ક્રેડિટ કાર્ડનો સિક્યૉરિટી નંબર આપવાની ભૂલ વેપારીને ભારે પડી

મુલુંડના મારવાડી વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી રાતે આઠ કલાકમાં અઢી લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ : ખરીદીની જાણ SMSથી થઈ

મુલુંડ (વેસ્ટ)ના સ્વપ્નનગરીમાં રહેતા ૫૭ વર્ષના સુરેશ જૈન ગઈ કાલે સવારે તેમના ઘરમાં સૂતા હતા અને તેમના ક્રેડિટ કાર્ડમાંથી ગુરુવારે મોડી રાતથી ગઈ કાલે સવાર સુધીના ૮ કલાકમાં ૨,૬૮,૧૫૧ રૂપિયાની ખરીદી થઈ હતી. સવાર-સવારમાં તેમના મોબાઇલ પર ક્રેડિટ કાર્ડમાંથી આટલી મોટી રકમની ખરીદીના SMSથી સુરેશ જૈન ચોંકી ઊઠ્યા હતા. સૌથી નવાઈની વાત તો એ હતી કે સુરેશ જૈનનું ક્રેડિટ કાર્ડ તેમની પાસે જ હતું.

આખી ઘટના આ રીતે બની હતી. કૉન્ટ્રૅક્ટરનું કામ કરતા સુરેશ જૈનને બુધવારે ૯ જુલાઈએ એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ સુરેશ જૈનને કહ્યું કે ‘હું ઇન્ડસઇન્ડ બૅન્કમાંથી બોલું છું. તમને નવું ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવાનું હોવાથી તમારો ક્રેડિટ કાર્ડ નંબર અને ઘ્સ્સ્ નંબર આપો. એ જ રીતે સિટી બૅન્ક તરફથી પણ ક્રેડિટ કાર્ડ ઑફર કરતો ફોન આવ્યો હતો.

સુરેશ જૈને આ બનાવ સંબંધે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં જેકોઈ વિગતો પેલા માણસે માગી એ બધી તેને આપી હતી. ગઈ કાલે સવારે જ્યારે મને SMS મળ્યોત્યારે મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. મેં તરત જ બૅન્કમાં અને પોલીસમાં મારી સાથે કોઈકે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.’

આઠ કલાકમાં રૂપિયા કેવી રીતે ખર્ચાયા?

સુરેશ જૈનના ક્રેડિટ કાર્ડમાંથી ૧૭ જુલાઈએ રાતે ૧૧.૫૮ વાગ્યે ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નામે ૯૨,૧૫૬ રૂપિયા, ૧૮ જુલાઈએ રાતે ૧૨.૦૮ વાગ્યે આ જ નામે ૪૫,૪૦૧ રૂપિયા, રાતે ૧૨.૪૨ વાગ્યે ૨૫,૩૩૨ રૂપિયા ઈબે ઇન્ડિયાના નામે, રાતે ૧.૪૨ વાગ્યે સૅવેક્સ કમ્પ્યુટરના નામે, ૧૮ જુલાઈએ સવારે ૬.૫૬ વાગ્યે વોડાફોનના નામે ૨૦૦ રૂપિયા, ૬.૫૮ વાગ્યે ૨૫૦૦ રૂપિયા વોડાફોનના નામે, સવારે ૭ વાગ્યે વોડાફોનના નામે ૨૩૦૦ રૂપિયા, સવારે ૭.૦૮ વાગ્યે ઑક્સિકૅશના નામે ૨૦૦૦ રૂપિયા, સવારે ૭.૪૩ વાગ્યે ઍમેઝોનના નામે ૨૨,૭૯૮ રૂપિયા, સવારે ૮.૦૧ વાગ્યે ઈબેના નામે ૪૩,૬૫૦ રૂપિયા. આમ ૮ કલાકમાં કોઈક અજાણી વ્યક્તિએ સુરેશ જૈનના ક્રેડિટ કાર્ડમાંથી ૨,૬૮,૧૫૧ રૂપિયા ખર્ચી નાખ્યા હતા જેની સુરેશ જૈનને છેક સવારે જાણ થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK