અનેક સમસ્યાથી ભરપૂર અપના બઝાર બસ-સ્ટૉપ

વૉટર ડિપાર્ટમેન્ટે ખોદીને મૂકેલો ખાડો, ગેરકાયદે પાર્કિંગ અને ફુટપાથ પર શૂઝના ઢગલાથી બસના મુસાફરો અને રાહદારીઓ માટે વણનોતરેલી આપત્તિ

bus stop

બસ-સ્ટૉપની બાજુમાં જ શૂઝનો ઢગલો.



મુલુંડ-વેસ્ટના જવાહરલાલ નેહરુ માર્ગ પર આવેલા અપના બઝાર બસ-સ્ટૉપ પાસે થોડા સમય પહેલાં પાણીની નવી પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખોદેલા રસ્તાને સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટે ભરવાને બદલે ખુલ્લો મૂકી દીધો હતો. એ સિવાય ગેરકાયદે પાર્કિંગ અને ફુટપાથ પર વેરણછેરણ પડેલાં શૂઝના ઢગલાને લીધે બસના ડ્રાઇવર અને મુસાફરોને અહીં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.


bus stop

પાઇપલાઇનનું નૂતનીકરણ કર્યા બાદ કથળી ગયેલો રસ્તો. 



bus stop

બસ-સ્ટૉપની આજુબાજુમાં ગેરકાયદે પાર્ક થયેલી ગાડીઓ.



આ બાબતની વિગત આપતાં શિલ્પા વીરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં કોઈએ શૂઝનો ઢગલો કરીને ફુટપાથ બંધ કરી દીધી છે. બીજી બાજુ ઑલરેડી આ રોડ પર ગેરકાયદે પાર્કિંગ થવાની સમસ્યા તો છે જ. એ અધૂરું હોય એમ હવે સુધરાઈએ ખાડો કરીને મૂકી દીધો છે જેને કામ પૂરું થયા બાદ ભર્યો નથી. આ બધાં કારણોસર રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. આની સામે ફક્ત સુધરાઈએ નહીં, પોલીસે પણ જરૂરી કાર્યવાહી કરવાની તાતી જરૂર છે જેથી રાહદારીઓને રાહત મળે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK