મહિલાનો જાહેરમાં હાથ પકડવાના આરોપસર મુલુંડના સ્થાનિક લીડરની અરેસ્ટ

મુલુંડના ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ પ્રતીક તરેની સામે ગઈ કાલે ૩પ વર્ષની યુવતીએ વિનયભંગની ફરિયાદ કરી હતી. એને લીધે મુલુંડ પોલીસે ૩૦ વર્ષના પ્રતીક તરેની ધરપકડ કરી હતી.

pratik

આ બાબતની માહિતી આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીપદ કાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતીક તરેની એક વર્ષ અગાઉ યુવતી સાથે ઇલેક્શનના સમયે ઓળખાણ થઈ હતી. યુવતીએ પ્રતીક સાથે નિર્દોષ ફ્રેન્ડશિપ કરી હતી, પરંતુ યુવતીની ફરિયાદ મુજબ પ્રતીકે એ સંબંધનો અલગ અર્થ કયોર્ હતો અને બુધવારે યુવતી તેની દીકરીને રિક્ષામાં ડાન્સ-ક્લાસમાં મૂકીને ઘરે પાછી રહી હતી એ સમયે પ્રતીકે ભરચક વિસ્તારમાં બપોરના સમયે યુવતીનો જબરદસ્તીથી હાથ પકડી લીધો હતો.’

arrest

યુવતીએ પ્રતીક પાસેથી છૂટવાના પ્રયાસ કર્યા, પણ પ્રતીકે તેનો હાથ છોડ્યો નહોતો એમ જણાવતાં શ્રીપદ કાળેએ કહ્યું હતું કે ‘પ્રતીકે યુવતીનો હાથ ન છોડતાં યુવતી જબરદસ્તીથી હાથ છોડાવી મુલુંડ પોલીસ-સ્ટેશનમાં દોડી ગઈ હતી. ત્યાં તેણે પ્રતીકની વિરુદ્ધમાં વિનયભંગની ફરિયાદ કરી હતી. અમે પ્રતીકની વિરુદ્ધમાં છોકરીની ઇચ્છા વગર સ્પર્શ કરવાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK