ગર્વ કરો આ ગુજરાતી પર

યંગેસ્ટ હ્યુમન કૅલ્ક્યુલેટર જિનાંશ દેઢિયા ટર્કી ઓપનમાં બે ગોલ્ડ જીત્યો

medal

સાગર ગોર

યંગેસ્ટ હ્યુમન કૅલ્ક્યુલેટર તરીકે ઓળખાતા મુલુંડના ૬ વર્ષના જિનાંશ દેઢિયાએ ટર્કીમાં યોજાયેલી ટર્કી ઓપન ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે વર્લ્ડ રેકૉર્ડ  કર્યો છે. પહેલો રેકૉર્ડ કૅલેન્ડર-ડેટમાં તે ૧૬૦૦થી ૨૨૦૦ના વર્ષના કૅલેન્ડરમાં કોઈ પણ તારીખે કયો વાર આવે છે એનો જવાબ બે સેકન્ડમાં આપી દે છે અને એમાં ૯૭ તારીખોના જવાબ તેણે એક મિનિટની અંદર આપીને પહેલી ચૅમ્પિયનશિપનો પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો અને પાંચ આંકડાનો ગુણાકાર પાંચ આંકડા સાથે એવા દસ દાખલા તેણે ૧૧૨.૯૮ સેકન્ડમાં પૂરા કર્યા તથા ઓપન કૅટેગરીના ટર્કીના ૩૨ વર્ષના હરીફનો ૧૪૨ સેકન્ડનો રેકૉર્ડ તોડીને બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ બે ગોલ્ડ મેડલ મેળવીને તેણે વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કર્યો છે.

જિનાંશ બાળપણથી જ મૅથેમૅટિક્સમાં માસ્ટર છે એમ જણાવતાં મુલુંડ (વેસ્ટ)ના રાજેન્દ્ર પ્રસાદ રોડ પર આવેલી એલ્પ્સ હાઇટ સોસાયટીમાં રહેતા જિનાંશના પપ્પા વિમેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિનાંશ ચાર વર્ષનો હતો ત્યારથી તે મૅથેમૅટિક્સમાં એટલો માસ્ટર હતો કે સવાલના કૉન્ફિડેન્ટ્લી જવાબ આપી દેતો. જ્યારે તે ચાર વર્ષનો હતો ત્યારે ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન ગેમ - ૨૦૧૫માં તે ૧૮૯ દેશોના ૨૦,૦૦૦ સ્કૂલનાં બાળકોને હરાવીને ચૅમ્પિયનશિપનું ટાઇટલ જીત્યો હતો અને ત્યારથી તેની ચૅમ્પિયનશિપની જર્ની શરૂ થઈ હતી. હું અને તેની મમ્મી જિનલ મુંબઈના જિનીયસ કિડ અસોસિએશનનાં અસિસ્ટન્ટ કોચ છીએ. આજે અમે બન્ને તથા તેના કોચ યુસેબિયસ નોરોન્હાના સાથ-સહકારથી તેણે ટર્કીમાં યોજાયેલી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. દરરોજ તેને દિવસના ત્રણ કલાક મૅથેમૅટિક્સમાં ગ્રેડ કરવા પાછળ લાગ્યા છે.’

જિનાંશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે આપણા દેશને આગળ વધવા  માટે મારા જેવા ૧૦૦ જિનીયસ તૈયાર થવા જોઈએ જેથી આપણો દેશ ઇકૉનૉમીની દૃષ્ટિએ ઘણો આગળ વધશે અને ચાઇનાનાં કૅલ્ક્યુલેટર પણ બંધ થઈ જશે. મારી પાસે જે ટૅલન્ટ છે એ દરેક છોકરા પાસે હોય એવી મારી ઇચ્છા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK