BMCનો આ તે કેવો નિર્ણય?

ગણેશ-વિસર્જન માટે બે તળાવ પાસે પ્લૉટ ખાલી પડ્યા હોવા છતાં માવલા જીવા ગ્રાઉન્ડમાં કૃત્રિમ તળાવ બાંધી રહી છે : સ્થાનિક સોસાયટીના રહેવાસીઓનો વિરોધ

lake

સાગર ગોર

ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે અને મુલુંડ-ઈસ્ટમાં વિદ્યાલય રોડ પર રવિ દર્શન કૉમ્પ્લેક્સની બાજુમાં આવેલા મહાનગરપાલિકાના માવલા જીવા ગ્રાઉન્ડમાં BMC ઇકો-ફ્રેન્ડલી ગણપતિના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવી રહી છે. જેનો ગ્રાઉન્ડની બાજુમાં આવેલા રવિ દર્શન કૉમ્પ્લેક્સના તમામ રહેવાસીઓ વિરોધ કરી રહ્યા છે. રહેવાસીઓનું કહેવું છે કે કૃત્રિમ તળાવ બાંધવાથી આ ગ્રાઉન્ડમાં બાળકોને રમવા માટેની જગ્યા નહીં મળે અને ટ્રાફિક જૅમ તથા પ્રદૂષણ ફેલાશે. BMC કૃત્રિમ તળાવ માટે મુલુંડના ઈસ્ટર્ન એકસપ્રેસ હાઇવે પર આવેલા મોર્યા તળાવ અથવા મીઠાઘર રોડ પર આવેલા ગણેશ ઘાટ તળાવ પાસે જગ્યા છે ત્યાં પણ બાંધી શકે છે. 

રવિ દર્શન કૉમ્પ્લેક્સની ૧૧ સોસાયટીના ચૅરમૅને આ બાબતે માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ મેદાન બાળકોને રમવા માટે બનાવવામાં આવ્યું છે. મેદાનમાં નાનાં બાળકોની રાઇડ્સ છે તેમ જ મોટા છોકરાઓ અહીં ક્રિકેટ કે ફુટબૉલ રમતા હોય છે. હવે BMCએ ઇકો-ફ્રેન્ડલી ગણપતિના વિસર્જન માટે અહીં કૃત્રિમ તળાવ બાંધવાનો નિર્ણય લીધો છે. તળાવ બનાવવા માટે મેદાનમાં ખાડો પણ ખોદવામાં આવ્યો છે. હવે આ ગ્રાઉન્ડમાં ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બાંધવામાં આવશે તો બાળકો રમશે ક્યાં તેમ જ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે તથા પ્રદૂષણ પણ ફેલાશે. આ બધી સમસ્યા ન સર્જાય એ માટે અમે BMCને પત્ર લખીને અનુવાદન પણ કર્યું છે કે ગણપતિ વિસર્જન માટે મોર્યા તળાવ અને મીઠાઘર રોડ પર ગણેશ ઘાટ તળાવ છે જ અને ત્યાં પણ ખાલી પ્લૉટ છે તો ત્યાં કૃત્રિમ તળાવ બાંધી શકાય એમ છે.’

ગ્રાઉન્ડમાં કૃત્રિમ તળાવ બનાવતાં પહેલાં BMCએ વિચાર કરવો જોઈએ કે  તળાવ બનાવ્યા પછી આસપાસના પરિસરોને કેટલી તકલીફ પડશે એમ કહેતાં સોસાયટીના રહેવાસી અજિત ગોગરેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગ્રાઉન્ડ પહેલાં અમારા કૉમ્પ્લેક્સનો જ પ્લૉટ હતો. બાળકોને રમવા માટે જગ્યા મળી રહે એ માટે અમે આ મેદાન BMCને આપ્યું હતું અને હવે જ્યાં બાળકો રમે છે ત્યાં જ કૃત્રિમ તળાવ બનાવી રહ્યું છે તો બાળકો રમશે ક્યાં? અને અહીં તળાવ બાંધવામાં આવશે તો આસપાસના રહેવાસીઓને ટ્રાફિક, ધ્વનિપ્રદૂષણ જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. આ બધી બાબતો પર વિચાર કરવામાં આવે અને અહીં કૃત્રિમ તળાવ ન બને એ માટે અમે BMCને પત્ર લખ્યો છે.’

આ મેદાનમાં બે-ચાર મહિના પહેલાં જ ખર્ચો કરવામાં આવ્યો છે એમ કહેતાં સોસાયટીના અન્ય રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેદાનમાં નાનાં બાળકોની રાઇડ્સ પહેલાંથી જ છે. નાનાં બાળકો સવાર-સાંજ અહીં રમતાં હોય છે. મોટા છોકરાઓ ક્રિકેટ રમતા હોય છે. મેદાનની આસપાસમાં ત્રણ સ્કૂલો આવેલી છે અને ત્યાંનાં બાળકો પણ કબડ્ડી, ખો ખો જેવી રમતો રમવા આવતાં હોય છે. આ મેદાન બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. હમણાં જ બે મહિના પહેલાં મેદાનમાં BMCએ ખર્ચો કર્યો છે.  હવે કૃત્રિમ તળાવ બનાવવા માટે ખાડો ખોદ્યો છે તો શું મતલબ રહ્યો આ કરેલા ખર્ચનો?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK