આને કહેવાય માનવતા

આઠ મહિનાથી રસ્તા પર ભીખ માગીને દિવસો કાઢતા મુલુંડના કીર્તિ પંચાલની મદદે આવ્યા મુલુંડના જ કેટલાક  પંચાલબંધુઓ : તેમની જીવનભરની જવાબદારી ઉપાડી

kirti panchal

નવજીવન : રસ્તા પર ભિખારી જેવી હાલતમાં બેસી રહેતા કીર્તિ પંચાલને મુલુંડના પંચાલભાઈઓએ સાફસૂથરા કરીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા છે જ્યાં તેમના અકસ્માતગ્રસ્ત ડાબા પગનું ઑપરેશન કરવામાં આવ્યું હતું.
પ્રીતિ ખુમાણ ઠાકુર


મુલુંડ (વેસ્ટ)માં રહેતા ૪૫ વર્ષના કીર્તિ પંચાલે જીવનમાં ક્યારેય નહીં વિચાર્યું હોય કે જીવનમાં એવા દિવસો પણ આવશે જ્યારે તેમણે ભિખારીની જેમ ભીખ માગીને રસ્તા પર દિવસો કાઢવા પડશે. કીર્તિભાઈ માનસિક રીતે દસેક ટકા જેટલા અક્ષમ હોવાથી અને ભાઈઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી છેલ્લા ૮ મહિનાથી તરછોડાયેલી અવસ્થામાં હતા અને ભાયખલાના રસ્તા પર ભીખ માગતા ફરતા હતા. એ દરમ્યાન ઍક્સિડન્ટ થતાં તેમનો ડાબો પગ ભાંગી જતાં તે ચાલી શકતા નહોતા અને રસ્તા પર લોકો જે આપે એ ખાઈ લેતા હતા. એ વાતની જાણ મુલુંડના અન્ય પંચાલભાઈઓને થતાં તેમણે કીર્તિભાઈ માટે માનવતા દેખાડી છે.

મુલુંડના આ પંચાલભાઈઓ તેમને રસ્તા પરથી લઈ ગયા. પહેલાં તેમના વાળ કપાવ્યા અને ત્યાર બાદ નવડાવીને નવાં કપડાં પહેરાવી તેમને હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં તેઓ કીર્તિભાઈની સારવાર કરાવી રહ્યા છે અને મંગળવારે તેમના પગનું ઑપરેશન સતત સાત કલાક ચાલ્યું અને સફળ રહ્યું હતું. ઑપરેશન વખતે આખો દિવસ બધા હૉસ્પિટલમાં હાજર રહ્યા હતા. આ પંચાલભાઈઓએ કીર્તિની સારવાર માટે હૉસ્પિટલમાં એક ખાસ માણસ ૨૪ કલાક તેમની દેખરેખ માટે રાખ્યો છે. એ જાણી કીર્તિ પંચાલના ભાઈએ પંચાલભાઈઓને પત્ર લખીને જણાવ્યું હતું કે ‘અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અમે તેને સંભાળી શકતા નથી. જ્યારે પણ તેનું અવસાન થાય ત્યારે અમારા ભાઈઓના પરિવારના સભ્યો ઉપસ્થિત રહેશે.’

રસ્તા પર કીર્તિભાઈને દયનીય હાલતમાં જોતાં અમારી આંખમાં આંસુ આવી ગયાં હતાં એમ જણાવતાં જિતુ પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બકરા અડ્ડામાં NM જોશી માર્ગ પર ભિખારી જેવી હાલતમાં ભીખ માગતા અને ચાલી પણ ન શકતા એક ગુજરાતી પંચાલ ભાઈ બેસે છે એવી જાણ ત્યાં રહેતા અમારા સમાજના ભરત પંચાલે અમને કરી હતી. એટલે અમે ૧૦ પંચાલભાઈઓ ભેગા થયા અને તરત તેને મળવા ગયા. કીર્તિભાઈની દયનીય હાલત જોઈને અમે તરત તેમને ઇમર્જન્સી મેડિકલ સારવાર આપવાનું નક્કી કર્યું હતું.’

પગ ભાંગી ગયો હોવાથી ઑપરેશન કરાવ્યું છે એમ જણાવતાં દીપક પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિનાઓથી રસ્તા પર જ રહેતા હોવાથી કીર્તિભાઈ નાહ્યા પણ નહોતા એટલે પહેલાં તેમને એક માણસને કહીને નવડાવ્યા હતા. ત્યાર બાદ વાળ કપાવી એક દુકાનમાંથી નવાં કપડાં લઈ તેમને પહેરાવ્યાં હતાં. જોકે એ જ વખતે તેમનામાં થોડો ફેરફાર જોવા મળ્યો હતો. હાલમાં કીર્તિભાઈ JJ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલના સ્ટાફ સાથે અમે એક માણસને તેમની સારવાર માટે ૨૪ કલાક રાખ્યો છે. રસ્તા પર રહેતા હતા એટલે કોઈક વાહને અડફેટમાં લેતાં તેમનો ડાબો પગ ભાંગી ગયો હતો અને હાડકું બહાર દેખાતું હતું એથી સળિયો બેસાડીને ઑપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમે કોઈક સારા આશ્રમમાં તેમને રાખીશું. અમે પંચાલભાઈઓએ જીવનભર તેમની સારવારની જવાબદારી લીધી છે.’

તેમના ભાઈએ લેખિતમાં ‘અવસાન પામે ત્યારે જાણ કરજો’ એવું અમને લખી મોકલ્યું છે એવું જણાવતાં જિતુ પંચાલે ઉમેર્યું હતું કે ‘કીર્તિભાઈને મળ્યા બાદ અમે તેમના ભાઈને ફોન કર્યો હતો, પણ તેમણે તેઓ આર્થિક રીતે નબળા હોવાથી કીર્તિભાઈની જવાબદારી અમે લઈશું નહીં એવું કહ્યું હતું. પત્રમાં તેમણે લખ્યું હતું કે ભાઈનું મૃત્યુ થાય ત્યારે જાણ કરશો તો અમારા પરિવારના સભ્યો આવીને ઊભા રહેશે. એ વાંચીને અમને ખૂબ નવાઈ લાગી હતી. મુલુંડમાં રહેતા દિનેશ, જસવંતભાઈ, શ્રીકાન્ત, ભરત, જિતેન્દ્ર, રમેશ, ધર્મેશ, દીપક અને હું એમ અમે બધા પંચાલભાઈઓએ કીર્તિભાઈની જવાબદારી લીધી છે. તેમને ફરી ક્યારેય રોડ પર નહીં જવા દઈએ એવો મક્કમ નિર્ણય પણ અમે કર્યો છે.’

ભાઈ શું કહે છે?

કીર્તિભાઈના મોટા ભાઈ કનુ પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કીર્તિ માનસિક રીતે ૪૦ ટકા જેટલો અક્ષમ છે. તેનું વર્તન બરાબર નહોતું. તે ગમે ત્યારે ઘરમાંથી બહાર  ચાલ્યો જતો હતો. અમે દેશમાં ગયા હતા ત્યારે પણ તે ઘરમાંથી બહાર ચાલ્યો ગયો હતો. આટલાં વર્ષ તો મેં તેને સંભાળ્યો. હવે મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી હું તેને સંભાળી શકું એમ નથી. તેને અનેક જગ્યાએ કામ પર લગાડ્યો હતો, પણ તે જવા તૈયાર નહોતો થતો અને ઘરમાંથી નીકળીને જ્યાં-ત્યાં ફરતો રહેતો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK