતાં એક છોકરાએ બિયરની બૉટલ ફોડીને તેના ૨૪ વર્ષના મિત્ર નીતેશ ગોંધળેના પેટમાં ઘુસાડી દીધી હતી એમ મુલુંડ પોલીસે જણાવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં મુલુંડ પોલીસના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતના સાડાદસ વાગ્યે ૧૫ મિત્રોએ મુલુંડમાં ગોરેગામ લિન્ક રોડ પર આવેલા સુધરાઈના એક ઓપન પ્લે-ગ્રાઉન્ડમાં બિયર-પાર્ટી યોજી હતી. બિયર પીતાં-પીતાં મશ્કરી ચાલુ હતી એમાં આકાશ ત્રિભુવન નામના છોકરાને ગુસ્સો આવતાં તેણે બિયરની બૉટલ ફોડીને નીતેશ ગોંધળેના પેટમાં ઘુસાડી દીધી હતી. અન્ય મિત્રોએ નીતેશના પરિવારને જણાવતાં તેઓ ત્યાં પહોંચીને નીતેશને મુલુંડની અગરવાલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. હૉસ્પિટલમાંથી મુલુંડ પોલીસને ખબર મળતાં પોલીસે તરત હૉસ્પિટલમાં પહોંચીને ઘટનાની માહિતી લીધી હતી. નીતેશની હાલત ગંભીર હોવાથી અને અગરવાલ હૉસ્પિટલમાં ઑપરેશનની સુવિધા ન હોવાથી તેને સાયન હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં નીતેશના પેટનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. હજી નીતેશ સાયન હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ત્રણ આરોપી વિકાસ ત્રિભુવન, વિશ્વાસ ત્રિભુવન અને આકાશ ત્રિભુવનની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી જેણે બિયરની બાટલી ફોડીને નીતેશના પેટમાં ઘુસાડી તે આકાશ ત્રિભુવન છે.’

સોમવારે ત્રણે આરોપીઓને મુલુંડ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને જુડિશ્યલ કસ્ટડી મળી હતી. એક કલાક પછી તેમના વકીલે જામીન માટે અરજી કરતાં તેઓ જામીન પર છૂટી ગયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK