ખોદકામ કર્યા પછી એસ્કેલેટરનો ઑર્ડર આપવામાં આવે છે

મુલુંડના રેલવે-સ્ટેશન પર એસ્કેલેટર આવતાં હજુ છ મહિના લાગશે એવો પ્રશાસનનો સ્પષ્ટ નિર્દેશ

mulund


મુલુંડના રેલવે-સ્ટેશન પર લોકોને બ્રિજ ચડવામાં ઓછી તકલીફ પડે એ ઉદ્દેશથી રેલવે તરફથી એસ્કેલેટર બેસાડવાનું કામ ચાલી રહ્યું છે, પણ આ એસ્કેલેટરનું કામ પૂરું થતાં ઓછામાં ઓછા છ મહિના લાગી જશે. ત્યાં સુધી પ્લૅટફૉર્મ નંબર-૧ પર છત્રપતિ શિવાજી ટર્મિનસ તરફ અવરજવર કરવામાં મુસાફરોએ તકલીફ ભોગવવી પડશે એવો સ્પષ્ટ નિર્દેશ રેલવેના પ્રશાસન તરફથી આપવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ રેલવેએ મુંબઈનાં અનેક ઉપનગરોના રેલવેના ફુટઓવર બ્રિજ પર એસ્કેલેટર બેસાડવાની જાહેરાત કરી હતી. એ અંતર્ગત એક મહિના પહેલાં મુલુંડ સ્ટેશનના એક નંબરના પ્લૅટફૉર્મ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને લીધે આ પ્લૅટફૉર્મનો ભાગ સાંકડો થઈ જતાં રેલવેના મુસાફરોને અવરજવરમાં ખૂબ જ તકલીફ પડી રહી હોવાની ફરિયાદો મિડ-ડે LOCALને મળી હતી.

આ ફરિયાદોને આધારે મિડ-ડે LOCAL તરફથી આ કામ કેટલા સમયમાં પૂર્ણ થશે એ બાબતની તપાસ કરવામાં આવી હતી. એ બાબતનો જવાબ આપતાં સ્ટેશન-મૅનૅજરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એસ્કેલેટરનું ખોદકામ કર્યા પછી કૉન્ટ્રૅક્ટર ચાઇનામાં એનો ઑર્ડર મોકલાવે છે, જેને આપણા દેશમાં આવતાં ઓછામાં ઓછા છ મહિના લાગી જાય છે. આમ પણ રેલવેએ આપેલા કૉન્ટ્રૅક્ટ પ્રમાણે આ કૉન્ટ્રૅક્ટની અવધિનો સમય જાન્યુઆરી સુધીનો આપવામાં આવ્યો છે. એ સમય સુધીમાં કૉન્ટ્રૅક્ટર કામ પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી આ ખોદકામને લીધે મુસાફરોને થોડી તકલીફ ભોગવવી પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK