મુલુંડમાં ત્રણ ક્લીન-અપ માર્શલે દંડ ન ભરનાર વ્યક્તિના બે દાંત તોડી નાખ્યા અને જડબું ભાંગી નાખ્યું

પોલીસે એક જણની ધરપકડ કરી, બાકીના બે હજી ફરાર

clean marshol


મુલુંડમાં રહેતો ૩૩ વર્ષનો મહેશ ભગત શનિવારે મુલુંડ રેલવે-સ્ટેશન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર થૂંક્યો હોવાથી ક્લીન-અપ માર્શલે તેને ૫૦૦ રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ દંડની રકમ ન હોવાનું મહેશે ક્લીન-અપ માર્શલને કહેતાં તેણે મહેશ પર પેવરબ્લૉક વડે હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે જખમી કર્યો હતો. મહેશના બે દાંત તૂટી ગયા છે અને જડબામાં ઈજા થઈ છે. આ આરોપસર મુલુંડ પોલીસે ૩૦ વર્ષના ક્લીન-અપ માર્શલ સુપરવાઇઝર ચેતન મ્હાત્રેની ધરપકડ કરી છે. તેને કોર્ટમાં રજૂ કરતાં આજ સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ‘મુલુંડ (વેસ્ટ)ના ઇન્દિરાનગરમાં રહેતો અને પેઇન્ટર તરીકે કામ કરતો મહેશ શનિવારે રાતે મુલુંડ રેલવે-સ્ટેશન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે તે રસ્તા પર થૂંક્યો હતો. ત્યારે બે ક્લીન-અપ માર્શલ તેની પાસે ગયા હતા અને ૫૦૦ રૂપિયા દંડ ભરવા કહ્યું હતું. એ વખતે આટલી રકમ ન હોવાનો મહેશે જવાબ આપતાં તરત જ બન્નેએ તેની મારપીટ શરૂ કરી હતી. એ દરમ્યાન અન્ય એક ક્લીન-અપ માર્શલ ત્યાં આવ્યો હતો. તેણે હજી મારો એવું કહ્યું હતું. એ પછી ત્રણમાંથી એક જણે પેવરબ્લૉક લઈને મહેશના જડબા પર માર્યો હતો. એને કારણે મહેશના બે દાંત તૂટી ગયા હતા અને તેના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. એ સમયે ભેગા થયેલા લોકોએ એક જણને પકડી પાડ્યો હતો, જ્યારે પેવરબ્લૉક મારનારો કુણાલ ભાનુશાલી અને બીજો એક જણ એમ બે ક્લીન-અપ માર્શલ નાસી જવામાં સફળ રહ્યા હતા.’

અગાઉ પણ વિવાદમાં

ગેટવે ઑફ ઇન્ડિયા પાસે સપ્ટેમ્બર-૨૦૧૬માં ટૂરિસ્ટોને માર્શલો હેરાન કરતા હતા અને તેમની પાસેથી દંડ વસૂલ કરતા હતા. આ બાબતે અનેક નાગરિકોએ કોલાબા પોલીસમાં ફરિયાદ કરી હતી. એ સમયે પણ ક્લીન-અપ માર્શલો વિવાદમાં રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK