ગણેશચતુર્થી નજીક આવતી હોવાથી વીક-એન્ડનો સમય લોકોએ ગણપતિબાપ્પા માટેની ખરીદી માટે ફાળવ્યો

ગણેશચતુર્થીને હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં શનિવારે અને રવિવારે શહેરમાં ઠેકઠેકાણે લોકો ગણપતિબાપ્પાને વાજતે-ગાજતે પોતાને ઘેર લઈ જઈ સ્થાપના કરતા જોવામાં આવ્યા હતા.



મૂર્તિકારોએ વિઘ્નહર્તાની બનાવેલી વિવિધ પ્રકારની પ્રતિમાઓએ લોકોને આકર્ષિત કર્યા હતા. મુલુંડમાં એક મૂર્તિકારે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘એક તરફ બાઇક પર તેમ જ ડૉલ્ફિન પર બિરાજેલા ગણપતિની મૂર્તિએ બાળકોને આકષ્યાંર્ હતાં તો બીજી તરફ મુંબઈમાં સિદ્ધિવિનાયક અને પુણેસ્થિત દગડૂશેઠ મંદિરમાં સ્થાપવામાં આવેલી ગણેશ મૂર્તિ જેવી જ હૂબહૂ મૂર્તિ લોકોમાં વષોર્થી લાકપ્રિય છે.

ગણેશચતુર્થી નજીક આવતી હોઈ ગણેશભક્તો ગણપતિબાપ્પાને આવકારવાની તૈયારીમાં વ્યસ્ત રહ્યા હતા. થમોર્કોલમાંથી બનાવેલાં ગણેશ મંદિર, બૅટરી પર સતત ગોળ-ગોળ ફરતાં છત્ર તેમ જ ફૂલો અને બનાવટી ફૂલોમાંથી બનાવેલી સજાવટની વસ્તુઓ અને  અન્ય ઇકો-ફ્રેન્ડ્લી સજાવટની વસ્તુઓ મુલુંડ અને થાણેની બજારોમાં લોકો માટે ઉપલબ્ધ છે.

માનવી ઈશ્વર પ્રત્યેની પોતાની શ્રદ્ધા અલગ-અલગ રીતે વ્યક્ત કરવા માટે જાણીતો જ છે. મુલુંડમાં એક ડ્રાયફ્રૂટની દુકાનમાં ગણેશભક્તો માટે ચલણી નોટોમાંથી બનાવેલા હાર ઉપલબ્ધ છે. દુકાનના માલિક આશિષભાઈએ આ ચલણી નોટોના હાર વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોના હાર અમે બનાવ્યા છે એટલું જ નહીં; એક ગણેશભક્તે ગણપતિને ચડાવવા માટે ૧૦ અને ૨૦ રૂપિયાની નોટોનો ૧૫ ફૂટ લાંબો હાર પણ બનાવડાવ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK