લગ્નપ્રસંગે વહી કરોડો રૂપિયાના દાનની ગંગા

કચ્છી જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી દીપક ભેદાના ભાઈ અને દાતા ટ્રસ્ટી ગિરીશ ભેદાના પુત્ર ફેનિલનાં લગ્નમાં દાતાઓએ મધ્યમ વર્ગની સ્વમાન આવાસ યોજના માટે અધધધ ૩૩.૫૭ કરોડ રૂપિયા જમા કર્યા

daan

રોહિત પરીખ

લગ્ન જેવા શુભ પ્રસંગોમાં સમાજના મધ્યમ વર્ગના પરિવારજનોની યાદ આવે અને આ પ્રસંગે ભેગા થયેલા સમાજના અગ્રણીઓ દસ જ મિનિટમાં મધ્યમ વર્ગની સ્વમાન આવાસ યોજના માટે ૩૩.૫૭ કરોડ રૂપિયા જમા કરી નાખે ત્યારે એ પ્રસંગ સોનામાં સુગંધ ભળે એવો બની જાય છે. આવો જ માહોલ મુલુંડ (વેસ્ટ)ના રિચર્ડસન ઍન્ડ ક્રુડાસ ગ્રાઉન્ડમાં કચ્છી જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી દીપક ભેદાના ભાઈ અને દાતા ટ્રસ્ટી ગિરીશ ભેદાના પુત્ર ફેનિલનાં લગ્નમાં બનતાં કચ્છી જૈન સમાજમાં ઇતિહાસ રચાયો હતો.

મધ્યમ વર્ગની સ્વમાન આવાસ યોજનામાં કચ્છી જૈન ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી દીપક ભેદા હંમેશાં ફાળો લખાવવામાં અગ્રણી રહ્યા છે. અત્યારે તેઓ નાલાસોપારામાં મધ્યમ વર્ગના ૧૮૦૦ પરિવારજનો માટે આવાસ યોજના બનાવી રહ્યા છે. રવિવારે તેમના ભાઈના પુત્ર ફેનિલના લગ્નપ્રસંગે કચ્છી જૈન સમાજના અગ્રણીઓ અને દાતાઓ ભેગા થયા હતા. આવા પ્રસંગે સત્કાયોર્ની ચર્ચા ચાલતી હતી. ત્યારે કચ્છી સમાજના શિરોમણિ ચંદ્રકાંત ગોગરીએ દીપક ભેદા અને તેમના ભાઈ ગિરીશ ભેદાને કહ્યું કે આટલો દબદબાભર્યો પ્રસંગ છે તો સન્માન આવાસ યોજના માટે પાંચ કરોડ પંચાવન લાખ રૂપિયાનું ડોનેશન તમારા પરિવાર તરફથી લખાવો.

daan1

કોઈ પ્રી-પ્લાન વગર વાત-વાતમાં સન્માન આવાસ યોજનાની વાત નીકળી અને મને ડોનેશનમાં પહેલ કરવા કહ્યું એમ જણાવીને દીપક ભેદાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચંદ્રકાંત ગોગરીની ટહેલને અમે ભાઈઓ તો વધાવી લીધી, પણ થોડા સમયમાં ફાઉન્ડેશનમાં કાર્ય કરી રહેલી અને આવાસ યોજના માટે સક્રિય અમારી ૩૦થી ૪૦ દાતાઓની ટીમ એક પછી એક રકમની જાહેરાત કરવા લાગી. દસ જ મિનિટમાં ક્યારે ૩૩.૫૭ કરોડ રૂપિયા જમા થઈ ગયા એની ખબર જ ન પડી. ફન્ડ રેઇઝિંગ ફંક્શન વગર જ લગ્ન જેવા પ્રસંગે આટલી મોટી દાનની રકમ જમા થઈ જવાથી અમને કાર્યકરોને અને દાતાઓને સોનામાં સુગંધ ભળ્યાનો અનુભવ થયો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy