ચેમ્બુરની સોસાયટીમાં છવાયો આઠ દિવસ માટે અંધારપટ

ઇલેક્ટ્રિક કૅબિનમાં લાગી ભયંકર આગ: સાત માળના ટાવરના ૨૮ પરિવારો સેફ


mulund fire



રોહિત પરીખ

ચેમ્બુરની પોસ્ટલ કૉલોનીમાં આવેલા પચીસ વર્ષ જૂના અન્નપૂર્ણા કૉમ્પ્લેક્સની ઇલેક્ટ્રિક કૅબિનમાં શૉર્ટ સર્કિટ થતાં ગઈ કાલે સાંજના ચાર વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી બધી ભયાનક હતી કે એને જોઈને કૉમ્પ્લેક્સમાં રહેતા ૨૮ પરિવારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે આગ દોઢ કલાકમાં બુઝાઈ ગઈ હતી. આ સોસાયટીમાં રહેતા પરિવારોએ તેમનો જીવ બચાવવા આંધળી દોટ મૂકી હતી. એમાં છ મહિના પહેલાં ઘૂંટણનું ઑપરેશન કરાવી ચૂકેલી એક સાઉથ ઇન્ડિયન મહિલા પણ હતી. આ મહિલાને મોતના મુખમાંથી બચાવી લેવામાં આવી હતી. આગમાં એક કારને નુકસાન થયું હતું. બાકી કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે સોસાયટીએ આઠ દિવસ સુધી અંધારપટમાં રહેવું પડશે.

આ બનાવની માહિતી આપતાં આ કૉમ્પ્લેક્સમાં દસ વર્ષથી રહેતાં કચ્છી જૈન રેખા રમેશ છાડવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગનું કારણ અમે જાણી શક્યા નથી, પણ આગ ખૂબ જ વિકરાળ હતી. ઇલેક્ટ્રિક કૅબિન અમારા દાદરાની બાજુમાં જ છે. આગ લાગતા જ મોટા ધડાકા થવા લાગ્યા હતા અને ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. આગની મોટી-મોટી જ્વાળાઓ નીકળતી હતી. આગ ખૂબ જ ભયંકર હતી. અમે લોકો એટલા બધા ગભરાઈ ગયા હતા કે અમારામાં આગ જોવાની પણ હિંમત નહોતી.’

હમણાં જ ઑપરેશન કરાવેલી એક સાઉથ ઇન્ડિયન મહિલાનો પરિવાર આ મહિલાને કેમ નીચે ઉતારવી એ બાબતે મૂંઝવણમાં આવી ગયો હતો. આ સંદર્ભમાં રેખા છાડવાએ કહ્યું હતું કે ‘બધા પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા. એ સમયે સૌથી વધારે ચિંતાતુર ચોથા માળે રહેતો સાઉથ ઇન્ડિયન પરિવાર હતો. એ પરિવારની પંચાવન વર્ષની એક મહિલાએ છ મહિના પહેલાં જ ઘૂંટણનું ઑપરેશન કરાવ્યું હતું. આ ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું નથી એટલે તેને હજી ચાલવામાં તકલીફ થાય છે. એવા સમયે તેને દાદરા ઉતારવા એ જબરદસ્ત ટેન્શનનું કામ હતું. જોકે તે મહિલાએ તેના પરિવારે હિંમત કરીને દાદરા ઉતારીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી.’

અમારે આઠ દિવસ અંધારપટમાં રહેવું પડશે એમ જણાવતાં રેખા છાડવાએ કહ્યું હતું કે ‘આગને લીધે કૅબિન બળીને ખાખ થઈ ગઈ છે તેમ જ એક કારને નુકસાન થયું છે. આ સિવાય કોઈ જ જાનહાનિ નથી થઈ. આમ છતાં ઇલેક્ટ્રિક કૅબિન બળી જવાથી અમારે આઠ દિવસ લાઇટ વગર જ રહેવું પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK