મુલુંડ : 8 ટ્રક ભરાય એટલા કચરા સાથે રહેતી વૃદ્ધાને પોલીસે બચાવી

મુલુંડમાં ૮૬ વર્ષની મહિલાને પોલીસે ઘરમાં રાખેલા દુર્ગંધ મારતા કચરાના ઢગલામાંથી જીવતી બહાર કાઢી


garbu

જયેશ શાહ

મુલુંડ (વેસ્ટ)ના ઝવેર રોડ પર આવેલી ગાઇડ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એમ્પ્લૉઈઝ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લૅટ-નંબર ત્રણમાં રહેતાં ૮૬ વર્ષનાં મણિબહેન સાવલાના ઘરમાં સોમવારે પોલીસે બારીની ગ્રિલ તોડીને પ્રવેશ કર્યો હતો અને ૫૬૦ સ્ક્વેર ફુટના ઘરમાંથી દુર્ગંધ મારતા કચરાના ઢગલા વચ્ચેથી તેમને જીવતાં બહાર કાઢ્યાં હતાં. આ રેસ્ક્યુ ઑપરેશનમાં BMCના ૩૦ કરતાં વધુ કર્મચારીઓએ આઠ ટ્રક ભરીને અતિદુર્ગંધ મારતો કચરો બહાર કાઢ્યો હતો. મણિબહેનને અત્યારે હૉસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યાં છે.

મણિબહેનના બે પુત્રો ૬૭ વર્ષના ચુનીલાલ, ૬૫ વર્ષના હરિલાલ અને બે પુત્રીઓ હેમા અને જયશ્રી સાથે જ રહેતાં હતાં. ચારેય ભાઈ-બહેન અપરિણીત છે. છેલ્લાં ૧૩ વર્ષથી આ ઘરમાં રહેતા આ પરિવારના તમામ રૂમો, બાથરૂમ અને કિચનનો ભાગ દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓથી ભરપૂર હતા અને એની વચ્ચે આંખે નહીંવત્ દેખતાં અને કાને ઓછું સાંભળતાં મણિબહેનને દયનીય હાલતમાં રાખવામાં આવ્યાં હતાં.

આ સમગ્ર ઘટના વિશે સોસાયટીના ચૅરમૅન અને વ્યવસાયે આર્કિટેક્ટ ચિરાગ ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સોસાયટીમાં ૧૨ ફ્લૅટ છે. APMCમાં દલાલી કરતા ચુનીલાલ સાવલાનો ઓનરશિપવાળો ગ્રાઉન્ડ ફ્લોરનો ફ્લૅટ-નંબર ત્રણ છે. તેઓ છેલ્લાં ૧૩ વર્ષથી અહીં રહે છે, પરંતુ તેમના ઘરના પરિવારની વર્તણૂકથી સોસાયટીના સભ્યો હેરાન-પરેશાન થઈ ગયા છે. રોજ રાતે મોડેથી સમગ્ર પરિવારના લોકો ગમે ત્યાંથી માગેલો કચરો લાવીને ઘરમાં રાખતા હતા. આ કચરો એટલી હદે વધી ગયો હતો કે અહીં આજુબાજુના ફ્લૅટમાં રહેતા રહેવાસીઓને અસહ્ય દુર્ગંધ આવતી હતી. આ વિશે અમે BMCના T વૉર્ડના અધિકારીને લેખિતમાં ૪ ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે કોઈ પગલાં લીધાં નહોતાં. ત્યાર બાદ અસહ્ય બદબૂ આવતાં અમે સોસાયટીના લેટરપેડ પર BMCના T વૉર્ડના પબ્લિક હેલ્થ-ઑફિસરને પહેલી એપ્રિલે ફરિયાદ કરી અને સોસાયટીના સભ્યોની હેલ્થ બગડી રહી હોવાની જાણ કરી. આમ છતાં તેમણે પણ કોઈ પગલાં લીધાં નહીં. ત્યાર બાદ અમે સ્થાનિક વિધાનસભ્ય સરદાર તારા સિંહને આ વિશે ફરિયાદ કરી હતી. આથી સ્થાનિક કાર્યકર વિરલ શાહે આ વિશે સોમવારે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં જાણ કરી હતી. સોમવારે સવારે સાડાદસ વાગ્યે પોલીસનો કાફલો અમારી સોસાયટીમાં આવ્યો હતો. પોલીસે ચુનીલાલ સાવલાના ઘરનો મુખ્ય ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાંથી પ્રવેશ શક્ય ન બનતાં વિન્ડોની ગ્રિલ તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસને પણ માસ્ક પહેરીને પ્રવેશ કરવાની ફરજ પડી હતી. ઘરમાં કચરાના એક ઢગલા પર મણિબહેન અડધી નગ્ન અવસ્થામાં દયનીય હાલતમાં સૂતાં હતાં. પોલીસે BMCના સ્થાનિક અધિકારીને બોલાવ્યા હતા. BMCના ત્રીસ જેટલા કર્મચારીઓ ડમ્પર, ટેમ્પો અને ક્લીનઅપ વાહનો સાથે આવ્યા હતા. સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધીમાં તેઓ આઠ ટ્રક જેટલો દુર્ગંધ મારતો કચરો તેમના ઘરમાંથી બહાર કાઢીને લઈ ગયા હતા. હજી પણ આ કામગીરી અધૂરી છે. હજી પણ એટલો જ કચરો ઘરમાં છે. BMCના અધિકારી બે દિવસ પછી ફરી કામગીરી કરવાનું કહીને ગયા છે.’

  • બે ભાઈઓ અને બે બહેનો મમ્મી સાથે રહેતાં હતાં : માનસિક બીમારીને કારણે વર્ષથી કચરો એકઠો કરીને ફ્લૅટમાં રાખ્યો હતો : BMCમાં બે વખત સોસાયટીના સભ્યોએ કરેલી ફરિયાદ બહેરા કાને અથડાઈ : આઠ ટ્રક ભરીને કચરો બહાર કાઢવામાં આવ્યો : હજી પણ આ ફ્લૅટમાં કચરાના ઢગલા પડ્યા છે

મુલુંડ પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અંકુશ વાઘમોડેએ આ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિરલ શાહ નામના સ્થાનિક કાર્યકરનો કન્ટ્રોલ પર ફોન આવ્યો હતો કે ઝવેર રોડ પર આવેલી ગાઇડ સોસાયટીના એક ઘરમાં દુર્ગંધ મારી રહી છે અને એમાં કોઈ બૉડી હોય એવું જણાય છે. એટલે અમે સ્પૉટ પર ગયા હતા. ઘરના દરવાજા પાસે તીવ્ર દુર્ગંધ મારી રહી હતી. આથી અમે પાછળના ભાગમાં આવેલી વિન્ડોની ગ્રિલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. અમારા અચરજ વચ્ચે ઘરમાં પાંચ ફુટ જેટલો કચરાનો ઢગલો જોવા મળ્યો હતો. એ વચ્ચેથી વયોવૃદ્ધ મણિબહેન સાવલા નામની મહિલાને જીવતી બહાર કાઢીને અગ્રવાલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડી છે. આ વિશે અમે તેમને કડક વૉર્નિંગ આપી છે, પણ કોઈ ગુનો નોંધ્યો નથી.’

આ ઘટના વિશે APMCમાં દલાલીનો વ્યવસાય કરતા હરિલાલ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પિતા વીરજીભાઈનું ૧૫ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. મારી બન્ને બહેનોને માનસિક બીમારીને કારણે કચરો વીણવાની ટેવ છે. અમે હવે ફરી આવી ભૂલ નહીં કરીએ એવું પોલીસને જણાવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK