બેદરકારી BMCની અને સજા સામાન્ય જનતાને

BMCની બેદરકારીને કારણે આવા બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે જેને લીધે સામાન્ય જનતાએ હાલાકી ભોગવવી પડી છે.

fire

કાજલ ગોહિલ-વિલ્બન

મુલુંડ-વેસ્ટના RP રોડ પર ચાલી રહેલા ખોદકામને કારણે નજીકમાં આવેલી MT અગ્રવાલ હૉસ્પિટલમાં આગ ફાટી નીકળી હોવાથી નજીકના રહેવાસીઓ અને ખાસ કરીને હૉસ્પિટલના સ્ટાફ અને પેશન્ટ્સને તેમનો જીવ જોખમમાં હોવાના ભયનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે આ પહેલી વાર નથી બન્યું. BMCની બેદરકારીને કારણે આવા બનાવ અગાઉ પણ બની ચૂક્યા છે જેને લીધે સામાન્ય જનતાએ હાલાકી ભોગવવી પડી છે.

MT અગ્રવાલ હૉસ્પિટલમાં આગ ફાટી નીકળવાની ઘટના વિશે માહિતી આપતાં MSEDCLનાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાગરિકા ખોબાર્ડેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કેટલાક BMCના કામદારો RP રોડ પહોળો કરવા માટે ખોદકામ કરી રહ્યા હતા અને આકસ્મિક રીતે તેમણે ઇલેક્ટ્રિક કેબલ કાપી નાખ્યો જેને કારણે MT અગ્રવાલ હૉસ્પિટલમાં આવેલા અમારા ટ્રાન્સફૉર્મરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી. સદ્નસીબે પાંચ ફાયર-બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જાનહાનિ કે મોટી દુર્ઘટનાથી બચાવી લીધા.’

firing

મુલુંડ-વેસ્ટની નાહૂરવીલા સોસાયટીના એક રહેવાસીએ MT અગ્રવાલ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને BMCની બેદરકારીને કારણભૂત માનતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પ્રશાસનના અધિકારીઓ કહો કે મજદૂરો, તેમને રોડ ખોદીને મૂકી દેવા સિવાય કોઈ કામ જ નથી. પબ્લિકના ભલા માટે કરો છો તો થોડું ધ્યાન રાખીને કામ શા માટે નથી કરતા? થોડા સમય પહેલાં આવી જ રીતે અમારે ત્યાં પણ રસ્તો ખોદવામાં આવ્યો હતો જેમાં ગૅસની પાઇપલાઇન ફાટી જતાં ગૅસ લીક થવા લાગ્યો હતો. અમે જ સોસાયટીવાળાઓએ ફરિયાદ કરી હતી અને મહાનગર ગૅસવાળાના માણસોએ આવીને વહેલી તકે રિપેર કરી હતી. RP રોડ પર પણ આ ખોદકામ ઘણા સમયથી ચાલી રહ્યું છે જેને કારણે ત્યાં ટ્રાફિકની તો સમસ્યા રહે જ છે, પણ અમારા જ એક મિત્રને આ ખોદકામને કારણે અકસ્માત નડ્યો હતો. આ BMCવાળાઓ સામાન્ય લોકોના ટૅક્સનાં નાણાંનો વેડફાટ કરવા માટે એક જ રોડ ઓછામાં ઓછો વર્ષમાં બે વાર તો ખોદતા જ હોય છે. આ જ રીતે તેઓ બેદરકારીભર્યું કામ કરતા રહેશે તો એનાથી પણ મોટી દુર્ઘટના થતી જ રહેશે.’

 RP રોડના એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કેટલાક સમયથી BMCના કામદારો આ રોડ પર કામ કરી રહ્યા છે. હવે અમને એમ થાય છે કે એના કરતાં કામ ન કર્યું હોત તો સારું થાત. ૨-૩ મહિનાથી આ રોડનું કામ ચાલુ છે. એક તો રોડ સાંકડો છે એમાં અલગ-અલગ જગ્યાએથી ખોદીને મૂકી દીધો છે. જે ગટરનું કામ પહેલાં શરૂ કર્યું હતું એ પણ પૂરું નથી થયું. કેટલાં બધાં બાળકો અને સિનિયર સિટિઝનો હેરાન થયા હશે આ કામથી. MT અગ્રવાલ હૉસ્પિટલમાં લાગેલી આગ તો તેમના નિષ્કાળજીપણાનું એક ઉદાહરણ છે જે બધાની નજર સામે આવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK