ડમ્પિંગ ગ્રાઉન્ડથી આઝાદી મળે તો બીમારીમુક્ત, પૉલ્યુશન-ફ્રી અને ટેન્શન-ફ્રી વાતાવરણ મળે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત પછી હરિઓમનગરના રહેવાસીઓને આશા


dumpingઅંકિતા સરીપડિયા

મુલુંડ-ઈસ્ટમાં અનેક વર્ષોથી ૨૫ એકરમાં ફેલાયેલા ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે એકદમ નજીક આવેલા હરિઓમનગરના રહેવાસીઓને અનેક મુશ્કેલીઓ તેમ જ બીમારીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૫ની ૧૫ ઑગસ્ટ સુધીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડને સદંતર બંધ કરવા કરેલી જાહેરાત બાદ હરિઓમનગરના રહેવાસીઓને એક નવી આશા જાગી છે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડની તીવ્ર દુર્ગંધ થાણેમાં કોપરી અને વારા બંગલો વિસ્તારો સુધી રહેવાસીઓને હેરાન કરે છે. ૪૦૦ મેટ્રિક ટન કચરો સમાવી લેવાની ક્ષમતા ધરાવતું આ ડમ્પિંગ ગ્રાઉન્ડ અહીંથી હટવાથી ૫૦૦૦ જેટલા રહેવાસીઓ બીમારીમુક્ત, પૉલ્યુશન-ફ્રી અને સારા વાતાવરણમાં જીવી શકશે એવી રહેવાસીઓએ મિડ-ડે LOCAL સમક્ષ આશા વ્યક્ત કરી હતી.

આ વિશે હરિઓમનગરના રહેવાસી સંજય ગાવકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ થશે એ ખૂબ જ સારી વાત છે. જો આવું થશે તો હરિઓમનગર ટેન્શન-ફ્રી અને બીમારીમુક્ત થઈ જશે. બાળકોને તેમ જ તમામ રહેવાસીઓને રાહત મળશે. ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે હરિઓમનગરના જે ૫૦૦૦થી વધુ રહેવાસીઓ સમસ્યા ભોગવી રહ્યા છે તે દરેકને છુટકારો મળશે. અમને પૉલ્યુશન-ફ્રી અને સારું વાતાવરણ મળશે. ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે અમને અનેક સમસ્યા થઈ રહી છે એનાથી રાહત મળશે. આ ડમ્પિંગ ગ્રાઉન્ડને બંધ કરવા અમે રહેવાસીઓએ અનેક આંદોલનો કયાર઼્ છે. અનેક રાજકારણીઓ આમાં જોડાયા છે તેમ છતાં સમસ્યામાં નખનો પણ ફરક પડ્યો નથી. હવે જોવાનું એ છે કે મુખ્ય પ્રધાને કરેલી જાહેરાત બાદ સમયસર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.’

આ વિશે અન્ય રહેવાસી સોની (પાયલ) બિલાડકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડમ્પિંગ ગ્રાઉન્ડ અહીંથી હટાવવું જ જોઈએ. અહીં સ્કૂલ આવેલી છે, રેસિડેન્શિયલ એરિયા છે. અહીં ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે બાળકો, સિનિયર સિટિઝનો તેમ જ તમામ રહેવાસીઓને ખૂબ જ અગવડ થઈ રહી છે. બાળકો બીમાર થાય છે. વરસાદને કારણે દુર્ગંધ વધુ આવે છે અને સમસ્યા વધુ વકરે છે. અવારનવાર લાગતી આગને કારણે અમે રહેવાસીઓ જીવના જોખમે અહીં રહીએ છીએ અને મનમાં ડર લાગ્યા કરે છે કે ક્યારે શું ઘટના બની જશે. ડમ્પિંગ ગ્રાઉન્ડ રહેવાસીઓ માટે હાનિકારક છે અને આને અહીંથી હટાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ડમ્પિંગ ગ્રાઉન્ડ હટવું જ જોઈએ અને સરકારના આ નિર્ણયથી અમે ખુશ છીએ.’

અન્ય રહેવાસી સ્મિતા રાવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે હરિઓમનગરના રહેવાસી શાંતિના શ્વાસ લઈ શકતા નથી. અહીંના પાંચ ટકા લોકો તો એવા પણ છે જેમણે આ સમસ્યાને પગલે પોતાનાં ઘરો શિફ્ટ કરી દીધાં છે. ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે થતી અનેક સમસ્યાને લીધે રહેવાસીઓએ પોતાના ધંધા અને નોકરીને એળે મૂકી અનેક આંદોલનો અને વિરોધપ્રદર્શનો કયાર઼્ છે તેમ છતાં આ બાબતે કોઈ પગલાં લેવાયાં નથી. ડમ્પિંગ ગ્રાઉન્ડને હટાવી અહીં રેસિડેન્શિયલ અથવા કમર્શિયલ બિલ્ડિંગો બંધાવાં જોઈએ જેથી ભવિષ્યમાં ફરી ડમ્પિંગ ગ્રાઉન્ડ બનવાનો ડર રહે નહીં. ફક્ત બે મહિનાના સમયમાં આ ડમ્પિંગ ગ્રાઉન્ડ હટે એવી શક્યતા તો લાગતી નથી તેમ છતાં મુખ્ય પ્રધાને કરેલી જાહેરાતથી અમને આશા છે કે જલદી ડમ્પિંગ ગ્રાઉન્ડ હટાવવામાં આવશે અને રહેવાસીઓ સ્વચ્છ વાતાવરણમાં જીવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK