CCTV કૅમેરા બંધ છે, આલ્કોહૉલ-ટેસ્ટનો રિપોર્ટ ૪ મહિને આવશે

સરકારી અધિકારીના પુત્રને બચાવવા પોલીસ ઉડાઉ જવાબ આપતી હોવાનો નાગડાપરિવારનો આક્ષેપ : મુલુંડના કરિયાણાના વેપારી દામજી નાગડાનું ૩૧ જુલાઈએ પ્રિયદર્શિની સર્કલ પાસે એક કારે તેમના સ્કૂટરને મારેલી ટક્કરને લીધે મૃત્યુ થયું હતું



મુલુંડ (ઈસ્ટ)ના કરિયાણાના વેપારી દામજી ઉમરશી નાગડાનું ૩૧ જુલાઈએ ચુનાભટ્ટી પાસે આવેલા પ્રિયદર્શિની સર્કલ પાસે એક સરકારી અધિકારીના પુત્ર અક્ષય કુલકર્ણીના બેદરકારીપૂર્વકના ડ્રાઇવિંગને લીધે રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. ૬૮ વર્ષના દામજીભાઈના પરિવારે દામજીભાઈના મૃત્યુ બાબતમાં વધુ જાણકારી મેળવવા માટે પ્રિયદર્શિની સર્કલ પાસે લાગેલા CCTV કૅમેરાના ફુટેજ જોવાની પોલીસ સમક્ષ માગણી કરી છે, પરંતુ પોલીસ કૅમેરા બંધ છે એમ કહી રહી છે. આ સિવાય આ પરિવાર અક્ષયે ડ્રાઇવિંગ કરતી વખતે નશો કર્યો હતો કે નહીં એનો પોલીસ પાસે રિપોર્ટ માગી રહ્યો છે. પોલીસ આ રિપોર્ટ મળતાં ત્રણથી ચાર મહિના લાગી જશે એવો જવાબ આપી રહી છે. આ જવાબોથી આ પરિવારમાં પોલીસની કાર્યવાહી સામે શંકા દર્શાવાઈ રહી છે.

આખો બનાવ એવો હતો કે શનિવારે ૩૦ જુલાઈએ દામજીભાઈ તેમના દીકરાના સસરાને મળવા એલ્ફિન્સ્ટન રોડ ગયા હતા. ત્યાં બન્ને મિત્રો મોડી રાત સુધી વાતો કરતા બેઠા હતા. ત્યાર પછી દામજીભાઈ તેમના સ્કૂટર પર મુલુંડ ઘરે આવવા નીકળ્યા હતા. તેઓ પ્રિયદર્શિની સર્કલ પાસે પહોંચ્યા ત્યારે બેફામ કાર ચલાવી રહેલા અક્ષય કુલકર્ણીની કાર દામજીભાઈના સ્કૂટરને પાછળથી અથડાઈ હતી. દામજીભાઈ રોડ પર પડી ગયા હતા. સમયસર સારવાર ન મળતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સ્કૂટરને ટક્કર માર્યા પછી અક્ષય કાર ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો, જેને પોલીસે અડધા કલાક પછી પકડી લીધો હતો. આ બાબતમાં માહિતી આપતાં દામજીભાઈના પુત્ર તુષારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અક્ષય સરકારી અધિકારીનો પુત્ર હોવાથી પોલીસે તેને રવિવારે જ હૉલિડે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને જામીન મળતાં તે છૂટી ગયો હતો. એ જ સમયે અમે પોલીસ સમક્ષ પ્રિયદર્શિની સર્કલ પર લાગેલા CCTV કૅમેરાના ફુટેજ જોવાની માગણી કરી હતી, પરંતુ એ દિવસે પોલીસે અમને પૂરતો સહકાર નહોતો આપ્યો. તેમણે ઊલટાનું પપ્પાએ હેલ્મેટ નહોતી પહેરી એમ કહીને આડકતરી રીતે અકસ્માતમાં મોતના કારણ માટે પપ્પાને જ જવાબદાર ગણ્યા હતા. જ્યારે અકસ્માતના સ્થળે પપ્પાની હેલ્મેટ સ્કૂટરની બાજુમાં જ પડી હતી.’

પોલીસની અમુક શંકાશીલ વર્તણૂકને કારણે અમે ફરીથી પોલીસ પાસે CCTV કૅમેરાના ફુટેજ બતાવવા કહ્યું હતું એમ જણાવતાં તુષાર નાગડાએ કહ્યું હતું કે ‘અમારી માગણીનો પોલીસે CCTV કૅમેરા બંધ છે એમ કહીને ઇનકાર કરી દીધો હતો. અમે જ્યારે ડ્રન્કન ડ્રાઇવિંગનો કેસ છે કે નહીં એ જોવા માટે પોલીસ પાસે અક્ષયનો મેડિકલ રિપોર્ટ માગ્યો તો પોલીસે એ રિપોર્ટ ત્રણ-ચાર મહિના પછી આવશે એમ કહીને વાતને ઉડાડી દીધી હતી. એથી અમને આખા બનાવમાં એક સરકારી અધિકારીના પુત્રને બચાવવા પોલીસ અમને મિસગાઇડ કરી રહી હોય એવી શંકા જાગી છે. અમે એના માટે હવે મુંબઈના પોલીસ-કમિશનરને ફરિયાદ કરવાના છીએ.’

મી સુનીલ ભોસલે

તુષાર નાગડાએ પોલીસ સામે કરેલા આક્ષેપોને નકારતાં ચુનાભટ્ટી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસની અમુક તપાસનું સીક્રેટ કોઈને કહી શકાય નહીં. અક્ષય કુલકર્ણી સરકારી અધિકારીનો દીકરો હોય કે અન્ય કોઈનો, કાનૂન બધા માટે સરખો હોય છે. સુનીલ ભોસલે કોઈને અન્યાય થવા નહીં દે એટલું ધ્યાન રાખજો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK