પીઠ થાબડો આ રિક્ષા-ડ્રાઇવરની : કચ્છી યુવતીની રૂ. દોઢ લાખની માલમતાવાળી બૅગ પાછી આપી

મુલુંડમાં રહેતી ૨૦ વર્ષની માનસી લાપસિયા શુક્રવારે ડોમ્બિવલીમાં માસીના દીકરાનાં લગ્નમાં ગઈ હતી.


auto driver


અંકિતા સરીપડિયા


ત્યારે લગ્નના હૉલમાં જવા માટે તેણે પકડેલી રિક્ષામાં તે દોઢ લાખ રૂપિયાની માલમતાવાળી બૅગ ભૂલી ગઈ હતી જેને ઈમાનદાર રિક્ષા-ડ્રાઇવરે શુક્રવારે સાંજે જ વિષ્ણુનગર પોલીસમાં જમા કરાવી હતી. બૅગ સુરક્ષિત પાછી આપવા બદલ પોલીસે ૪૨ વર્ષના રિક્ષા-ડ્રાઇવર દયાશંકર યાદવનું સન્માન કર્યું હતું, જ્યારે માનસીના પિતા દિલીપ લાપસિયાએ પણ તેને બક્ષિસરૂપે ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.

કચ્છી દશા ઓસવાળ સમાજના દિલીપભાઈએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી સાળીના દીકરાનાં લગ્ન હોવાથી અમે ડોમ્બિવલી (વેસ્ટ)માં તેમના ઘરે ગયા હતા. લગ્ન ડોમ્બિવલી (ઈસ્ટ)ના શુભમંગલ કાર્યાલય હૉલમાં હતાં. એથી માનસીની સાથે મારો દીકરો અને તેના મામાનો દીકરો એમ ત્રણ જણ કપડાં, ઘરેણાં, રોકડ રકમ, મોબાઇલ, ઘડિયાળ અને મહkવના ડૉક્યુમેન્ટ્સ વગેરે મળીને દોઢ લાખ રૂપિયાની માલમતા ભરેલી બૅગ લઈને રિક્ષામાં લગ્નના હૉલ પર પહોંચ્યાં હતાં. ત્યાં રિક્ષામાંથી ઊતર્યા બાદ ૧૦થી ૧૫ મિનિટ પછી અચાનક માનસીને બૅગ તેઓ રિક્ષામાં ભૂલી ગયા હોવાનું યાદ આવ્યું હતું એટલે તેણે મને ફોન કરીને જાણ કરી હતી. ત્યારે અમે તરત જ ડોમ્બિવલી (ઈસ્ટ)માં રિક્ષા-સ્ટૅન્ડ પર પહોંચ્યા હતા અને રિક્ષાની તપાસ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન હોવાથી ડોમ્બિવલી (વેસ્ટ)માં વિષ્ણુનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને લગ્ન શરૂ થઈ ગયાં હોવાથી ફરી લગ્નમાં પહોંચ્યા હતા.’

બૅગ કેવી રીતે પાછી મળી એ વિશે દિલીપભાઈએ કહ્યું હતું કે ‘દાગીના અને રોકડથી ભરેલી બૅગ ખોવાઈ જતાં લગ્નમાં કોઈનું મન લાગતું નહોતું, પરંતુ ત્યાં હાજર રહેવું જરૂરી હતું. આ દરમ્યાન શુક્રવારે સાંજે પાંચ વાગ્યે લગ્ન પૂરાં થયા બાદ વિદાયના સમયે મને વિષ્ણુનગર પોલીસનો ફોન આવ્યો હતો અને તેમણે બૅગ મળી ગઈ હોવાની જાણ કરતાં વિદાયના વાતાવરણમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. રિક્ષા-ડ્રાઇવરને પૅસેન્જર પોતાની બૅગ પાછળ ભૂલી ગયો હોવાની જાણ થતાં તેણે તરત જ પોલીસને સોંપી હતી. એથી ઈમાનદારી બદલ અમે રિક્ષા-ડ્રાઇવરનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસે પણ ગુલદસ્તો આપીને તેનું સન્માન કર્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK