જૈન સંત મનોહરમુનિના કારનામાનો વિવાદ

જૂનાગઢમાં કહ્યું કે તબિયત સારી નથી એટલે મુંબઈના ડૉક્ટરને બતાવવા ગાડીમાં જાઉં છું : હકીકતમાં તેમને ગઈ કાલે મુલુંડ ર્કોટમાં હાજર થવાનું હતું : તેમના પર ૨૦૧૨થી એક ટીનેજરનો વિનયભંગ કરવાની અને તેને ધાકધમકી આપવાની ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે : જામીન મળ્યા પછી ત્રણ વર્ષમાં તેઓ બીમારી અને ઉંમરના બહાના હેઠળ કોર્ટમાં હાજર નહોતા થઈ રહ્યા: સિનિયર સિટિઝન હોવાના નાતે તેમણે કેસમાંથી મુક્તિ આપવાની અરજી કરી અદાલતને

manohar muniરોહિત પરીખ


ગોંડલ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના હાલ જૂનાગઢમાં જગમાલ ચોકના જૈનભુવનમાં ચાતુર્માસ માટે બિરાજમાન મનોહરમુનિ મહારાજસાહેબે તેમના પર ચાલી રહેલા વિનયભંગ અને ધમકીના કેસ માટે ત્રણ વર્ષ પછી ગઈ કાલે જૂનાગઢથી મુલુંડ કોર્ટમાં ફરજિયાત હાજરી આપવી પડી હતી. તેમને કોર્ટમાં હાજરી આપવા માટે કારમાં આવવાની ફરજ પડી હતી. આનાથી જૂનાગઢનો જૈન સમાજ સાવ જ અજાણ છે, કારણ કે મનોહરમુનિએ મુંબઈ આવવા માટે ત્યાંના જૈન સમાજમાં પોતે બીમાર છે એવું કારણ આપ્યું હતું. એને લીધે જ તેઓ ત્યાંથી કારમાં આવી શક્યા હતા એવું જૈન સમાજનું માનવું છે. જૈન સમાજમાં આ વાત પ્રસરતાં જ મનોહરમુનિ ત્રણ વર્ષ પછી ફરીથી ચર્ચાનો વિષય બની ગયા છે.

મનોહરમુનિ મુલુંડની કોર્ટમાં કારમાં આવવાને કારણે જૈન સાધુસંતો અને જૈન સમાજમાં એવી લોકચર્ચા ચાલી રહી છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે જૈન મુનિને ગંભીર બીમારી હોય અથવા ધર્મ પર કોઈ મોટું સંકટ આવી પડે તો જ ચાતુર્માસમાં વિહાર કરવાની છૂટ આપવામાં આવી છે અને આના માટે પણ તેમણે તેમના સંપ્રદાયના ગુરુની પરવાનગી લેવી જરૂરી હોય છે, બાકી તેમને ચાતુર્માસ દરમ્યાન અમુક કિલોમીટર સુધીના વિહારની જ શાસ્ત્રકીય છૂટ આપવામાં આવી છે. જોકે ગઈ કાલે તેઓ આ બધા નિયમો નેવે મૂકીને કોર્ટમાં હાજર થયા હતા. મુલુંડ આવવા માટે તેમણે જૈન સાધુસંતો વાહનમાં મુસાફરી ન કરી શકે એવા નિયમનું પણ બીમારીનું કારણ આપીને ઉલ્લંઘન કર્યું હતું. તેઓ જૂનાગઢથી મુલુંડ એક સ્પેશ્યલ કાર કરીને કોર્ટમાં હાજર થયા હતા અને આ જ કારમાં પાછા ગઈ કાલે જ જૂનાગઢ જવા નીકળી ગયા હતા. એવી પણ ચર્ચા છે કે જૂનાગઢથી આવતી વખતે તેઓ બીમાર છે એવી છાપ ઊભી કરવા માટે ગુરુવારે બપોરે પહેલાં કાંદિવલીના SV રોડ પર આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવારના બહાના હેઠળ રાત રોકાયા હતા અને ત્યાંથી ગઈ કાલે સવારે તેઓ કોર્ટમાં હાજર થયા હતા.

આ બાબતની વધુ તપાસ કરવા ‘મિડ-ડે’એ કાંદિવલીની હૉસ્પિટલમાં વાત કરવાની કોશિશ કરી હતી, પણ ડૉક્ટર બિઝી છે એમ કહીને હૉસ્પિટલ તરફથી કોઈ જ જવાબ આપવામાં આવ્યો નહોતો.

કોર્ટમાં ગઈ કાલે ચાલેલી કાર્યવાહીની માહિતી આપતાં ફરિયાદી ટીનેજર યુવતીનાં વકીલ ઍડ્વોકેટ ઉષા અન્ડેવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનોહરમુનિ મહારાજસાહેબને ૨૦૧૨માં મુલુંડ કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારથી તેઓ ઉંમર અને બીમારીનાં કારણો આગળ ધરીને કોર્ટમાં હાજર થતા નહોતા. આખરે કોર્ટ તરફથી ૨૯ ઑક્ટોબરે તેમને ૬ નવેમ્બર સુધીમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં આ દિવસે તેઓ હાજર નહીં રહે તો કોર્ટ તરફથી તેમની ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એને લીધે આખરે મનોહરમુનિએ ગઈ કાલે કોર્ટમાં હાજર થવું પડ્યું હતું.’

ઍડ્વોકેટ ઉષાએ મનોહરમુનિ મહારાજસાહેબ પર ચાલી રહેલા કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેમની સામે ૨૦૧૨માં મુલુંડના એક જૈન ઉપાશ્રયમાં ડિપ્રેશનની દરદી એવી એક ટીનેજર યુવતીની સારવાર કરવાના બહાને તેના પર વિનયભંગ અને ધમકી આપવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવ બન્યા પછી અને એ ટીનેજરના પરિવારે કરેલી ફરિયાદના આધારે મનોહરમુનિની એ સમયે ધરપકડ કરવામાં આવી હતી. એની સામે મનોહરમુનિએ જામીનની અરજી કરી હતી. પહેલી અરજી સમયે કોર્ટે તેમને ત્રણ દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. ત્યાર બાદ તેમની જામીનની અરજી કોર્ટે મંજૂર કરી હતી, પણ જૈન સાધુનું કોઈ ફિક્સ ઍડ્રેસ ન હોય એવી તેમના તરફથી રજૂઆત થવાને કારણે કોર્ટે જામીનમાં શરત મૂકી હતી કે મનોહરમુનિએ મહારાષ્ટ્રની બહાર જવા માટે સમયે-સમયે કોર્ટની મંજૂરી લેવી જરૂરી છે. આમ છતાં મનોહરમુનિ કોર્ટના આ આદેશને ઘોળીને પી ગયા હતા. તેઓ થોડા જ સમયમાં મુંબઈ છોડીને ગુજરાત ચાલ્યા ગયા હતા. ત્યાર પછી તેઓ એક પણ દિવસ કોર્ટમાં હાજર થયા નહોતા.’ 

ઉષા અન્ડવારે મનોહરમુનિ તરફથી રજૂ કરવામાં આવેલા બચાવનામાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગઈ કાલે મનોહરમુનિ તરફથી ડિસ્ચાર્જની અરજી કરવામાં આવી હતી. એમાં કહેવામાં આવ્યું છે કે હું સિનિયર સિટિઝન છું અને મારી તબિયત નાજુક રહે છે એટલે મને આ કેસમાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે અરજીમાં એમ પણ કહ્યું છે કે આ ટીનેજર મારા પર ખોટા આક્ષેપો કરી રહી છે અને તે ડિપ્રેશનની દરદી હોવાથી ક્યારે શું બોલે છે અને શું કરે છે એનું ભાન રહેતું નથી. એ બધું નજરમાં રાખીને આ આરોપમાંથી મુક્તિ આપવાની તેમણે અરજીમાં વિનંતી કરી છે. જોકે કોર્ટે તેમની અરજી અત્યારે માન્ય રાખી નહોતી તેમ જ મને અને પોલીસને આ અરજી સામે અમારો જવાબ ત્રીજી ફેબુઆરી સુધીમાં આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એની સુનાવણી ત્રીજી ફેબ્રુઆરીએ થશે.’

આ બાબતમાં મનોહરમુનિની સ્પષ્ટતા અને ખુલાસો પૂછવા માટે ‘મિડ-ડે’એ સંપર્ક કયોર્ હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જૂનાગઢના વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના પ્રમુખ વજુ દામાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનોહરમુનિ મહારાજસાહેબની તબિયત સારી ન હોવાથી તેઓ મુંબઈ ડૉક્ટરને બતાવવા ગયા છે. તેમનો સંપર્ક થઈ શકે એમ ન હોવાથી તેમની તબિયતની બીજી કોઈ જાણકારી અમને મળી નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK