ગોવર્ધનનગરમાં હવે દર મહિને સ્વચ્છતા અભિયાન

રવિવારે સોસાયટીમાં સફાઈ યોજાઈ એ પછી લેવામાં આવેલો નિર્ણય

Mulund West


અંકિતા સરીપડિયા

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ માર્ગ પર આવેલી ગોવર્ધનનગર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી અસોસિએશન લિમિટેડ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન હેઠળ રવિવારે ૨૬ ઑક્ટોબરે સવારે નવથી બપોરે બાર વાગ્યા સુધી ગોવર્ધનનગરમાં આવેલી ૧૩ સોસાયટીઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ૮૦થી ૧૦૦ જેટલાં બાળકો અને સિનિયર સિટિઝન્સ સહિત અન્ય સભ્યોએ ભાગ લઈને સોસાયટીને સ્વચ્છ અને સુંદર બનાવી હતી.

આ વિશે વધુ માહિતી આપતાં સોસાયટીના ચૅરમૅન જયંત દેશમુખે મિડ-ડે લોકલને કહ્યું હતું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન હેઠળ અમારી સોસાયટીમાં પણ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સોસાયટીનાં બાળકોથી લઈ સિનિયર સિટિઝન્સ એમ દરેક ઉંમરના લોકોએ ભાગ લીધો હતો અને સોસાયટીના મેઇન રોડ સહિત કમ્પાઉન્ડના વિસ્તારને ક્લીન બનાવ્યો હતો. આ અભિયાનમાં સોસાયટીમાં સફાઈ કરવા માટે સોસાયટીનાં જ ઝાડુ અને હૅન્ડ-ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સફાઈ બાદ બાળકોએ પૂંઠાની મદદથી સૂકો કચરો એક જગ્યાએ ભેગો કર્યો હતો અને એને બાળીને નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય કચરો કચરાપેટીમાં નાખવામાં આવ્યો હતો. આ અભિયાન દરમ્યાન દર મહિને આ રીતે એક વાર સફાઈ કરી સોસાયટીને ક્લીન રાખવાનું સભ્યોએ નક્કી કર્યું હતું અને હવે પછીના અભિયાનમાં અમારી સોસાયટીના ૬૦૦૦ સ્ક્વેર ફૂટના ગ્રાઉન્ડને ટાર્ગેટ કરવાનું પણ અમે નક્કી કર્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK