મુલુંડના કચ્છી દંપતીના ઘરમાંથી 10 લાખનાં સોનાનાં ઘરેણાં લઈ નોકર રફુચક્કર

મુલુંડ (વેસ્ટ)ના દેવીદયાલ રોડ પર આવેલા ચાણક્ય બિલ્ડિંગમાં રહેતા સિનિયર સિટિઝન વિનોદ ડાઘાના ઘરમાં કામ કરતો બંગાળી નોકર તેમની પત્ની દીક્ષા-પ્રસંગે ગઈ હતી એ સમયનો લાભ લઈને કબાટમાંથી દસ લાખ રૂપિયાના દાગીના ચોરીને ભાગી છૂટuો હતો. મુલુંડ પોલીસ કાલીચરણ શાહુ ઉર્ફે બાબુ નામના આ નોકરને શોધવા તેના ગામમાં પહોંચી ગઈ છે.


કસ્ટમ્સ ક્લિયરન્સનું કામ કરતા ૬૫ વર્ષના વિનોદ ડાઘા તેમનાં ૬૦ વર્ષનાં પત્ની ગીતા ડાઘા સાથે ચાણક્ય બિલ્ડિંગમાં રહે છે. ગીતાબહેન ચોથી જૂને બહારગામ દીક્ષા-પ્રસંગે ગયાં હતાં. તેઓ ત્યાંથી બે દિવસમાં પાછાં આવ્યાં હતાં. ત્રણ દિવસ પછી જ્યારે તેમણે દીક્ષા-પ્રસંગે પહેરેલી સોનાની બંગડી મૂકવા માટે કબાટ ખોલ્યો ત્યારે તેમનાથી કબાટ ખૂલ્યો નહોતો.

આ માહિતી આપતાં ગીતાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી પાસેની ચાવીથી કબાટ ન ખૂલતાં અમે ચાવીવાળાને બોલાવ્યો હતો. તેણે અમને ચાવીનું લીવર બગડી જવાની જાણકારી આપીને કબાટ ખોલી આપ્યો હતો. કબાટ ખૂલતાં મેં જોયું કે કબાટમાં અન્ય વસ્તુઓ યથાવત્ હતી, પણ એમાંથી મારાં સોનાનાં ઘરેણાં ગુમ હતાં. પહેલાં તો મેં મારાથી ક્યાંક દાગીનો આડોઅવળો મુકાઈ ગયો હશે એમ સમજીને ઘરમાં બધે જ શોધ કરી. ૬ જૂનથી જ મારો ઘરનોકર કામે નહોતો આવ્યો. એટલે તરત જ તેના પર શંકા કરીને સોમવારે ૯ જૂને અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. કાલીચરણ અમારા ઘરે ૨૦૧૩ના ડિસેમ્બરથી નોકરીએ લાગ્યો હતો. થોડા સમય પહેલાં તેની પત્ની ગામમાં બીમાર છે કહીને તે ૧૫ દિવસ રજા પર ગયો હતો, પરંતુ ગામેથી પાછો આવ્યો ત્યારથી તેનું કામકાજમાં ધ્યાન નહોતું.’

મુલુંડ પોલીસના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે વિનોદ ડાઘાની ફરિયાદ આવતાં જ અમે તપાસ શરૂ કરી હતી જેમાં અમને તેમના ઘરનો નોકર કાલીચરણ શાહુ ઉર્ફે બાબુ પશ્વિમ બંગમાં તેના ગામે જતો રહ્યો હોવાની જાણકારી મળી હતી. એટલે તરત જ અમે અમારી એક ટીમને તેના ગામમાં જવા માટે રવાના કરી દીધી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK