આઠમાના સ્ટુડન્ટનો સ્કૂલના જ દસમીના સ્ટુડન્ટ પર બ્લેડ વડે હુમલો

મલાડ (વેસ્ટ)માં ફાતિમાદેવી ઇંગ્લિશ હાઈ સ્કૂલમાં એઇટ્થમાં ભણતા એક સ્ટુડન્ટે તેની સ્કૂલમાં જ ટેન્થમાં ભણતા વિદ્યાર્થી પર બ્લેડથી હુમલો કરીને જખમી કરવાનો બનાવ ગઈ કાલે બન્યો હતો.


દિંડોશી પોલીસે આ કેસમાં હુમલો કરનારા ૧૫ વર્ષના ટીનેજરની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જખમી થયેલા સ્ટુડન્ટ નિશાંત શુક્લાને ૧૮ ટાંકા આવ્યા છે અને તે પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે લગભગ પોણાદસ વાગ્યે સ્કૂલમાં રિસેસ પડી હતી ત્યારે વૉશરૂમ પાસે આ બનાવ બન્યો હતો. આરોપી ટીનેજર તેના ઘરેથી શેવિંગ બ્લેડ લઈને આવ્યો હતો અને ગઈ કાલે સવારે તેણે પોતાના એક ફ્રેન્ડ મારફત નિશાંતને ટૉઇલેટ પાસે બોલાવ્યો હતો અને જ્યારે તે ટૉઇલેટ પાસે આવ્યો ત્યારે તેણે તેના પર બ્લેડથી હુમલો કર્યો હતો અને પછી પોતાના ક્લાસરૂમમાં ભાગી ગયો હતો. સ્કૂલના ટીચરોએ નિશાંતને તરત હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો અને તેના પર હુમલો કરનારા વિદ્યાર્થીને પોલીસને હવાલે કર્યો હતો.

હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ટીનેજરે કહ્યું હતું કે ‘બે દિવસ પહેલાં સ્કૂલમાં મારા પર હુમલો કરનાર અને બીજા છોકરા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો ત્યારે વચ્ચે પડીને મેં સમાધાન કરાવ્યું હતું. એ સમયે જ મને તેણે જોઈ લેવાની ધમકી આપી હતી, પણ મેં તેની ધમકીને ગંભીરતાથી નહોતી લીધી. ગઈ કાલે મને ટૉઇલેટ પાસે વાત કરવા બોલાવ્યો અને ખિસ્સામાંથી બ્લેડ કાઢીને તેણે મારા પર હુમલો કર્યો હતો.’

- તસવીર : નયન સહાણે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK