બાદ મેં પતા ચલેગા

મુલુંડમાં એક ગુજરાતીની કારની તોડફોડ કરતા પાંચ યુવાનોને સોસાયટીના એક યંગસ્ટરે કારણ પૂછ્યું તો આવો જવાબ મળ્યો

car attack



રોહિત પરીખ

મુલુંડ (વેસ્ટ)ની ફોર્ટિસ હૉસ્પિટલની સામે આવેલી વૃન્દાવન સોસાયટીમાં સોમવારે રાતે સાડાનવ વાગ્યે પાંચ યુવાનોએ આ સોસાયટીના રહેવાસી અને ભાંડુપમાં ફૅબ્રિકેશનનું કામ કરતા ૫૪ વર્ષના મહેન્દ્ર પંચાલની હ્યુન્દાઇ કારના બધા જ કાચ તોડી નાખ્યા હતા. મહેન્દ્ર પંચાલના શાંત અને મિલનસાર સ્વભાવને લીધે તેમની કાર પર થયેલો હુમલો પંચાલપરિવાર અને સોસાયટીના સભ્યો માટે રહસ્ય બની ગયો હતો. જોકે આ યુવાનોને કાર તોડતા જોઈને સોસાયટીમાં રહેતો અને એ સમયે બાજુના ગ્રાઉન્ડમાં બૅડમિન્ટન રમતો અજિત સિંહ દોડીને આવ્યો હતો, પણ આ યુવાનોએ તેને ચૉપર બતાવીને રોકી દીધો હતો. આમ છતાં અજિત સિંહે તોડફોડ કરનારા આ યુવાનોની સાથે ચાલતાં-ચાલતાં તેમને તોડફોડ કરવાનું કારણ પૂછ્યું ત્યારે આ તોડફોડમાં સંકળાયેલા એક યુવાને એટલો જ જવાબ આપ્યો હતો કે ‘બાદ મેં પતા ચલેગા.’

ત્યાર બાદ અજિત સિંહે આ યુવાનને CCTV કૅમેરા બતાવીને કહ્યું હતું કે અહીં CCTV કૅમેરા લાગેલા છે. એના જવાબમાં તે યુવાને ગંદો ઇશારો કરીને કહ્યું હતું કે ‘મેરે ઇસસે...’

કારની તોડફોડનો બનાવ પંચાલપરિવાર માટે શૉકિંગ હતો. આ વિશે માહિતી આપતાં મહેન્દ્ર પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને મારો ભાઈ રવીન્દ્ર વર્ષોથી ફૅબ્રિકેશનના બિઝનેસમાં સાથે છીએ. આ બિઝનેસ મારા પપ્પાનો હતો. મારા ઘરથી ફૅક્ટરી સુધીમાં વચ્ચે આવતા નાના-મોટા બધા જ દુકાનદારો સાથે મારા મિત્રાચારીના સંબંધ છે. આટલાં વષોર્માં મારી સાથે આવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈની સાથે મારી બોલાચાલી થઈ નથી. આ સિવાય મારી ફૅક્ટરીના વર્કરો સાથે પણ મારા પ્રેમભર્યા સંબંધો છે એટલે આ બનાવ પાછળ કોઈ વેરઝેર કે આંતરિક વિખવાદ કારણભૂત નથી.’

જેમની કાર છે તે મહેન્દ્ર પંચાલ મૂંઝાયા છે કે મારી તો કોઈની સાથે દુશ્મની નથી તો આવું કર્યું કોણે

સોમવારે રાતે થયેલી તેમની કારની તોડફોડ વિશે માહિતી આપતાં મહેન્દ્ર પંચાલે કહ્યું હતું કે ‘હું સોમવાર સવારથી મારી બેબીની પરીક્ષા હોવાથી અને તેને ચિકનપૉક્સ નીકળ્યા હોવાથી તેની સરભરામાં જ હતો. ત્યાંથી આવીને બપોરે સાડાત્રણ વાગ્યે ફૅક્ટરીએ ગયો હતો. સાંજના સાડાસાત વાગ્યે ઘરે પાછો આવી ગયો હતો. રાતના સાડાનવ વાગ્યે હું ટીવીમાં સમાચાર જોતો હતો. એ સમયે અમારી સોસાયટીમાંથી મારા નામની બૂમો પડી હતી. એક યુવાને મને જલદી નીચે આવવા કહ્યું હતું. મેં જઈને જોયું તો મારી કારને કોઈ નુકસાન કરીને ભાગી ગયું હતું. અમારી બે સોસાયટીમાં ૪૯ ફ્લૅટ છે. એ બધા સાથે મારા સારા સંબંધો છે.’

તોડફોડ સંબંધી વાતચીત કરતાં મહેન્દ્ર પંચાલે કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં ૧૪ CCTV કૅમેરા લાગેલા છે. એમાંથી એક કૅમેરા બંધ છે. અમે જ્યારે આ કૅમેરાના ફુટેજમાં જોયું તો અમારી સોસાયટીની બહાર મેઇન રોડ પર બે યુવાનો ઊભા હતા. ત્રણ યુવાનો હેલ્મેટ પહેરીને લાકડી અને લોખંડના સળિયા સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. તેમણે સોસાયટીમાં ઘૂસીને તરત જ મારી કારના કાચની તોડફોડ શરૂ કરી હતી. તેમણે એમાંથી એક પણ વસ્તુની ચોરી કરી નહોતી. આ સિવાય કમ્પાઉન્ડમાં ઊભી રહેલી બીજી કોઈ કાર પર તેમણે નજર પણ કરી નહોતી.’

આગળ વાત કરતાં મહેન્દ્ર પંચાલે કહ્યું હતું કે ‘સોસાયટીના યુવાને જેવી ચોર... ચોર...ની બૂમાબૂમ કરી કે તરત જ આ યુવાનો ભાગ્યા હતા. એ સમયે અમારી સોસાયટીનાં બીજાં બાળકો કમ્પાઉન્ડમાં રમતાં હતાં. અમારી સોસાયટીનો યુવાન તેમની પાછળ દોડ્યો હતો, પણ પેલા યુવાનો મોટરસાઇકલ પર ભાગી ગયા હતા. ત્યાર પછી મેં આ બાબતની મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે પહેલાં રાતના તો NC જ નોંધી હતી. એ પછી રાતના બીટ-માર્શલ તપાસ કરવા આવ્યા હતા. તેમણે મને FIR કરવા માટે ફોર્સ કર્યો હતો. ગઈ કાલે સવારે હું FIR કરવા ગયો હતો. અનેક પૂછપરછ પછી મને છેક રાતના આઠ વાગ્યા પછી જ્ત્ય્ની કૉપી મળી હતી. આમ જોઈએ તો હું ૨૪ કલાક પછી આખી કાર્યવાહીમાંથી ફ્રી થયો હતો.’

વાતનો અંત તેમણે આશ્ચર્ય દર્શાવતાં જ પૂરો કર્યો હતો. મહેન્દ્ર પંચાલે ફરીથી કહ્યું હતું કે ‘મને પોલીસે સવાલો પૂછવાના શરૂ કર્યા ત્યારથી હું પણ આ મામલામાં વધુ ને વધુ ગૂંચવાતો ગયો છું. મારે કોઈની સાથે વેરઝેર છે જ નહીં તો પછી હું કોના પર શંકા કરું. અમારી સોસાયટીના એક ડૉક્ટર પાસે સેમ રંગ અને મૉડલની કાર હતી, પણ એ તેમણે આઠ મહિના પહેલાં વેચી દીધી છે એટલે કોઈને કારણે કોઈએ સજા ભોગવવી પડી હોય એવો સવાલ ઉપસ્થિત થતો નથી. હવે તો પોલીસ આ પાંચ યુવાનોને પકડે અને કારણ શોધે તો જ મને પણ ખબર પડે. એ સમયે મારા મનને સમાધાન થશે.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને મહેન્દ્ર પંચાલની કારની તોડફોડની ફરિયાદ અને CCTV કૅમેરાનું ફુટેજ મળ્યાં છે. એના આધારે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK